________________
જો ! વધારે કહ્યાથી શું?
ચિન્વયનો પ્રતિભાસ છતાં અધ્યવસાનાદિ પુદ્ગલ સ્વભાવો કેમ ? તેનું સમાધાન અત્ર (૪૫)મી ગાથામાં આચાર્યજીએ પ્રકાશ્યું છે - ‘આઠ પ્રકારનું પણ કર્મ સર્વ પુદ્ગલમય જિનો કહે છે - જે વિપાક પામી રહેલનું ફલ ‘દુઃખ' એમ કહેવાય છે.' આ વસ્તુ ‘આત્મખ્યાતિ’માં અમૃતચંદ્રજીએ સ્ફુટ સમજાવી છે ‘અધ્યવસાનાદિ ભાવોનું નિર્વર્તક (સર્જનકાર - નીપજાવનાર) અષ્ટવિધ પણ કર્મ સમસ્ત જ પુદ્ગલમય છે એમ સ્ફુટપણે સકલજ્ઞની જ્ઞપ્તિ છે અને વિપાકકાષ્ઠાધિરૂઢ તેના ફલપણે જે અભિલપાય છે, તે - અનાકુલત્વ લક્ષણ સૌખ્ય નામના આત્મસ્વભાવથી વિલક્ષણપણાને લીધે - નિશ્ચય કરીને દુઃખ છે, તદંતઃપાતિ જ નિશ્ચયે કરીને આકુલત્વ લક્ષણ અધ્યવસાનાદિ ભાવો છે, તેથી તેઓ ચિન્વયપણાના વિભ્રમે પણ આત્મસ્વભાવો નથી, કિંતુ પુદ્ગલ સ્વભાવો છે.’
=
સમયસાર : આત્મખ્યાતિ
આમ જો અધ્યવસાનાદિ પુદ્ગલ સ્વભાવો છે, તો પછી કેમ જીવત્વથી સૂચિત છે ? એ આશંકાનું (૪૬)મી ગાથામાં સમાધાન કર્યું છે આ સર્વે અધ્યવસાનાદિ ભાવો જીવો છે, એ જિનવરોથી વર્ણવવામાં આવેલ ઉપદેશ તે વ્યવહારનું દર્શન છે.’ આ ગાથાનો ભાવ ‘આત્મખ્યાતિ'માં સ્પષ્ટ વિવર્યો વ્યવહાર વ્યવહા૨ીઓને મ્લેચ્છોને મ્લેચ્છભાષાની જેમ પરમાર્થ પ્રતિપાદપણાને લીધે
***
અપરમાર્થ છતાં - તીર્થપ્રવૃત્તિ નિમિત્તે દર્શાવવો ન્યાય્ય જ (ન્યાયયુક્ત) છે.' ઈ - અત્ર કયા દેષ્ટાંતથી વ્યવહાર પ્રવૃત્ત છે ? તે (૪૭-૪૮) ગાથામાં પ્રકાશ્યું છે રાજા ખરે ! નીકળ્યો' એમ આ બલસમુદયનો (સૈન્ય સમૂહ) આદેશ વ્યવહારથી જ કહેવાય છે, ત્યાં એક રાજા નીકળ્યો છે, એમ જ અધ્યવસાનાદિ અન્ય ભાવોનો ‘જીવ' એવો વ્યવહારમાં સૂત્રમાં કરવામાં આવ્યો છે, ત્યાં નિશ્ચિત એક જીવ છે.’ આ દૃષ્ટાંત ‘આત્મખ્યાતિ’માં સ્પષ્ટ વિવરી દેખાડ્યું છે.
-
–
જો એમ છે તો તે એક ટંકોત્કીર્ણ પરમાર્થજીવ શું લક્ષણવાળો ? એમ પૂછવામાં આવતા આચાર્યજી (૪૯)મી ગાથામાં પ્રકાશે છે અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત, ચેતનાગુણ, અશબ્દ, અલિંગગ્રહણ, અનિર્દિષ્ટ સંસ્થાન એવો જીવ જાણ !' આ ગાથાની અપૂર્વ તાત્ત્વિક મીમાંસા અમૃતચંદ્રજીએ ‘આત્મખ્યાતિ'માં વ્યતિરેક અન્વયથી અદ્ભુત પ્રકાશી છે અને આ લેખકે ‘અમૃત જ્યોતિ' મહાભાષ્યમાં સ્પષ્ટ વિવેચી છે. જીવ - પુદ્ગલનું અદ્ભુત ભેદવિજ્ઞાન કરાવતી આ મહાન્ ગાથા એટલી બધી મહત્ત્વની છે કે શાસ્ત્રકર્તા કુંદકુંદાચાર્યજીએ તેમના ‘પંચાસ્તિકાય’ ‘પ્રવચન સાર' આદિ ઈતર ગ્રંથોમાં તે સૂત્રિત કરી છે અને તે તે ગ્રંથોમાં ભિન્ન ભિન્ન પ્રકારે તેની અપૂર્વ વ્યાખ્યા અનન્ય ટીકાકાર અમૃતચંદ્રાચાર્યજીએ અદ્ભુત રીતે પ્રકાશી છે.
-
=
આ ગાથાના અનુસંધાનમાં ‘આત્મખ્યાતિ'માં અમૃત સમયસાર કળશ (૩૫) અમૃતચંદ્રજીએ લલકાર્યો છે - ‘ચિક્તિરિક્ત' (ચિત્ શક્તિથી રિક્ત - ખાલીખમ - શૂન્ય એવું જે કાંઈ છે તે) સકલ પણ સદા છેવટને માટે એકદમ છોડી દઈ, ચિત્રશક્તિમાત્ર’ સ્ફુટતર ‘સ્વ'ને અવગાહીને, વિશ્વની ઉપરિ ચતા આ ચારુ અનંત એવા પરમાત્માને આત્મામાં સાક્ષાત્ કળો ! (અનુભવો !)'.
અત્રે અમૃતચંદ્રજી આગલી ગાથાના ભાવ સૂચન કરતો અમૃત કળશ (૩૬) સંગીત કર્યો છે. ચિત્ શક્તિથી' વ્યાસ જેનો સર્વસ્વસાર - આ જીવ આટલો જ છે, એથી અતિરિક્ત (જૂદા તરી આવતા) આ (કહેવામાં આવે છે તે) સર્વે જ ભાવો પૌદ્ગલિક છે :- ‘જીવનો નથી વર્ણ, નથી ગંધ, નથી રસ, નથી સ્પર્શ, નથી રૂપ, નથી શરીર, નથી સંસ્થાન, નથી સંહનન, (૨) જીવનો નથી રાગ, નથી દ્વેષ અને નથી મોહ, જીવના નથી પ્રત્યયો, નથી કર્મ અને નથી નોકર્મ, (૩) જીવનો નથી વર્ગ, નથી વર્ગણા અને નથી કોઈ સ્પર્ધકો, નથી અધ્યાત્મ સ્થાનકો અને નથી અનુભાગસ્થાનો, (૪) જીવના નથી કોઈ યોગસ્થાનો, નથી બંધસ્થાનો, નથી ઉદયસ્થાનો અને નથી કોઈ માર્ગણાસ્થાનો, (૫) જીવના નથી સ્થિતિબંધ સ્થાનો, નથી સંક્લેશ સ્થાનો, નથી વિશુદ્ધિ સ્થાનો અને નથી સંયમલબ્ધિ સ્થાનો, (૬) અને જીવના નથી જીવસ્થાનો અને નથી ગુણસ્થાનો - કારણકે આ સર્વેય પુદ્ગલ દ્રવ્યના પરિણામો
૭૨