________________
સમયસાર : આત્મખ્યાતિ
પુદગલમય કલશ કર્મમાં નહિ આહિત કરતો – નહિ મૂકી દેતો તે તત્ત્વથી તેનો કર્તા પ્રતિભાસતો નથી - દીસતો નથી. જેમ આ દૃષ્ટાંત તેમ આ દાતિક છે – પુદ્ગલદ્રવ્યમાં અને પુદ્ગલગુણમાં સ્વરસથી જ – આપોઆપ જ - કોઈની પ્રેરણા વિના “આફડું આડું જ પોતાના રસથી જ વર્તમાન - વર્તી રહેલા એવા પુદ્ગલમય જ્ઞાનાવરણાદિ કર્મમાં આત્મદ્રવ્યને વા આત્મગુણને આત્મા ખરેખર ! નિશ્ચય કરીને નથી આહિત કરતો - નથી મૂકી દેતો. શાને લીધે ? દ્રવ્યાંતર - ગુણોતર સંક્રમના વિહિત કરવાના - વિધાન કરવાના અશક્યપણાને લીધે - ‘દ્રવ્યuiાંતરસંક્રમી વિધાતુHશવરાતિ’ | અને આમ દ્રવ્યાંતર સંક્રમ વિના અન્ય વસ્તુના પરિણાવવાના અશક્યપણાને લીધે, તદુભયને - આત્મદ્રવ્યને ને આત્મગુણને તે પુદ્ગલમય જ્ઞાનાવરણાદિ કર્મમાં નહિ આહિત કરતો - નહિ મૂકી દેતો, તે આત્મા તે પુદ્ગલમય જ્ઞાનાવરણાદિ કર્મનો કર્તા કેમ પ્રતિભાસે વારુ ? તેથી નિશ્ચય કરીને આત્મા પુદ્ગલકર્મોનો અકર્તા સ્થિત છે - સુપ્રતિષ્ઠિત છે. આ કલશકાર - કુંભાર ઉપલક દેખાવ માત્રથી કલશકર્મ કરતો દેખાય છે. પણ આ જે કલશકર્મ છે તે તો મૃત્તિકામય - માટીમય જ છે, એટલે તે “મૃત્તિકા દ્રવ્યમાં ને મૃત્તિકા ગુણમાં સ્વરસથી જ વર્તમાન” છે, દ્રવ્યમૂપિયો: વરસત ઈવ વર્તમાનં - આપોઆપ જ નિજ સ્વભાવથી જ વર્તી રહેલ છે. હવે આનું આ કૃત્તિકામય કલશકર્મ જે બાહ્ય ઉપચારથી કલશકાર કુંભકાર કરે છે, તેમાં આ કલશકાર કાંઈ “આત્માને (પોતાને) વા આત્મગુણને આહિત કરતો નથી” - મૂકી દેતો નથી, માત્માનાભાઈ વાના ત્તે સ રુત્તશાર: - તેની અંદર પોતાને કે પોતાના ગુણને નાંખતો નથી. કારણકે “વસ્તુસ્થિતિથી - દ્રવ્યગુણાંતર સંક્રમનું વસ્તુસ્થિતિથી જ નિષિદ્ધપણું' છે, દ્રવ્યાંતર વા ગુણાંતર સંક્રમના વસ્તુસ્થિતિનું જ નિષેધ કરવામાં આવ્યો છે, એટલે કોઈ દ્રવ્ય કે તેનો ગુણ તેમાંથી ખસીને બીજ દ્રવ્યમાં કે તેના ગુણમાં સંક્રમ (સ્થાનાંતર) પામતો નથી, એવી વસ્તુસ્થિતિની સીમા-મર્યાદા છે અને આમ ‘દ્રવ્યાંતર સંક્રમ સિવાય અન્ય વસ્તુને પરિણાવવાનું અશક્યપણું છે'- અર્થાતુ એક દ્રવ્ય (ને તેનો અંતર્ગત ગુણ) બીજા દ્રવ્યમાં સંક્રમે નહિ, તો પછી તેનાથી અન્ય દ્રવ્યને પરિણાવવાનું અસંભવિતપણું છે. એટલે “તદ્દ ઉભયને નહિ આહિત કરતો' - તે તત્ત્વથી તેનો કર્તા નથી પ્રતિભાસતો; આત્માને વા આત્મગુણને કલશકર્મમાં નહિ સ્થાપિત કરતો - નહિ નાંખતો તે કલશકાર તે કલશ કર્મનો નિશ્ચયથી - પરમાર્થથી કર્તા પ્રતિભાસતો નથી- દેખાતો નથી.
તે જ પ્રકારે - “પુદ્ગલમય જ્ઞાનાવરણાદિ કર્મ છે, તે પુદ્ગલદ્રવ્યમાં ને પુદ્ગલગુણમાં સ્વરસથી જ વર્તમાન છે, પુતિદ્રવ્યપુતિ'TMયો. વરસવ આપોઆપ જ નિજ સ્વભાવથી જ વર્તી રહેલ છે. હવે આવું આ પુદ્ગલમય જ્ઞાનાવરણાદિ કર્મ જે બાહ્ય ઉપચારથી આત્મા કરતો દેખાય છે, તેમાં - તેની અંદર “આત્મા આત્મદ્રવ્યને કે આત્મગુણને આરિત કરતો નથી', આત્મદ્રવ્યમાત્મગુof યાત્મ ન વત્વઘતે સ્થાપિત કરતો નથી, મૂકી દેતો નથી, કારણકે “દ્રવ્ય-ગુણાંતર સંક્રમનું અશક્યપણું છે માટે'. ‘દ્રવ્યાંતરસંક્રમમંતરસ્ય વસ્તુન: પરિપાયિતુમશવચવાતું' - અને આમ દ્રવ્યાંતર સંક્રમ સિવાય અન્ય વસ્તુના પરિણાવવાનું અશક્યપણું છે, અર્થાતુ એક દ્રવ્યના (ને તેના અંતર્ગત - અંતર્નાપિ કરણના) બીજા દ્રવ્યમાં સંક્રમ (Transfer) વિના તેને પરિણાવવાનું અસંભવિતપણું છે, એટલે “તદ્ ઉભયને તેમાં નહિ આહિત કરતો તે તત્ત્વથી તેનો કર્તા કેમ પ્રતિભાસે વારુ ?' - તદુભયને એટલે કે આત્મદ્રવ્યને વા આત્મગુણને તે પુદ્ગલમય જ્ઞાનાવરણાદિ કર્મમાં નહિ મૂકી દેતો - નહીં નાંખતો તે આત્મા તત્ત્વથી - પરમાર્થથી – નિશ્ચયથી તે પુદ્ગલમય જ્ઞાનાવરણાદિ કર્મનો કર્તા કેમ પ્રતિભાસે વારુ ? કેમ દેખાય વારુ ? અર્થાત ન જ પ્રતિભાસે ન જ પ્રતિભાસે, ન જ દેખાય, ન જ દેખાય. તેથી કરીને આ નિશ્ચય સિદ્ધાંત સ્થાપિત થયો કે નિશ્ચય કરીને આત્મા પુદગલકર્મોનો અકર્તા સ્થિત છે.
પર
સ્વ જીવ
પુદ્ગલ
૬૧૬