________________
સમયસાર : આત્મખ્યાતિ
તો તેવી વાતોથી પુરુષાર્થહીન ન થવું. સત્સંગ અને સત્ય સાધન વિના કોઈ કાળે પણ કલ્યાણ થાય નહીં. જે પોતાની મેળે કલ્યાણ થતું હોય તો માટીમાંથી ઘડો થવો સંભવે. લાખ વર્ષ થાય તો પણ ઘડો થાય નહીં. તેમ ઉપાદાનકારણ વિના કલ્યાણ થાય નહીં. તીર્થંકરનો યોગ થયો હશે એમ શાસ્ત્રવચન છે છતાં કલ્યાણ થયું નથી તેનું કારણ પુરુષાર્થરહિતપણાનું છે. પૂર્વે તેમને જ્ઞાની મળ્યા હતા છતાં પુરુષાર્થ વિના જેમ તે યોગ નિષ્ફળ ગયા, તેમ જ્ઞાનીયોગ મળ્યો છે ને પુરુષાર્થ નહીં કરો તો આ યોગ પણ નિષ્ફળ જશે. માટે પુરુષાર્થ કરવો અને તો જ કલ્યાણ થશે. ઉપાદાન કારણ શ્રેષ્ઠ છે.
એમ નિશ્ચય કરવો કે સત્પષના કારણ-નિમિત્તથી અનંત જીવ તરી ગયા છે. કારણ વિના કોઈ જીવ તરે નહીં. અશોચ્યા કેવલીને પણ આગળ પાછળ તેવો યોગ પ્રાપ્ત થયો હશે. સત્સંગ વિના આખું જગત ડૂબી ગયું છે !'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૩, ૯૫૭ (ઉપદેશ છાયા)
સ્વ જીવ
પર પુગલ
૫૨૬