________________
કર્તાકર્મ પ્રરૂાક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૪૩ અતિક્રાંતપણાને લીધે તેઓને “સમસ્ત નયપક્ષના પરિગ્રહથી દૂરીભૂતપણું' વર્તે છે, અને આ સમસ્ત નયપક્ષના પરિગ્રહથી દૂરીભૂતપણાને લીધે જ તે ભગવાન કેવલી “આ નયપક્ષ મ્હારો” એમ કોઈ પણ નયપક્ષનો મમત્વરૂપ “પરિગ્રહ’ કરતા નથી, “ર ઇંવના િનયપક્ષે પરિવૃતિ’ | -
અર્થાતુ - ભગવાન કેવલીને સતત ઉલ્લસિત સહજ વિમલ સકલ કેવલજ્ઞાન વર્તે છે. આત્માની સાથે જ જન્મેલું – “સહજ' આત્મસ્વભાવભૂત “સહજાત્મસ્વરૂપ” હોવાથી જે સહજ છે, સમસ્ત કર્મમલ વિગત હોવાથી જે “વિમલ' છે, સકલ આવરણના અપગમથી સકલ સંપૂર્ણ અવિકલ સહજત્મસ્વરૂપ પ્રગટ્યાથી સકલ વિશ્વપ્રકાશી હોવાથી જે “સકલ” છે, કેવલ માત્ર એક શુદ્ધ જ્ઞાનમય આત્મભાવ સિવાય બીજો કોઈ ભાવ નહિ હોવાથી જે “કેવલ' છે, અથવા “કેવલ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન” એવી કૈવલ્ય દશા હોવાથી જે કેવલ છે - એવું સતત – નિરંતર અખંડ - અવિચ્છિન્નપણે ઉલ્લસિત - પૂર્ણભાવે પ્રકાશિત સદોદિત કેવલજ્ઞાન ભગવાનું કેવલીને પ્રાદુર્ભત થયું છે. એટલે આવા સતત ઉલ્લસિત નિત્યોદિત કેવલ જ્ઞાનપણાએ કરીને ભગવાન કેવલીનું નિત્ય - સદાય સ્વયમેવ - આપોઆપ જ વિજ્ઞાનઘનપણું' વર્તે છે. જ્યાં પરભાવ - વિભાવનો પરમાણુ માત્ર પણ સમય માત્ર પણ પ્રવેશ પામી શકે એમ નથી એવું અનવકાશ ઘન-નકકર વિજ્ઞાન વિજ્ઞાન ને વિજ્ઞાન જ જ્યાં સર્વ પ્રદેશ પ્રકાશે છે એવું ‘વિજ્ઞાનઘનપણું' નિત્ય સ્વયમેવ વર્તે છે.
(૨) અને આમ ભગવાન્ કેવલીનું નિત્યમેવ વિજ્ઞાનઘનપણું વર્તે છે, તેથી જ તેઓશ્રીનું શ્રુત જ્ઞાનની ભૂમિકાથી અતિક્રાંતપણું - અતીતપણું છે. અર્થાતુ શ્રત જ્ઞાનનું પ્રયોજન તો જ્ઞાનપ્રાપ્તિ માટેનું છે અને આ ભગવાન કેવલી તો ક્ષાયિક એવા કેવલ જ્ઞાનને લીધે ઘન - નકર વિજ્ઞાનમય - વિજ્ઞાનઘન' બની ગયા છે, તો પછી તેમને ક્ષયોપશમ ભાવરૂપ શ્રુતજ્ઞાનનું પ્રયોજન પણ શું રહ્યું ? એટલે જ તેઓ શ્રુતજ્ઞાનની ભૂમિકાથી અતિક્રાંત - પર વર્તે છે.
(૩) અને આમ તેઓનું શ્રુતજ્ઞાનભૂમિકાથી અતિક્રાંતપણું - અતીતપણું વર્તે છે, એટલે જ તેઓ શ્રુતજ્ઞાનના અવયવભૂત – અંગભૂત સમસ્ત નયપક્ષના પરિગ્રહથી દૂરીભૂત – દૂર થઈ ગયેલા હોય છે.
(૪) અને આમ તેઓનું સમસ્ત નયપક્ષના પરિગ્રહથી દૂરીભૂતપણું હોય છે, એટલે જ તેઓ શ્રુત જ્ઞાનના અવયવભૂત - અંગભૂત વ્યવહાર - નિશ્ચય નયપક્ષમાંથી કોઈ પણ નયના પક્ષને પરિગ્રહતા નથી, કોઈ પણ નયનો પક્ષપાત કરતા નથી.
આમ ભગવાન કેવલી શ્રત જ્ઞાનના અવયવભૂત વ્યવહાર - નિશ્ચય બને નયપક્ષનું કેવલ સ્વરૂપ જ જાણે છે. પણ કેવલ શાને કરી નિત્યમેવ સ્વયં વિજ્ઞાનઘનભૂતપણાને લીધે શ્રતજ્ઞાન ભૂમિકાથી પર હોઈ કોઈ પણ નયપક્ષનો પરિગ્રહ કરતા નથી.
એકાંતિકપણું ગ્રહવાનો સ્વછંદ જીવને વિશેષપણે હોય છે અને એકાંતિકપણું ગ્રહવાથી નાસ્તિકપણું
ન થવા માટે આ નયનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, જે સમજવાથી જીવ એકાંતિક પણું ગ્રહતો અટકી મધ્યસ્થ રહે છે અને મધ્યસ્થ રહેવાથી નાસ્તિકતા અવકાશ પામી શકતી નથી.”
નય જે કહેવામાં આવે છે, તે નય પોતે કાંઈ વસ્તુ નથી, પરંતુ વસ્તુનું સ્વરૂપ સમજવા તથા તેની સુપ્રતીત થવા પ્રમાણનો અંશ છે.'
અમુક નથી કહેવામાં આવ્યું ત્યારે બીજા નયથી પ્રતીત થતા ધર્મની અસ્તિ નથી એમ ઠરતું નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર, વ્યાખ્યાનસાર
આમ ભગવાન કેવલી શ્રુતજ્ઞાનના અવયવભૂત વ્યવહાર – નિશ્ચય બન્ને નયપક્ષનું કેવલ સ્વરૂપ જ જાણે છે, પણ કેવલ જ્ઞાને કરી નિત્યમેવ સ્વયં વિજ્ઞાનઘનભૂતપણાને લીધે શ્રુતજ્ઞાન ભૂમિકાથી પર હોઈ કોઈપણ નય પક્ષનો પરિગ્રહ કરતા નથી.
આ જેમ ભગવાન્ કેવલી માટે સારું છે, તેમ ભગવાન્ આત્મજ્ઞાની - ભાવશ્રુતજ્ઞાની - શ્રુત
દ૯૩