________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૫૮
છે, હેરાન હેરાન-દુઃખી દુઃખી થાય છે. કારણકે પોતે શુદ્ધ જ્ઞાનમય છતાં વિકલ્પાકુલ જીવો ક્ષોભ પામી વિકલ્પચક્રના કરવા થકી ખળભળી ઉઠી, કર્તા બને છે અને તેથી આમ વિકલ્પચક્રના ઘૂમવાથી ભવચક્ર ધૂમાવાય છે, ને જીવ 'આકુલ' - દુઃખી થાય છે. માટે આ પરથી'અન્યોક્તિ - ૩ વિકલ્પાકુલ આત્માઓ ! તમે પોતે શુદ્ધ જ્ઞાનમય છો, શાંત નિસ્તરંગ સમુદ્રની જેમ શાંત નિસ્તરંગ શુદ્ધ ચૈતન્યસાગર છો, છતાં વિકલ્પના તરંગોથી ક્ષોભ પામી શાને આકુલ થાઓ છો ? હાથે કરીને શાને હેરાન હેરાન - દુઃખી દુઃખી બનો છો ? વિકલ્પચક્રના દુમક્રમાં પડી શાને ભવચક્રમાં ઘૂમો છો શાંત નિસ્તરંગ સમુદ્ર જેમ તમારૂં અનાકુલ પરમ સુખમય જ્ઞાનસ્વરૂપ છે, તેને ભજો. ઈત્યાદિ ભાવ અત્ર ઘટાવી શકાય છે.*
ડ
આવા આ ભાવપૂર્ણ કળશનો ભાવ ઝીંલી બનારસીદાસજી વદે છે - જેમ મહાધૂપની ભારી આકરા તડકાની તમિમાં - તાપમાં તરસ્યો થયેલો મૃગ ભ્રમથી મિથ્યાજલ - ઝાંઝવાનાં પાણી પીવાને દોડે છે, જેમ અંધકારમાં દોરડી દેખીને પુરુષ ભ્રમથી સર્પ માની ડરથી દોડી આવે છે, પોતાના સ્વભાવે સદા સુસ્થિર સાગર જેમ પવનના સંયોગથી ઉછળીને અકળાય છે - આકુલ થાય છે, તેમ સહજ સ્વરૂપે જીવ જડથી અવ્યાપક છે - જડમાં વ્યાપક નથી, પણ ભ્રમથી કર્મનો કર્તા કહેવાયો છે - ‘તૈમૈં જીવ જડ સૌં અવ્યાપક સહજ રૂપ, ભરમ સૌં કરમકી કરતા કહાૌ હૈ.' જૈસ મહા ધૂપકી તપતિ મૈં તિસાૌ મૃગ, ભરમ સૌ મિથ્યાજલ પીવનૌં ધાર્યો હૈ, જૈન્સ અંધકાર માંહિ જેવરી નિરખી નર, ભરમસી કરપિ સ૨૫ માનિ આયો છે, અપમૈં સુભાવ જૈસૈ સાગર સુષિર સદા, પવન-સંજોગ સૌ ઉછર અકુલાર્થી 1, તૈમૈં જીવ જડસાઁ અવ્યાપક સહજ રૂપ, ભરમસૌં કરમકી કરતા કહાર્યો હૈ.''
- શ્રી બનારસીદાસજી કૃત સ.સા.ના કર્તા, કર્મ અ. ૧૪
૫૯૧