________________
સમયસાર : આત્મખ્યાતિ
૨. ઉપરોક્ત કળશના ભાવને પરિપુષ્ટ કરતાં અમૃતચંદ્રજીએ શુદ્ધનયનો મહિમા ઉત્કીર્તન કરતો અમૃત કળશ (૧૨૩) સંગીત કર્યો છે - “આ શુદ્ધનય સુકૃતીઓએ - પુણ્યવંત મહાનુભાવોએ કદી પણ ત્યાજ્ય નથી. કેવો છે આ શુદ્ધનય છે ? ધીર - ઉદાર મહિમાવાળા અનાદિનિધન - અનાદિ અનંત બોધમાં “વૃતિ નિબંધતો' એવો છે અને એવો હોઈ તે કર્મોનો સર્વકષ છે. તે શદ્ધનયમાં સ્થિતિ કરે છે તેને શું થાય ? “તત્રસ્થ” - ત્યાં શુદ્ધનયમાં સ્થિત પુરુષો બહાર નીકળતા
સ્વમરીચિચકને' - આત્મજ્યોતિના કિરણસમૂહને અચિરાત - શીધ્ર સંહરી લઈ, “પૂર્ણજ્ઞાનઘનૌઘ” - પૂર્ણ જ્ઞાનઘન સમૂહને એવા “એક' - અદ્વૈત અચલ શાંત “મહસુને-- મહાતેજને પરમ આત્મજ્યોતિને સાક્ષાત્ દેખે છે.” ઈ.
૩. આવા પ્રકારે આ અધ્યાત્મ નાટકના આ ચતુર્થ આસ્રવ અંકની પૂર્ણાહુતિમાં અમૃતચંદ્રજી મહાકવીશ્વરે આ સુવર્ણમય અંતિમ કાવ્ય કળશ (૧૨૪) ચઢાવ્યો છે - “સર્વતઃ સર્વથા રાગાદિ આગ્નવોના ઝટ જ - વિગમ થકી, “નિત્યોદ્યોત” એવી કંઈ પણ (અવાચ્ય અનિર્દેશ્ય) પરમ વસ્તુને અંતરમાં સમ્યફ પેખતા જ્ઞાનીને ફારસ્કાર સ્વરસ વિસરોથી સર્વ ભાવોને પ્લાવિત કરતું એવું આલોક પર્યત અચલ અતુલ આ જ્ઞાન ઉન્મગ્ન થયું.'
|| ઈતિ આસવ નિદ્ધાંત . |ઈતિ આસ્રવ પ્રરૂપક ચતુર્થ અંક |