________________
સમયસાર : આત્મખ્યાતિ
તેથી આ સ્થિત છે કે જાન થકી કર્ણત્વ નાશે છે એવો નિશ્ચયસિદ્ધાંત અત્ર (૯૭)મી ગાથામાં મગવાન શાસ્ત્રકારે પ્રતિપાદન કર્યો છે - “આથી જ (અજ્ઞાનથી જ) તે આત્મા કર્તા નિશ્ચયવિદોથી પરિકથિત છે, એમ નિશ્ચયથી જે જાણે છે તે સર્વ કર્તૃત્વ મૂકે છે. આ ગાથાનો ભાવ “વિજ્ઞાનઘન પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ ભગવતી “આત્મખ્યાતિ'માં પોતાની અનન્ય લાક્ષણિક શૈલીમાં વિવરી દેખાડી તેનું તત્ત્વ સર્વસ્વ સમર્પક પરમ અદભત વ્યાખ્યાન કરી, કર્તાપણા - અકર્તાપણાનો સાંગોપાંગ સકલ વૈજ્ઞાનિક અનુક્રમ વિધિ પ્રકાશ્યો છે અને આ લેખકે “અમૃત જ્યોતિ' મહાભાષ્યમાં પરિસ્યુટ વિવેચ્યો છે -
જેથી આ અજ્ઞાનથી પર - આત્માનો એકત્વ વિકલ્પ આત્માનો કરે છે, તેથી આત્મા નિશ્ચયથી કર્તા પ્રતિભાસે છે, પણ જે એમ જાણે છે તે સમસ્ત કર્તૃત્વ ઉત્સર્જે (છોડી ઘે) છે, તેથી તે નિશ્ચયથી અકર્તા પ્રતિભાસે છે, તે આ પ્રકારે : ૯૭) અહીં આ આત્મા ફુટપણે અજ્ઞાની સતો, અજ્ઞાનને લીધે આસંસારપ્રસિદ્ધ મિલિત સ્વાદના સ્વાદનથી મુદ્રિત - ભેદ સંવેદન શક્તિવાળો અનાદિથી જ હોય, તેથી તે પરને અને આત્માને એકત્વથી જાણે છે, તેથી “ક્રોધ હું ઈત્યાદિ વિકલ્પ આત્માનો કરે છે, તેથી નિર્વિકલ્પ અકૃતક એક વિજ્ઞાનઘનથી પ્રભ્રષ્ટ તે વારંવાર અનેક વિકલ્પોથી પરિણમતો કર્તા પ્રતિભાસે છે. (૨) પણ જ્ઞાની સતો જ્ઞાનને લીધે તદાદિ પ્રસિદ્ધયતા પ્રત્યેક સ્વાદના સ્વાદથી ઉન્મુદ્રિત-ભેદ સંવેદન શક્તિવાળો હોય, તેથી કરીને અનાદિનિધન, અનવરત સ્વદમાન નિખિલ રસાંતરથી વિવિક્ત અત્યંત મધુર શૈતન્ય એકરસ આ આત્મા, ભિન્નરસા કષાયો, તેઓની સાથે એકત્વ વિકલ્પકરણ તે અજ્ઞાનથી - એમ નાનાત્વથી (ભિન્નપણાથી) પરને અને આત્માને જાણે છે, તેથી અકતક એક જ્ઞાન જ હું છું - નહિ કે કૃતક અનેક ક્રોધાદિ પણ, એમ “ક્રોધ હું ઈત્યાદિ વિકલ્પ આત્માનો જરા પણ કરતો નથી, તેથી તે સમસ્ત પણ કત્વ ફગાવી ઘે છે, તેથી નિત્યમેવ ઉદાસીન અવસ્થાવાળો તે જાણતો જ બિરાજે છે, તેથી નિર્વિકલ્પ અકૃતક એક વિજ્ઞાનઘનભૂત તે અત્યંત અકર્તા પ્રતિભાસે છે.” ઈ.”
ઉપરમાં “આત્મખ્યાતિમાં ગદ્ય ભાગમાં કર્તૃત્વમૂલ અજ્ઞાન વિવરી દેખાડ્યું, તેની પરિપુષ્ટિ રૂપ સારસમુચ્ચયરૂપ આ અમૃત કળશ (૫૭) અમૃતચંદ્રજીએ લલકાર્યો છે - “જે ખરેખર ! સ્વયં જ્ઞાન હોતાં છતાં અજ્ઞાનથી જ સલુણ - અભ્યવહારકારી જે છે - રાગ કરે છે, તે શ્રીખંડ પીને મધુરાગ્લ (ખટમીઠા) રસની અતિગૃદ્ધિથી ખરેખર ! ગાયનું જાણે રસાલ દૂધ દૂહે છે !' અર્થાતુ તે અજ્ઞાનને લીધે જ સતણાવ્યવહારકારી - તૃણ સાથે અભ્યવહાર - આહાર કરનારો છે. હાથી જેમ સુંદર શુદ્ધ ધાન્ય હોય તેને તૃણ સાથે ભેળવીને - મિશ્ર કરીને ખાય છે, તેમ આ જ્ઞાનમય આત્મા સ્વયં નિશ્ચયથી પ્રગટ શુદ્ધ જ્ઞાન છે છતાં, પોતાના નિજ સ્વરૂપનું ભાન નહિ હોવાથી અજ્ઞાનને લીધે જ રાગાદિ રંગના અનુરંજન સાથે મિશ્રપણે - અશુદ્ધભાવ સહિતપણે અશુદ્ધ અનુભવ કરે છે. આ અજ્ઞાની જીવનું આ સતણાવ્યવહારકારી પણું છોડાવવા પરમાર્થ - મહાકવિ અમૃતચંદ્રજી સુંદર અન્યોક્તિથી કહે છે કે જાણે દધિ-ઈસુ પીને મધુર-અમ્લ ખટમીઠા રસની અતિગૃદ્ધિથી ખરેખર ! ગાયનું રસાલ દૂધ દોહે છે !
આના પછીના અજ્ઞાનની ભારોભાર નિંદા કરતા આ સમયસાર કળશ કાવ્યમાં (૫૮) કેટલાક સુપ્રસિદ્ધ દષ્ટાંતો તાદૃશ્ય આબેહુબ શબ્દચિત્રથી સ્વભાવોક્તિથી આલેખી મહા-પરમાર્થકવીશ્વર અમૃતચંદ્રજી ત્રણ અન્યોક્તિથી જીવોની અજ્ઞાન-નિદ્રા ઉડાડે છે - “અજ્ઞાનથી મૃગતૃષ્ણિકાને જલબુદ્ધિથી પીવાને મૃગો દોડે છે, અજ્ઞાનથી તમસમાં રજુમાં ભુજગાધ્યાસથી (દોરડીમાં) જનો દ્રવે છે - ભાગે છે અને અજ્ઞાનથી વિકલ્પચક્રકરણ થકી વાયુથી ઉત્તરંગ સમુદ્રની જેમ આ (જનો) સ્વયં શુદ્ધ જ્ઞાનમય છતાં આકુલ બની સ્વયં કર્તા થાય છે. અર્થાતુ અજ્ઞાનને લીધે મૃગતૃણિકાને - ઝાંઝવાના જલને જલબુદ્ધિથી મૃગો દોડે છે, અજ્ઞાનને લીધે તમસુ - ઘોર અંધકારમાં રજુમાં - દોરડામાં ભુજગ અધ્યાસથી - સાપ માની બેસવાથી જનો દ્રિવે છે - દડદડ દોડી જાય છે - એકદમ ભાગે છે અને અજ્ઞાનને લીધે વિકલ્પચક્રના - ચક્ર જેવા વિકલ્પ વૃંદના કરણ થકી - કરવા થકી વાયુથી ઉત્તરંગ - ઉંચા ઉછળતા તરંગવાળા અબ્ધિ - સમુદ્રની જેમ આકલ થયેલા આ જનો સ્વયં - પોતે શુદ્ધ જ્ઞાનમય છતાં કર્તારૂપ થાય છે.
૮૨