________________
સમયસાર : આત્મખ્યાતિ
પરિહારથી દ્વિતીય નિશ્ચય સ્તુતિ પ્રકાશે છે - “જે મોહને જીતીને જ્ઞાનસ્વભાવથી અધિક એવા આત્માને જાણે છે, તેને “જિતમોહ' સાધુ પરમાર્થ વિજ્ઞાયકો કહે છે' અને (૩૩)મી ગાથામાં ભાવ્ય - ભાવક ભાવના અભાવથી તૃતીય નિશ્ચય સ્તુતિ પ્રકાશે છે – “જિતમોહ સાધુનો ક્ષીણ મોહ જ્યારે હોય, ત્યારે નિશ્ચય કરીને તે નિશ્ચયવિદોથી “ક્ષીણમોહ' કહેવાય છે. આ ત્રણે ગાથાનું તલસ્પર્શી વિવરણ આત્મખ્યાતિ'માં પ્રકાડ્યું છે અને આ લેખકે “અમૃત જ્યોતિ’ મહાભાષ્યમાં પરિફુટ વિવર્યું છે.
આમ ઉપરમાં જે બધું અપ્રતિબુદ્દે ૨૬મી ગાથા આશંકા કરી તે નિવારણ માટે ૨૭ થી ૩૩ ગાથા આચાર્યજીએ પ્રકાશી, તેનું સવિસ્તર વ્યાખ્યાન “આત્મખ્યાતિના ગદ્ય ભાગમાં સુસ્પષ્ટ વિવરીને કહ્યું, તેના સારસમુચ્ચયરૂપ બે અમૃત સમયસાર કળશ (૨૭-૨૮) અમૃતચંદ્રજી સંગીત કરે છે - (૧) કાયા અને આત્માનું એકત્વ વ્યવહારથી છે, પણ નિશ્ચયથી નથી, શરીરની સ્તુતિથી પુરુષનું સ્તોત્ર વ્યવહારથી, પણ તે તત્ત્વથી નથી, ચિતનું નિશ્ચયથી સ્તોત્ર ચિતુ સ્તુતિથી જ હોય છે અને તે ચિતુ. સ્તુતિ એમ (ઉક્ત પ્રકારે) હોય છે, એટલા માટે તીર્થકર સ્તવના ઉત્તરના બલથી આત્મા અને દેહનું એકત્વ નથી. (૨) “એવા પ્રકારે જેને તત્ત્વ પરિચિત છે એવાઓથી (તત્ત્વવિજ્ઞાની આત્માનુભવી પુરુષોથી) આત્મા અને કાયાની એકતા નવિભજનની (નયનો વિભાગ પાડવાની) યુક્તિથી અત્યંત ઉચ્છાદિત થતાં - ઉઘાડી પડાતાં, સ્વરસના આવેગથી કુષ્ટ - ખેંચાયેલો એવો પ્રસ્તુટતો બોધ એક જ આજે કોને બોધમાં જ અવતરતો નથી ?' અર્થાતુ આવું તેવા સ્પષ્ટ પ્રગટ ભેદજ્ઞાનવાળું તત્ત્વ વિજ્ઞાન પ્રતિપાદન કરવામાં આવ્યું, સ્વરસના આવેગથી આપોઆપ જ ખેંચાઈ બોધ પ્રફુટ થાય છે અને બોધ બોધમાં જ' - જ્ઞાનમાં જ અવતરે છે - ઉતરે છે, એટલે આત્મા પ્રતિબદ્ધ થાય જ છે. આમ અપ્રતિબદ્ધની ઉક્તિનો નિરાસ (નિરાકરણ) કરવામાં આવ્યો.
હવે (૩૪)મી ગાથાનું પરમ ભાવવાહી અવતરણ કરતું વિશિષ્ટ ઉત્થાનિકા સૂત્ર અપૂર્વ તત્ત્વકળાથી ગૂંથતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી પ્રકાશે છે - “એમ અનાદિ મોહસંતાનથી નિરૂપિત એવી આત્મા - શરીર એકત્વ સંસ્કારતાએ કરીને અત્યંત અપ્રતિબદ્ધ છતાં, પ્રબલપણે ઉલ્લસિત થઈ છે તત્ત્વજ્ઞાન
જ્યોતિ જેની એવો. આ નેત્રવિકારીની જેમ પટલ પ્રકટ ઉઘાડાઈ ગયા છે એવો, ઝટ લઈને પ્રતિબદ્ધ થયેલો સાક્ષાત દૃષ્ણ એવા સ્વને સ્વયમેવ નિશ્ચય કરીને વિશેષે કરી જાણીને અને શ્રદ્ધીને અને તેને જ અનુચરવાનો કામી સતો, સ્વ આત્મારામ એવા આને (આત્માને) અન્ય દ્રવ્યોનું પ્રત્યાખ્યાન શું હોય ? એમ પૂછતાં આમ કહેવા યોગ્ય છે – “કારણકે સર્વ ભાવોને “પર” એમ જાણીને પચ્ચખે છે (ત્યજે છે), તેથી પ્રત્યાખ્યાન જ્ઞાન નિયમથી જાણવું.' આ ગાથાની અદભુત વ્યાખ્યા અમૃતચંદ્રાચાર્યજીએ “આત્મખ્યાતિ'માં પ્રકાશી છે - “કારણકે દ્રવ્યાંતર સ્વભાવભાવી અન્ય અખિલ જ ભાવોને ભગવત જ્ઞાતૃદ્રવ્ય સ્વસ્વભાવ ભાવની અવ્યાપ્યતાથી પરત્વથી જાણીને પચ્ચખે છે (ત્યાગે છે). તેથી જે જ પૂર્વે જાણે છે, તે જ પછી પચ્ચખે છે - નહિ કે અન્ય, એમ આત્મામાં નિશ્ચિત કરી, પ્રત્યાખ્યાન સમયે પ્રત્યાખ્યય ઉપાધિમાત્રથી પ્રવર્તિત એવું કર્તૃત્વનું વ્યપદેશપણું છતાં - પરમાર્થથી અવ્યપદેશ જ્ઞાનસ્વભાવથી અપ્રચ્યવનને લીધે – પ્રત્યાખ્યાન જ્ઞાન જ એમ અનુભવવું યોગ્ય છે.”
હવે શાતાના પ્રત્યાખ્યાનમાં કયું દૃષ્ટાંત છે ? તે આ (૩૫) મી ગાથામાં પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ પ્રકાશ્ય છે - “જેમ ખરેખર ! ફુટપણે કોઈ પણ પુરુષ “આ પરદ્રવ્ય છે” એમ જાણીને ત્યજી દે છે, તેમ સર્વ પરભાવોને જાણીને જ્ઞાની મૂકી દે છે.” આ દાંતને “આત્મખ્યાતિ'માં બહલાવી પરમાર્થ મહાકવીશ્વર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પોતાની અનન્ય લાક્ષણિક શૈલીમાં તાદેશ્ય શબ્દચિત્ર આલેખતી સ્વભાવોક્તિથી સાંગોપાંગ સંપૂર્ણ અપૂર્વ બિંબપ્રતિબિબભાવે વિવરી દેખાડ્યું છે - “જેમ નિશ્ચય કરીને કોઈ પુરુષ સંભ્રાંતિથી ધોબી પાસેથી પારકું વસ્ત્ર લઈ આવીને આત્મીય પ્રતિપત્તિથી (પોતાનું માની) પરિધાન કરી શયન કરી રહ્યો છે, તે સ્વયં (પોતે) અજ્ઞાની હોઈ અન્યથી તેનો અંચલ (ડો) પકડીને બલથી નગ્ન કરવામાં આવતો સતો, “ઝટ પ્રતિબુદ્ધ જાગૃત) થા ! પરિવર્તિત થયેલું આ મહાકું વસ્ત્ર આપી દે !' - એમ અનેકવાર વાક્ય શ્રવણ કરતાં, અખિલ ચિહ્નોથી સારી પેઠે પરીક્ષા
૬૬