________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૦૧
पश्यत्येव તેમ શાની આત્મવ્યાપ્યપણે પ્રભવતા आत्मव्याप्यत्वेन प्रभवद् પુદ્ગલદ્રવ્ય પરિણામ નિમિત્ત જ્ઞાનને વ્યાપીને જાણે જ છે - પુત્પાતદ્રવ્યપરિણામ નિમિત્તે જ્ઞાનં વ્યાપ નાનાત્યેવ । અર્થાત્ તે ગોરસાધ્યક્ષ ગોવાળીઓ જે દૂધ-દહીં વગેરે ગોરસ પરિણામોનું ‘દર્શન' કરે છે, તે દર્શન ક્રિયા તેના આત્માથી વ્યાપ્ય વ્યાપકભાવે વ્યાપ્ત છે, એટલે આત્મ વ્યાપ્તપણે ઉપજતા દર્શનને વ્યાપીને માત્ર દેખે જ છે, દેખવા રૂપ દર્શન ક્રિયા જ કરે છે, તેમ જ્ઞાની પણ પુદ્ગલ પરિણામ નિમિત્તે ઉપજતું ‘જ્ઞાન' જે આત્મપરિણામથી વ્યાપ્યપણે ઉદ્ભવે છે, તેને વ્યાપીને જાણે જ છે, જાણવા રૂપ શમિ ક્રિયા જ કરે છે. આમ પુદ્ગલ પરિણામરૂપ જ્ઞાનાવરણની ક્રિયા માત્ર દૃષ્ટાભાવે દેખી રહેલો જ્ઞાની જ્ઞાનનો જ કર્તા હોય. અને એજ પ્રકારે જ્ઞાનાવરણ પદના પરિવર્તનથી જ્ઞાનાવરણપદ બદલીને કર્મસૂત્રના વિભાગ અનુસાર દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર ને અંતરાય એ સાત સૂત્રની અને મોહ-રાગ-દ્વેષ-ક્રોધ-માન-માયા-લોભ-કર્મ-નોકર્મ-મન-વચન-કાય-શ્રોત્ર-ચક્ષુ-ઘ્રાણ-રસન-સ્પર્શન એ સોળ સૂત્રની વ્યાખ્યા અત્ર ચિંતવવા યોગ્ય-વિચારવા યોગ્ય સમજી લેવી; અને એજ દિશા પ્રમાણે શુદ્ધાત્માનુભૂતિથી વિલક્ષણ એવા અસંખ્યેય લોક પ્રદેશ પ્રમાણ અન્ય વિભાવ પરિણામોની વ્યાખ્યા પણ ચિંતવવા યોગ્ય સમજી લેવી. અર્થાત્ દર્શનાવરણાદિ પુદ્ગલ-પરિણામ રૂપ દ્રવ્યકર્મ આત્મા કરતો નથી, ઈત્યાદિ જ્ઞાનાવરણની પેઠે સ્વબુદ્ધિથી યોજી લેવું.
-
આ ઉપરથી એ તાત્પર્ય ફલિત થાય છે કે નિશ્ચયથી આત્મા જ્ઞાનાવરણાદિનો કર્તા નથી, પણ જ્ઞાનનો જ કર્તા છે, એ પરમ તત્ત્વ-પરમાર્થ જે જાણે છે, તે જ્ઞાની તત્ત્વદૃષ્ટિથી ભાવે છે કે - આ જ્ઞાનાવરણાદિ પુદ્ગલ દ્રવ્યના પરિણામ છે, તે હું નથી ને મ્હારૂં સ્વરૂપ નથી. હું તો તેથી ભિન્ન શાયક આત્મા છું, ને શાન એજ હારૂં સ્વરૂપ છે. એટલે આ પુદ્ગલ કર્મ હું કેમ કરૂં ? અને તેના નિમિત્ત રૂપ ઉપયોગની મિલનતા ને યોગની ચંચલતાને કેમ ભજું ? એમ જે તત્ત્વદૃષ્ટિથી ભાવન કરી તથારૂપ આચરણ કરે છે, અર્થાત્ મિથ્યાત્વ-વિષય-કષાય-રાગ-દ્વેષાદિ વિભાવનો પરિત્યાગ કરી નિર્વિકલ્પ સમાધિમાં સ્થિતિ કરે છે, તે વીતરાગ સ્વ સંવેદન-શાની જ ખરેખરો ‘જ્ઞાની' છે, ને તેજ કર્મનો અકર્તા હોય છે, પણ જે આ સૂક્ષ્મ દ્રવ્યાનુયોગને અનુરૂપ તથારૂપ ચારિત્રદશારૂપ આચરણ કરતો નથી ને મોહભાવમાં વર્ત્યા કરે છે, તે તેવા વાચાજ્ઞાનરૂપ કથનરૂપ પરિજ્ઞાનમાત્રથી કાંઈ જ્ઞાની બનતો નથી, પણ માત્ર ‘વાચા જ્ઞાની' વા શુષ્કજ્ઞાની જ હોય છે. આ અંગે પરમતત્ત્વદૈા શ્રીમદ્ રાજચંદ્રજીનું ટંકોત્કીર્ણ મનનીય વચનામૃત છે કે -
“મોહ ભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત;
તે કહિયે જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન.'' - શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧૩૯ ‘‘સમ્યગ્ દર્શનનું મુખ્ય લક્ષણ વીતરાગતા છે અને તેવો અનુભવ છે.’’
//
સ્વ જીવ
પર પુદ્ગલ
poe
શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૨૦૧), ૩૨૪