________________
કત્તકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૧૬-૧૨૦ તારિખ્ય ચાતું અને તેમ હોતાં તો સંસારનો અભાવ હોય; કારણકે કર્મને લઈને જ ચતુર્ગતિભ્રમણરૂપ સંસારનું પ્રવર્તન છે, એટલે જો કર્મનું પ્રવર્તન ન હોય, તો પછી સંસારનું પ્રવર્તન પણ ક્યાંથી હોય ? મૂર્ત નાસ્તિ સુતો શીવ - મૂળ જ ન હોય તો શાખા ક્યાંથી હોય?
- હવે “જીવ પુદ્ગલ દ્રવ્યને કર્મભાવે પરિણાવે છે', કામણવર્ગણાને કર્મભાવે પરિણાવે છે, તેથી કરીને “સંસારનો અભાવ નથી' એમ જો તર્ક કરો, તો સામો પ્રશ્ન થાય છે કે - શું “સ્વયં” - આપોઆપ અપરિણમતા - ન પરિણમતા પુદ્ગલદ્રવ્યને જીવ કર્મભાવે પરિણાવે ? કે પરિણમતાને ? પ્રથમ પક્ષ જે કહો, તો “સ્વયં” - પોતે પોતાની મેળે અપરિણમતું - ન પરિણમતું પરથી - બીજાથી પરિણાવી શકાય નહિ, કારણકે “નહિ સ્વતગિત શતિઃ હર્તમન્વેત પર્વેત' - સ્વતઃ સ્વ થકી - પોતા થકી અસતી - નહિ હોતી શક્તિ બીજાથી કરી શકાય નહિ અને સ્વયં – પોતે - આપોઆપ પરિણમતું હોય, તે પર-બીજા પરિણાવનારને અપેક્ષે નહિ, અપેક્ષા રાખે નહિ. કારણકે “ર દિ વસ્તુશવત : પરમપેક્ષતે’ - વસ્તુશક્તિઓ પરને અપેક્ષતી નથી. આમ બન્ને પ્રકારે - અપરિણમતા કે પરિણમતા પુદ્ગલ દ્રવ્યને જીવ કર્મભાવે પરિણમાવે એ બનવું અસંભવિત છે.
તેથી ગત્યંતર અભાવથી – બીજી કોઈ ગતિ નહિ હોવાથી પુગલદ્રવ્ય પરિણામસ્વભાવી સ્વયમેવ ભલે હો ! “તતઃ પુત્યુનિદ્રવ્યું પરિણામસ્વમાનં સ્વયમેવાતું' - તેમ હોતાં, “કલશપરિણતા મૃત્તિકા જેમ સ્વયં કલશ' હોય. ઘડા પરિણામે પરિણમેલી માટી જેમ પોતે જ ઘડો હોય, તેમ જડ સ્વભાવી જ્ઞાનાવરણાદિ કર્મપરિણત” તે જ સ્વયં જ્ઞાનાવરણાદિ હોય - જડ સ્વભાવી જ્ઞાનાવરણાદિ કર્મપરિણામે પરિણમેલ તે જ પુદ્ગલદ્રવ્ય સ્વયં – પોતે જ જ્ઞાનાવરણાદિ તે જ પુદ્ગલદ્રવ્ય - સ્વયં પોતે જ જ્ઞાનાવરણાદિ હોય. એમ પુદ્ગલદ્રવ્યનું પરિણામ સ્વભાવપણું સિદ્ધ થયું. અર્થાત્ પરિણામીપણું એ પુદ્ગલ દ્રવ્યનો સ્વભાવ છે, એમ ત્રિકાલાબાધિત નિશ્ચય સિદ્ધાંત સિદ્ધ થયો.
આકૃતિ
કળશ પરિણત
મૃત્તિકા સ્વયં કળશ
જ્ઞાનાવરણાદિ કર્મ પરિણત
જ્ઞાનાવરણાદિ કર્મ સ્વયં જ્ઞાનાવરણાદિ
૩૭.