________________
સમયસાર : આત્મખ્યાતિ
કર્તા હોય નહિ અને એકના બે કર્મો હોય નહિ અને એકની બે ક્રિયાઓ હોય નહીં, કારણકે એક અનેક ન હોય.' તાત્પર્ય કે - (૧) જડ કર્તા કર્મ ને જડ ક્રિયા જ કરે છે, પણ ચેતન કર્મ ને ચેતન ક્રિયા કરે જ નહીં, (૨) ચેતન કર્તા ચેતન કર્મ ને ચેતન ક્રિયા જ કરે છે, પણ જડ કર્મ ને જડ ક્રિયા કરે જ નહિ. આ ઉપરથી ફલિત થતા બોધની અત્રે આ અમૃત સમયસાર કળશમાં (૫૫) અમૃતચંદ્રજી ઉઘોષણા કરે છે - “આસંસારથી જ અહીં - આ લોકને વિષે મોહીઓનું “પરને હું કરૂં” એવું દુર્વાર મહાઅહંકાર રૂપ તમસું અત્યંત વેગે દોડી રહ્યું છે, તે ભૂતાર્થ પરિગ્રહથી જો એક વાર વિલય પામી જાય તો જ્ઞાનઘન આત્માને અહો ! પુનઃ બંધન શું હોય ખરૂં?' આ અમૃત કળશનો ભાવ આ લેખકે સ્વરચિત “અહમ અનાદિ હારૂં બાળ રે' - એ “અમૃત પદમાં’ ઝીલ્યો છે.
હવે આગલી ગાથાના ભાવનું સૂચન કરતો અમૃત સમયસાર કળશ (૫૬) અમૃતચંદ્રજી સંગીત કરે છે - “આત્મભાવોને આત્મા કરે છે, પરભાવોને સદા પર કરે છે, આત્માના ભાવો નિશ્ચયે આત્મા જ, પરના તે પર જ', આ સિદ્ધાંતનું આ (૮૭)મી ગાથામાં આચાર્યજીએ પ્રતિપાદન કર્યું છે - ‘મિથ્યાત્વ પુનઃ બે પ્રકારનું - જીવ અને અજીવ તેમજ અજ્ઞાન, અવિરતિ, યોગ, મોહ, ક્રોધ આદિક આ ભાવો પણ જીવ - અજીવ એમ બે પ્રકારના છે.” આ સિદ્ધાંતિક વસ્તુનું “આત્મખ્યાતિ'માં મયૂર-મુકુરંદના (દર્પણ) સમર્થ દાંતથી અમૃતચંદ્રજીએ વજલેપ દઢીકરણ કર્યું છે, અને અહીં કોણ જીવ - અજીવ એનો પ્રગટ ભેદ (૮૮)મી ગાથામાં આચાર્યજીએ પ્રકાશ્યો છે . “મિથ્યાત્વ, યોગ, અવિરતિ, અજ્ઞાન - આ અજીવ તે પુદ્ગલ કર્મ અને અજ્ઞાન, અવિરતિ, મિથ્યાત્વ - આ જીવ તે ઉપયોગ.” આનું ઓર સ્પષ્ટીકરણ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ કર્યું છે - “જે નિશ્ચયથી મિથ્યાદર્શન - અજ્ઞાન - અવિરતિ ઈત્યાદિ અજીવ, તે અમૂર્ત એવા ચૈતન્ય પરિણામથી અન્ય એવું મૂર્ત પુદ્ગલ કર્મ છે અને જે મિથ્યાદર્શન - અજ્ઞાન - અવિરતિ ઈત્યાદિ જીવ, તે મૂર્ત એવા પુદગલ કર્મથી અન્ય એવો ચૈતન્ય પરિણામનો વિકાર છે ઈત્યાદિ. આ મિથ્યાદર્શનાદિ ચૈતન્ય પરિણામનો વિકાર ક્યાંથી ? એનો ઉત્તર (૮૯)મી ગાથામાં આચાર્યજીએ પ્રકાશ્યો છે – “ઉપયોગના – મોહયુક્ત એવાના અનાદિ ત્રય પરિણામો - મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ ભાવ જાણવો.” આ ગાથાના ભાવનું “આત્મખ્યાતિ'માં સ્ફટિકની સ્વચ્છતાના અપૂર્વ અદ્ભુત દૃષ્ટાંતથી સમર્થન કરી અમૃતચંદ્રજીએ અદ્ભુત તસ્વપ્રકાશ રેલાવ્યો છે -
સ્વરસથી જ સમસ્ત વસ્તુ સ્વભાવભૂત સ્વરૂપ પરિણામનું સમર્થપણું સતે, ઉપયોગનો ફુટપણે - અનાદિ વવંતરભૂત મોહયુક્તપણાને લીધે - મિથ્યાદર્શન - અજ્ઞાન - અવિરતિ એમ ત્રિવિધ પરિણામ વિકાર છે અને તે તો તેને સ્ફટિકની સ્વચ્છતાની જેમ પરતઃ (પર થકી) પણ પ્રભવતો દેષ્ટ છે : યથા સ્ફટિક સ્વચ્છતાનો - સ્વરૂપ પરિણામ સમર્થપણું સતે, કદાચિતુ નીલ - હરિત - પીત તમાલ - કદલી - કાંચન પાત્ર ઉપાશ્રયના યુક્તપણાને લીધે, નીલ - હરિત - પીત એવો ત્રિવિધ પરિણામ દષ્ટ છે : તથા ઉપયોગનો - અનાદિ મિથ્યાદર્શન - અજ્ઞાન - અવિરતિ સ્વભાવ એવા વવંતરભૂત મોહના યુક્તપણાને લીધે - મિથ્યાદર્શન અજ્ઞાન અવિરતિ એવો ત્રિવિધ પરિણામવિકાર દેખવ્ય (દેખવા યોગ્ય) છે.” ' હવે આત્માનું ત્રિવિધ પરિણામ વિકારનું કર્તત્વ આ (૯૦)મી ગાથામાં આચાર્યજીએ દર્શાવ્યું છે - “અને એઓ (મિથ્યાદર્શનાદિ) સતે, શુદ્ધ નિરંજન ભાવ એવો ઉપયોગ ત્રિવિધ હોય છે, તે ઉપયોગ જે ભાવ કરે છે, તેનો તે કર્તા હોય.” આ ગાથાનો ભાવ “આત્મખ્યાતિ'માં અપૂર્વ તત્ત્વવૈજ્ઞાનિક પ્રક્રિયા વિવરી દેખાડી અમૃતચંદ્રજીએ પ્રસ્ફટ કર્યો છે - “હવે એમ અનાદિ વસ્તૃતરભૂત મોહયુક્તપણાને લીધે આત્મામાં ઉપ્લવી રહેલા મિથ્યાદર્શન - અજ્ઞાન - અવિરતિ ભાવરૂપ આ ત્રિ (ત્રણ) પરિણામ વિકારો નિમિત્તભૂત સતે, આ ઉપયોગ પરમાર્થથી શુદ્ધ નિરંજન અનાદિનિધન વસ્તુ સર્વસ્વભૂત ચિન્માત્રભાવત્વથી એકવિધ છતાં, અશુદ્ધ સાંજન અનેકભાવત્વને આપન્ન થઈ રહેલ ત્રિવિધ થઈ, સ્વયં અજ્ઞાનીભૂત કર્તુત્વને ઉપઢૌકતો વિકારથી પરિણમી, જે જે ભાવ આત્માનો કરે છે, તેનો તેનો નિશ્ચય કરીને ઉપયોગ કર્તા હોય.” ઈ.
હવે આત્માનું ત્રિવિધ પરિણામ વિકારનું કર્તુત્વે સતે પુદ્ગલ દ્રવ્ય સ્વત એવ કર્મત્વ પરિણમે છે
૮૦