________________
અમૃત પદ - ૧૫૦ ભલે ભોગ તું ! ભલે ભોગ તું ! શાનિ અહો ! અબંધ, પરાપરાધ જનિતો તુજને, છે નહિ અહિ કો બંધ... ભલે ભોગ તું. ૧ જેવો તેવો જેનો જે છે, સ્વભાવ અહિં તસ વશથી, અન્યાદશ કો રીતે કરવો, શક્ય નથી તે પરથી... ભલે ભોગ તું. ૨ અજ્ઞાન કો પણ રીત ન ભવતું, સંતત જ્ઞાન ભવતું, પરાપરાધજનિત અહિં તુજને, બંધન કો ન હવંતું... ભલે ભોગ તું. ૩ હારા વાંકે બંધન તુજને, નહિ કો પરના વાંકે, ભગવાન જ્ઞાન અમૃત પીતો તું, ભોગવ જે ઉદયાંકે... ભલે ભોગ તું. ૪
અમૃત પદ - ૧૫૧
જ્ઞાની સતો વસ ! જ્ઞાની સંતત તું. જ્ઞાની અહો ! અબંધ. સ્વ અપરાધ થકી નહિ તો તું. ધ્રુવ પામીશ જ બંધ... જ્ઞાન સતો વસ. ૧ શાની ! કર્મ કદી કરવું ઉચિત ના, કિંચિત્ કથાય તથાપિ, યદિ કહે જો ભોગું છું હું, પર હારૂં ન કદાપિ... જ્ઞાન તો વસ. ૨ તો નિશ્ચય તું દુર્ભક્ત જ છો, ભોગ લાલસા ભારી, છોડી કદાપિ ન છૂટે એવી, ભોગ કુટેવ જ હારી... જ્ઞાન સતો વસ. ૩ યદિ કહે જો બંધ ઉપભોગે, પરનો ભોગ ન હારે, તો કામચાર વિચાર અરે ! તે, શું અહિં છે નહિ ત્યારે... શાન સતો વસ. ૪ જ્ઞાની સતો વસ નહિ તો પામીશ, બંધ સ્વના અપરાધે, ભગવાન જ્ઞાન અમૃત પીતો તું, રહે સ્વરૂપે સમાધે... જ્ઞાન સતો વસ. ૫
- શાર્દૂલવિક્રીડિત यादृक् तादृगिहास्ति तस्य वशतो यस्य स्वभावो हि यः, कर्तुं नैष कथंचनापि हि परैरन्यादृशः शक्यते । अज्ञानं न कथंचनापि हि भवेत् ज्ञानं भवत् संततं, ज्ञानिन् भुंक्ष्व परापराधजनितो नास्तीह बंधस्तव ।।१५०।।
S ज्ञानिन् कर्म न जातु कर्तुमुचितं किंचित्तथाप्युच्यते, भुंक्ष्वे हंत न जातु मे यदि परं दुर्भुक्त एवास्ति भोः । बंधः स्यादुपभोगतो यदि न तत्किं कामचारोऽस्ति ते, ज्ञानं सन् वस बंधमेष्यपरथा स्वस्यापराधातध्रुवं ।।१५१।।
૭૮૯ :