________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૮૯
યોગે ઉપયોગનો
તે જ પ્રકારે સ્વચ્છતા-નિર્મલતા-શુદ્ધતા એ ઉપયોગમય આત્માનું સહજ સ્વાભાવિક સ્વરૂપ છે. આ શુદ્ધતા રૂપ સહજાત્મસ્વરૂપ પરિણામે સ્વરસથી જ આપોઆપ પરિણમવાનું પરવસ્તુરૂપ અનાદિ મોહ ઉપાધિઉપયોગનું સમર્થપણું છે જ છતાં, ઉપાધિરૂપ અનાદિ વસ્તૃતરભૂત મોહના યુક્તપણાને લીધે આ ઉપયોગનો ત્રિવિધ વિકાર પરિણામ દેખવો યોગ્ય છે. ત્રિવિધ પરિણામ વિકાર અર્થાત્ મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિ સ્વભાવરૂપ પરવસ્તુભૂત અનાદિ મોહ છે મિથ્યાદર્શનાદિ ત્રિવિધ પરિણામવાળો પુદ્ગલ કર્મરૂપ મોહ છે - તે ત્રિવિધ-ત્રિપાંખિયા મોહના સંયુક્તપણાને લીધે સ્વભાવે નિર્મલ-શુદ્ધ એવા ઉપયોગનો પણ મિથ્યાદર્શનાદિત્રિવિધ-ત્રિપાંખિયો પરિણામ વિકાર હોય છે; એટલે કે પુદ્ગલ કર્મરૂપ અનાદિ મોહ ઉપાધિના નિમિત્તે ઉપયોગનો ત્રણ પ્રકારનો પરિણામવિકાર હોય છે મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ.
મિ.દ.
મોહ અજ્ઞાન અવિરતિ
પરવસ્તુભૂત
આકૃતિ
ઉપયોગ સમોહ
૫૫૩
=
=
મિથ્યાદર્શન
આ ઉપરથી ભેદાભ્યાસ ભાવના આ પ્રકારે ભાવવા યોગ્ય છે કે અનાદિ કાળથી આ જીવને મોહરૂપ પરભાવનો સંયોગ થયેલો છે, અને તેના નિમિત્તે કરી સ્વભાવે ભેદાભ્યાસ ભાવના : નિર્મલ એવો આ જીવ મિથ્યાદર્શનાદિ મલિન ભાવે વિભાવ પરિણામે મોહરૂપ પરભાવ-વિભાવથી વિકાર પરિણામે પરિણમી રહ્યો છે. આમાં પુદ્ગલ કર્મમય પરભાવ રૂપ જે ઉપયોગની ભિન્નતા મોહ છે તે તો પરવસ્તુરૂપ હોઈ આત્માથી પ્રગટપણે પર જ છે, ભિન્ન જ છે, અને જે વિભાવરૂપ મોહ છે તે પણ પરઉપાધિના નિમિત્તે ઉપજેલો ચેતનનો વિકાર પરિણામ છે, એટલે તે ઔપાધિક ભાવ પણ આત્માના મૂળ શુદ્ધ સહજ સહજાત્મસ્વરૂપ સ્વભાવથી અન્ય - પર છે, ભિન્ન છે. પર ઉપાધિના નિમિત્તે સ્ફટિકમાં પડતી ઝાંઈથી સ્ફટિકની મૂળ અસલ નિર્મલતા કાંઈ ચાલી જતી નથી કાંઈ બાધા પામતી નથી, તેમ અન્ય સંયોગરૂપ ઉપાધિ નિમિત્તે આત્માના ઉપયોગમાં પડતી વિભાવ છાયાથી આત્માની મૂળ અસલ નિર્મલતા-શુદ્ધ સ્વભાવતા કાંઈ ચાલી જતી નથી કાંઈ બાધા પામતી નથી. પરભાવના નિમિત્તે ઉપજતી વર્ણછાયા દૂર થઈ કે સ્ફટિક સ્વચ્છ સ્વરૂપે સ્થિત જ છે, તેમ પરભાવ નિમિત્તે ઉપજતી વિભાવછાયા ટળી કે આત્મા શુદ્ધ સહજાત્મસ્વરૂપ સ્વભાવે અવસ્થિત જ છે. માટે પરભાવના નિમિત્તે ઉપજતા આગંતુક ઔપાધિક ભાવરૂપ વિભાવ સાથે પણ આત્માનું મૂળ સ્વરૂપે તાદાત્મ્ય નથી. આમ પરભાવ-વિભાવથી આત્માનું ભિન્નપણું ભાવન કરી, પરભાવનું નિમિત્ત પામી વિભાવ ભાવે ન જ પરિણમવું અને મૂળ શુદ્ધ સહજાત્મસ્વરૂપ આત્મસ્વભાવનું જ ભાવન કર્યા કરવું અને તેમાં જ સ્થિતિ રૂપ રમણ કર્યા કરવું એ જ ખરેખરા મુમુક્ષુ આત્માર્થીનું કર્તવ્ય છે.
-
અજ્ઞાન
અવિરતિ
-