________________
સમયસાર : આત્મખ્યાતિ
મુખ્યપણે રસાધિરાજ પરમશાંતરસનું પ્રાધાન્ય છે. નાટકના ગ્રખ્ય-સર્જન જેમ કોઈ તત્ વસ્તુના જાણકાર તા મહાકવિ - બ્રહ્મા હોય, તેમ આ અંતરંગ નાટકના ગ્રાસર્જક અધ્યાત્મ વસ્તુના જાણકાર તજજ્ઞ પરમબ્રહ્મવેત્તા પરમર્ષિ શાસ્ત્રકાર પરમર્ષિ “આત્મખ્યાતિ'કાર મહાકવિ પરંબ્રહ્મ બ્રહ્મા છે.
નવ તત્ત્વના નવ અંકો જેમાં છે એવા આ નવાંકી અધ્યાત્મ નાટકનો આ પૂર્વરંગ સમાપ્ત થયો. નાટકમાં જેમ પ્રથમ સૂત્રધાર નાટકના પ્રવેશકરૂપ પૂર્વરંગ રજુ કરે છે, તેમ મહાકવિ-બ્રહ્મા કુંદકુંદજીએ પ્રણીત કરેલા સમયસાર અધ્યાત્મ નાટકના સૂત્રધાર સમા “આત્મખ્યાતિ' સૂત્રકાર મહાકવિ બ્રહ્મા અમૃતચંદ્રજીએ એક આત્માનું સૂત્ર જ્યાં સંતાનિત છે એવી એકસૂત્રમય “આત્મખ્યાતિ’ વ્યાખ્યાથી ઓર બહલાવેલો આ સમયસાર નાટકનો પૂર્વરંગ પ્રણીત કર્યો અને અત્રે નાટકના તઝા પર મોહનો પડદો દૂર હઠાવીને ભગવાન અવબોધસિંધુ - જ્ઞાનસિંધુ આત્માનું પાત્ર સમયસાર નાટક કળશકાવ્યના દિવ્ય ધ્વનિથી આ અધ્યાત્મ રંગભૂમિ પ્રગટ ખડું થયું અને તે ભગવાન જ્ઞાનસિંધુ આત્માના લો૫યત ઉછળતાં શાંતસુધારસમાં નિમજ્જન કરવાનું આ મહાનાટ્યકાર મહાકવીશ્વરે સર્વ કોઈને પ્રેમ આમંત્રણ આપ્યું. - પરમર્ષિ કુંદકુંદાચાર્ય કૃત આ સમયસાર પ્રાભૃતની અપૂર્વ આત્મખ્યાતિ વ્યાખ્યાની અપૂર્વ તત્ત્વકળાથી ગૂંથણી કરતાં મહાનિર્ગથ મુનીશ્વર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીને તેના ગદ્યભાગ માત્રથી સંતોષ ન થતાં, તેમનો આત્માનંદ અમૃતરસ એટલો બધો ઉભરાયો કે તે પરમ અમૃતરસ સંભૂત “સુવર્ણ કળશમય કવિતાની અમૃતસરિતા રૂપ પ્રવહ્યો. દિવ્ય અધ્યાત્મ ગગનમાં અતિ અતિ ઊર્ધ્વ ભૂમિકાએ ઉડનારા આ પરમહંસ મહાનાટ્યકાર અમૃતચંદ્રજી મહાકવિએ, ગગન ગામિની કલ્પનાથી આ સમયસારને પોતાની વિશિષ્ટ સમયસાર નાટક કળશની દિવ્ય સૃષ્ટિથી અલૌકિક અનુપમ અદ્ભુત નાટકનું વ્યવસ્થિત રૂપ આપ્યું. આત્માને શુદ્ધ ચેતનાના શાંતસુધારસમાં રમણ કરાવતું તે જાણે ‘બેપુ નાટક્યું ” - કાવ્યોને વિષે નાટક રમ્ય છે એ ઉક્તિને ચરિતાર્થ કરતું હોયની ! અને એટલે જ આત્મરમણતામાં રમણ કરાવવા સમર્થ આવા દિવ્ય નાટકના અનુપમ સ્રષ્ટા પરંબ્રહ્મ સ્વરૂપ આ બન્ને આત્મારામી મહાકવિ-બ્રહ્માઓની આ દિવ્ય કાવ્યસૃષ્ટિ દેખી સાનંદાશ્ચર્ય અનુભવતા સહૃદય દ્રષ્ટા મુમુક્ષુ આત્માર્થીજન પદે પદે આફ્રીન પોકારે છે કે – જય કુંદકુંદ ! જય અમૃતચંદ્ર !
| ઈતિ પૂર્વરંગ
૭૦