________________
સમયસાર : આત્મખ્યાતિ
છે. આ ગાથાના ભાવને પરમતત્ત્વદા અમૃતચંદ્રાચાર્યજીએ અનન્ય લાક્ષણિક શૈલીથી મહાગ્રંથાર્થગંભીર સૂત્રાત્મક એક જ સળંગ વાક્યમાં “આત્મખ્યાતિમાં વિવરી દેખાડ્યો છે -
“સ્વરસથી વિજૂભિત (ઉલ્લસિત) અનિવારિત પ્રસરવાળી વિશ્વઘમ્મર (વિશ્વગ્રાસી) પ્રચંડ ચિન્માત્ર શક્તિ વડે કવલિતપણાએ કરીને જાણે અત્યંત અંતર્મગ્ન હોય, એમ આત્મામાં પ્રકાશમાન એવા આ ધર્મ - અધર્મ - આકાશ - કાલ - પુદ્ગલ - જીવાંતરો ખરેખર ! ટપણે મહારા છે જ નહિ, - કારણકે ટંકોત્કીર્ણ એક શાયક સ્વભાવપણાએ કરીને તત્ત્વથી અંતસ્તત્ત્વની તદતિરિક્ત (તેનાથી જુદી) સ્વભાવતાથી તે ધર્માદિનું તત્ત્વથી બહિસ્ તત્ત્વરૂપતા પરિત્યજવાનું અશક્યપણું છે. માટે, પણ આ છે કે - સ્વયમેવ નિત્યમેવ ઉપયુક્ત (ઉપયોગવંત) એવો તત્ત્વતઃ એવ એક અનાકુલ આત્માને કળતો (અનુભવતો) ભગવાન આત્મા એવ અવબોધાય છે, કારણકે પ્રગટપણે હું નિશ્ચયથી એક છું, તેથી સંવેદ્ય - સંવેદક ભાવમાત્રથી ઉપજેલ ઈતરેતર સંવલનમાં (અન્યોન્ય ઓતપ્રોત સંમિશ્રણમાં) પણ, પરિસ્ફટ સ્વદાતી સ્વાદભેદતાએ કરીને ધર્મ - અધર્મ - આકાશ - કાલ - પુદગલ - જીવાંતરો પ્રતિ હું નિર્મમત્વ છું - કારણકે સર્વદા જ આત્મએકત્વગતપણે સમયનું એમ જ સ્થિતપણું છે માટે - એવા પ્રકારે આમ જોયભાવનો વિવેક થઈ ગયો.” આ તત્ત્વસર્વસ્વ સમર્પક અદ્ભુત “આત્મખ્યાતિ નો પરમાર્થ - આશય આ લેખકે “અમૃત જ્યોતિ' મહાભાષ્યમાં પરિફુટપણે વિવેચ્યો છે.
આ ઉપરમાં “આત્મખ્યાતિ'ના ગદ્ય ભાગમાં વિવરીને દર્શાવ્યું તેના સમર્થનમાં પરિપુષ્ટિ અર્થે મહાગીતાર્થ આત્મારામ આચાર્યવર્ય અમૃતચંદ્રજીએ ઉપસંહારરૂપ આ અમૃત કળશ (૩૧) અપૂર્વ આત્મભાવોલ્લાસથી સંગીત કર્યો છે - “એવા પ્રકારે અન્ય ભાવો સાથે વિવેક થયે સતે સ્વયં એક આત્માને ધારતો આ ઉપયોગ, પ્રકટિત-પરમાર્થ એવા દર્શન-જ્ઞાન-વૃત્તથી જેણે પરિણતિ કરી છે, એવો આત્મારામ જ પ્રવૃત્ત થયો.” અર્થાત એવા પ્રકારે સર્વ અન્ય ભાવો સાથે વિવેક ઉપજ્યો, એટલે આ ઉપયોગ સ્વયં - આપોઆપ જ એક આત્માને ધારણ કરી રહ્યો – ઉપયોગ આત્મામય થયો. આત્માકાર બન્યો, એટલે પરમાર્થ જેણે “પ્રકટિત' - પ્રકટ કરેલો છે એવા દર્શન - જ્ઞાન - વૃત્તથી પરિણતિ કરી છે, એવો તે ઉપયોગ આત્મારામ જ પ્રવૃત્ત થયો. અર્થાત્ આત્મા એ જ દર્શન, આત્મા એ જ જ્ઞાન, આત્મા વૃત્ત - જ્ઞાન - દર્શન - આત્મસ્વભાવમાં વર્તવા રૂપ ચરિત્ર, એમ પરમાર્થથી દર્શન - જ્ઞાન - ચારિત્રનું - અભેદપણું થયું, આત્મા આત્માને જ દેખતો જાણતો સતો આત્મામાં જ વર્તી રહ્યો. આમ તે આત્મામાં જ વિશ્રાંત થયેલો આત્મામાં જ આરામ કરતો “આત્મારામ” જ પ્રવૃત્ત થયો. - હવે એમ “દર્શન - જ્ઞાન - ચારિત્ર પરિણત એવા આત્માને કેવુંક સ્વરૂપ સંચેતન' હોય છે, તે અત્ર (૩૮)મી અમૃત ગાથામાં શાસ્ત્રકાર ભગવાન પરમર્ષિ કુંદકુંદાચાર્યજી પ્રકાશે છે - “હું એક નિશ્ચયથી શુદ્ધ, દર્શન - જ્ઞાનમય, સદા અરૂપી છું, અન્ય કંઈ પણ પરમાણુ માત્ર પણ હારૂં છે નહિ.” આ ગાથાનું અપૂર્વ વ્યાખ્યાન આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રાચાર્યજીએ પ્રકાશ્ય છે -
“જે - ફુટપણે નિશ્ચય કરીને - અનાદિ મોહઉન્મત્તતાથી અત્યંત અપ્રતિબુદ્ધ સતો, નિર્વિણ (ખેદ પામેલા) ગરુથી અનવરતપણે પ્રતિબોધવામાં આવી રહેલો કેમે કરીને પ્રતિબદ્ધ થઈ. નિ
હેલો કેમ કરીને પ્રતિબદ્ધ થઈ, નિજ કરતલમાં વિન્યસ્ત (મૂકાયેલ) છતાં વિસ્તૃત સુવર્ણના અવલોકન ન્યાયે, પરમેશ્વર આત્માને જાણી શ્રદ્ધી અને સમ્યક અનુચરી એક આત્મારામ થઈ ગયો, તે ખરેખર ! નિશ્ચયે કરીને -
(૧) સમસ્ત ક્રમ - અક્રમે પ્રવર્તી રહેલા વ્યાવહારિક ભાવોથી ચિન્માત્રકારથી અભિમાન પણાને લીધે એક,
(૨) નર - નારકાદિ જીવ વિશેષ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ - એ લક્ષણવાળા વ્યાવહારિક નવ તત્ત્વોથી ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવભાવે કરીને અત્યંત વિવિક્તપણાને લીધે શુદ્ધ,
(૪) ચિન્માત્રતાથી સામાન્ય - વિશેષ ઉપયોગત્મકતાના અનતિક્રમણને લીધે દર્શન-જ્ઞાનમય.