________________
સમયસાર : આત્મખ્યાતિ
ઘટાદિ બહિર્કર્મ વા ક્રોધાદિ અંતઃકર્મ જે સમસ્ત પણ ‘પરદ્રવ્યાત્મક કર્મ' - પરદ્રવ્યાત્મરું ર્મ - જડ
પુદ્ગલદ્રવ્યમય કર્મ છે, તેને આ આત્મા વ્યાખવ્યાપક ભાવથી તો કરતો જ નથી. વ્યાપવ્યાપભાવેન તાવન્ન રાતિ - કારણકે જો તેમ કરે તો આગલી ગાથામાં
નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ કરે તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ
દર્શાવ્યું તેમ તેને ‘તન્મયપણાનો અનુષંગ' થાય, પરદ્રવ્યરૂપ પુદ્ગલ દ્રવ્યમય બની જવાનો પ્રસંગ પ્રાપ્ત થાય, જે સર્વથા અનિષ્ટ છે. આમ તન્મયપણાના અનુષંગને લીધે આત્મા વ્યાપ્ય વ્યાપકભાવથી તો પરદ્રવ્યાત્મક કર્મ કરતો જ નથી, એટલું જ નહિ પણ ‘નિત્ય કર્તૃત્વના અનુષંગને લીધે નિમિત્ત-નૈમિત્તિક ભાવે પણ કરે નહિ.' - નિમિત્તનૈમિત્તિષ્ઠ ભાવેનાપિ ન તત્ ર્થાત્ । અર્થાત્ આત્મા જો નિમિત્ત નૈમિત્તિક ભાવે પ૨દ્રવ્યાત્મક કર્મ કરે તો તેને નિત્ય કર્તાપણાનો અનુષંગ-(corollary) તદનુસારી પ્રસંગ પ્રાપ્ત થાય, આત્મા નિત્ય જ – સદાકાળ નિમિત્ત બની તે કર્યા જ કરે અને એમ સદાય આત્મા ઘટાદિ કે ક્રોધાદિ કરતો હોય એવું તો દેખાતું નથી ! ને તેવું ઈષ્ટ પણ નથી.
-
ત્યારે પ્રશ્ન થશે કે કર્મનો કર્તા કોણ છે ? તેનો ઉત્તર આપતાં તાત્વિકશેખર અમૃતચંદ્રજી વદે છે કે અનિત્યૌ યોનોપયોવેવ તંત્ર નિમિત્તવેન રિૌ - ‘અનિત્ય એવા યોગ - ઉપયોગ જ ત્યાં નિમિત્તપણે બે કર્તા' છે. અર્થાત્ મન-વચન-કાયાના યોગનિમિત્તે આત્મપ્રદેશનું પમ્પિંદન-ચલન તે યોગ અને આત્માનું શુદ્ધ-અશુદ્ધ ભાવે ઉપયુંજન તે ઉપયોગ, તે બન્ને અનિત્ય છે, સર્વદા અનિત્ય યોગ - ઉપયોગ એ બે નથી હોતા, અને તે જ ઘટાદિ વા ક્રોધાદિ પરદ્રવ્યાત્મક કર્મના જ ત્યાં નિમિત્તપણે કર્તા નિમિત્ત-નૈમિત્તિક ભાવે કર્તા છે; અને આમ આત્માના ચૈતન્યવિકાર પરિણામરૂપ - રાગાદિ વિભાવરૂપ જે ઉપયોગની મલિનતા અશુદ્ધતા છે. તે આત્મવિકલ્પ રૂપ છે અને તે અશુદ્ધ ઉપયોગરૂપ આત્મવિકલ્પને લીધે જે આત્મપ્રદેશ પરિસ્પંદન રૂપ યોગની ચંચલતા ઉપજે છે તે આત્મવ્યાપાર છે. એટલે ગભવિત્ત્વવ્યાપારયો: યોનોપયોયો: - આ આત્મવિકલ્પ - આત્મ વ્યાપાર રૂપ ઉપયોગ - યોગના કદાચિત્ અજ્ઞાને કરીને કરવા થકી આત્મા તેનો કર્તા ભલે હો ! વવિવજ્ઞાનેન વાવાભાવિŕસ્તુ - તો પણ પરદ્રવ્યાત્મક કર્મનો કર્તા તો તે કોઈ પણ રીતે કદી પણ થઈ શકતો જ નથી. કારણકે દ્રવ્યદૃષ્ટિથી કોઈ દ્રવ્ય અન્ય કોઈ દ્રવ્યનો કર્તા નથી, પરંતુ પર્યાયદૃષ્ટિથી કોઈ દ્રવ્યનો પર્યાય ક્વચિત્ કોઈ અન્ય દ્રવ્યના પર્યાયનું નિમિત્ત હોય છે. આ અપેક્ષાએ અન્યનું પરિણામ અન્યના પરિણામનું નિમિત્ત કર્તા કહેવાય છે, પણ પરમાર્થથી તો દ્રવ્ય પોતાના સ્વપરિણામનો જ કર્તા છે, અન્યના પરિણામનો અન્ય દ્રવ્ય કર્તા નથી.
-
તાત્પર્ય કે આત્મા વ્યાખવ્યાપકભાવથી કે નિમિત્તનૈમિત્તિક ભાવથી ઘટાદિ વા ક્રોધાદિ પરદ્રવ્યાત્મક કર્મનો કર્તા નથી, પણ આત્માનો ચંચલ યોગ ને મલિન ઉપયોગ એ બેજ તે કર્મના માત્ર નિમિત્ત-નૈમિત્તિક ભાવે કર્તા છે; અને આ મલિન ઉપયોગ ને તજ્જન્ય ચંચલ યોગ અનુક્રમે આત્મવિકલ્પ - આત્મવ્યાપાર રૂપ હોઈ, આ મિલન - અશુદ્ધ ઉપયોગ ને ચંચલ યોગનો કર્તા આત્મા માત્ર અજ્ઞાનને લીધે જ હોય છે. અજ્ઞાન ટળે ને જ્ઞાન મળે તો તો તે ઉપયોગની મલિનતા ને યોગની ચંચલતાને ત્યજી કેવલ સ્થિર શુદ્ધ ઉપયોગને જ ભજે અને તથારૂપ શુદ્ધ જ્ઞાનદશાસંપન્ન ખરેખરો પારમાર્થિક જ્ઞાની હોય તે તેમજ કરે છે, શુદ્ધોપયોગમય જ હોય છે - કે જે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ચારિત્ર દશાસ્વરૂપ છે. આ અંગે તથારૂપ શુદ્ધ જ્ઞાનદશાસંપન્ન શ્રીમદ્ રાજચંદ્રજીનું સ્વાનુભવસિદ્ધ ટંકોત્કીર્ણ વચનામૃત છે કે –
‘ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઐશ્વર્ય, એ જેમાં સહેજે શમાય છે એવા નિરપેક્ષ અવિષમ ઉપયોગને નમસ્કાર. એ જ ધ્યાન.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૭૮, ૭૩૫
સ્વ
જીવ
-
Fox
પર
પુદ્ગલ