________________
સમયસાર : આત્મખ્યાતિ
લઈ જાય છે, સર્વ નય આત્મામાં સમાય છે, એટલે એ રીતે પણ સર્વનયથી આત્માનું અષ્ણપણું - અખંડિતપણું છે. આમ સર્વ નયથી અશ્રુષ્ણતાએ કરીને જેનો સકલ વિકલ્પ વ્યાપાર - સમસ્ત વિકલ્પ પ્રવૃત્તિ વિશ્રાંત થયેલ છે, વિરામ પામી ગયેલ છે, તે સમયસાર છે, જ્યાં વિકલ્પની ગતિ નથી એવો વિકલ્પથી પર-અતીત-અતિક્રાંત જે છે તે “સમયસાર” છે. તેની - આત્માની પ્રાપ્તિની - આત્મખ્યાતિની આત્મખ્યાતિ' કર્તાએ દર્શાવેલી સકલ અવિકલ વિધિ આ રહી –
(૧) પ્રથમથી તો “શ્રુતજ્ઞાન અવખંભથી જ્ઞાન સ્વભાવી આત્માને નિશ્ચિત કરે છે... - પ્રથમતઃ શ્રુતજ્ઞાનાવદૃમેન જ્ઞાનસ્વભાવમાત્માનું નિશ્ચિત્ય, અર્થાત્ સૌથી પહેલાં તો શ્રુતજ્ઞાન, - જ્ઞાની પુરુષ સદ્ગુરુ સમીપે શ્રવણ કરેલા શ્રુતજ્ઞાનના પરમ ઉપકારી સમર્થ અવખંભ-ઓથ-આધાર-અવલંબને કરીને અથવા આત્માદિ સત્ તત્ત્વનું પ્રતિપાદન કરતા શબ્દ બ્રહ્મમય દ્રવ્યૠતરૂપ શ્રુતજ્ઞાનના પરમ ઉપકારી બળવાનું અવલંબન-આધારે કરીને જ્ઞાન એ જ જેનો સ્વભાવ છે એવા આત્માનો આત્માર્થી મુમુક્ષુ નિશ્ચય કરે છે.
(૨) પછી જેનો જ્ઞાન સ્વભાવી આત્મા નિશ્ચિત કર્યો, તેવા આત્માની ખ્યાતિ-સિદ્ધિ-પ્રસિદ્ધિને ઈચ્છતો તે મુમુક્ષુ જોગી જન જેવા પ્રકારે આત્મખ્યાતિ થાય એવા સમ્યગુ ઉપાયને સેવવા ઈચ્છે છે. એટલે પ્રગટપણે નિશ્ચય કરીને પરમાર્થ સતપણે આવી આત્મખ્યાતિને અર્થે - ‘વન્તીભવ્યાત’ . આ આત્માર્થી મુમુક્ષુ પરખ્યાતિ હેતુ એવી “અખિલ જ ઈદ્રિય – અનિંદ્રિય બુદ્ધિઓને અવધીરી - અવગણી - ઉપેક્ષી મતિજ્ઞાન તત્ત્વને આત્માભિમુખ કરે છે - “Yરહ્યાતિદેતુનવિતા ક્રિયાનિંદ્રિયવદ્ધીવથી માત્માઈમમુસ્વીકૃતમતિ જ્ઞાનતત્ત્વ:' | - અર્થાત્ પરપુદ્ગલ ભોગ પ્રત્યે ગમન કરતી પંચ ઈદ્રિયજન્ય વિષયાકાર બુદ્ધિરૂપ જે મતિવિશેષો છે તેને અને પરપુગલ ભોગરૂપ પંચ ઈદ્રિય વિષયનું મનન કરતી અનિંદ્રિયજન્ય - મનોજન્ય વિષયવિકારી બુદ્ધિરૂપ જે મતિવિશેષોનું તેનું - તે સર્વને પરભાવ ખ્યાતિના - સિદ્ધિના - પ્રસિદ્ધિના હેતુઓ - કારણો છે એમ અવધારે છે, નિશ્ચયરૂપ દઢ ધારણા કરે છે. એટલે પરખ્યાતિ હેતુરૂપ આ ઈદ્રિય અનિદ્રિય બુદ્ધિઓ ખરેખર ! પોતાની ઈષ્ટ આત્મખ્યાતિને બાધક - પ્રતિઘાતક છે એમ દૃઢપણે અવધારીને, જે આત્મખ્યાતિને અર્થે કટિબદ્ધ થઈ પ્રયત્નશીલ છે, એવો તે સાધક આત્માર્થી મુમુક્ષુ તેવી આત્માર્થ બાધક સમસ્ત ઈદ્રિય - અનિંદ્રિય બુદ્ધિઓને “અવધીરી' - અવગણી - ઉપેક્ષી - તિલાંજલિ આપી, ઈદ્રિય-અનિદ્રિય જન્ય મતિજ્ઞાન ક્ષયોપશમ પ્રમાણે જણવામાં આવતું જે મતિજ્ઞાન તત્ત્વ છે, જેટલો પોતાનો મતિજ્ઞાન ક્ષયોપશમરૂપ આત્મભાવ સર્વસ્વ છે. તેટલો સમસ્ત જ આત્મસન્મુખ કરી દે છે.
ક્ષાયોપથમિક ગુણ સર્વ થયા, તુજ ગુણ રસી રે, સત્તા સાધન શક્તિ વ્યક્તતા ઉલ્લસી રે, હવે સંપૂરણ સિદ્ધ તણી શી વાર રે ? દેવચંદ્ર જિનરાજ પરમ આધાર છે... દીઠો સુવિધિ નિણંદ સમાધિ રસ ભર્યો રે...” - તત્ત્વરંગી મહામુનીશ્વર શ્રી દેવચંદ્રજી
(૩) તેમજ નાનાવિઘાક્ષાવનેનાનેકવિ વૈરાન્નયંતી - શ્રુતજ્ઞાનવૃદ્ધિાચવીર્ય - “નાનાવિધ પક્ષાવલંબનથી અનેક વિકલ્પો વડે આકુલ કરતી શ્રુતજ્ઞાન બુદ્ધિઓને પણ અવધીરી - અવગણી - ઉપેક્ષી શ્રુતજ્ઞાન તત્ત્વને પણ આત્માભિમુખ કરતો' - શ્રુતજ્ઞાનતત્ત્વમથાભાઈમમુવીર્વન તે આત્માર્થી આત્મખ્યાતિ અર્થી પ્રવર્તે છે. અર્થાત્ શ્રુતજ્ઞાનજન્ય વિકલ્પરૂપ જે શ્રુતજ્ઞાન બુદ્ધિઓ છે, નયાત્મક વચન વિકલ્પરૂપ જે શ્રુતજ્ઞાન બુદ્ધિઓ છે, તે નાના પ્રકારના પક્ષના - અપેક્ષાવિશેષોના અવલંબન - ગ્રહણથી આત્માને વિકલ્પો વડે આકુલ કરનારી છે એમ અવધારી - દૃઢ નિશ્ચયથી ધારી, તે શ્રુતજ્ઞાન બુદ્ધિઓને પણ “અવધીરી’ - અવગણી - ઉપેક્ષી આ આત્મખ્યાતિ અર્થી શ્રુતજ્ઞાનક્ષયોપશમરૂપે
૭૦૦