________________
સમયસાર : આત્મખ્યાતિ
-
જાણતો અસંમૂઢ કરતો નથી.' - આ અદ્ભુત ગાથાઓના ભાવ ‘આત્મખ્યાતિ'માં અદ્ભુત ચમત્કારિક રીતે અમૃતચંદ્રાચાર્યજીએ અગ્નિ અને ઈંધનના સુગમ દૃષ્ટાંતથી સ્પષ્ટ વિવરી દેખાડેલ છે તેમ હું આ છું, આ હું છે, મ્હારૂં આ છે, આનો હું છું, મ્હારૂં આ પૂર્વે હતું, આનો હું પૂર્વે હતો, મ્હારૂં આ પુનઃ હશે, આનો હું પુનઃ હોઈશ - એમ પરદ્રવ્યમાં જ અસદ્ભૂત આત્મવિકલ્પપણાને લીધે અપ્રતિબુદ્ધ કોઈ લક્ષાય : હું આ છું નહિ, આ હું છે નહિ, હું હું છું, આ આ છે, આ મ્હારૂં છે નહિ, આનો હું છું નહિ, મ્હારો હું છું, આનું આ નહિ, મ્હારૂં આ પૂર્વે ન્હોતું, આનો હું પૂર્વે ન્હોતો, મ્હારો હું પૂર્વે હતો, આનું આ પૂર્વે હતું, મ્હારૂં આ પુનઃ નહિ હશે, આનો હું પુનઃ નહિ હોઈશ, મ્હારો હું પુનઃ હોઈશ આનું આ પુનઃ હશે - એમ સ્વદ્રવ્યમાં જ સદ્ભૂત આત્મવિકલ્પવાળા પ્રતિબુદ્ધ લક્ષણનો ભાવ છે માટે.' આમ પરદ્રવ્યમાં જ અસદ્ભૂત આત્મવિકલ્પને લીધે જીવ મૂઢ અપ્રતિબુદ્ધ હોય છે અને સ્વદ્રવ્યમાં જ સદ્ભૂત આત્મવિકલ્પને લીધે અસંમૂઢ પ્રતિબુદ્ધ હોય છે. આમ ‘આત્મખ્યાતિ’ના ગદ્ય વિભાગમાં નિષ્ઠુષપણે ખુલ્લે ખુલ્લું વિવરી દેખાડ્યું તે પરથી ફલિત થતો સાર ઉદ્બોધ કરતો અમૃત કળશ (૨૨) અમૃતચંદ્રજી સંગીત કરે છે ‘જગત્ હવે તો આજન્મલીન આસંસારથી માંડીને આત્મમાં લય પામી રહેલો મોહ ત્યજી ઘો ! રસિકોનું રોચન ઉદય પામતા જ્ઞાનને રસો ! (રસ લ્યો). અહીં કોઈપણ પ્રકારે - કેમે કરીને આત્મા અનાત્મા સાથે એક થઈને નિશ્ચયે કરીને કોઈ પણ કાળે તાદાત્મ્ય વૃત્તિ કળતો (અનુભવતો) નથી.'
-
***
હવે (૨૩-૨૪-૨૫) ગાથામાં શાસ્ત્રકાર ભગવાન અપ્રતિબુદ્ધના પ્રતિબોધનનો વ્યવસાય કરે છે અજ્ઞાનથી જેની મતિ મોહિત થઈ છે એવો બહુભાવ સંયુક્ત જીવ, બદ્ધ અને અબદ્ધ એવું પુદ્ગલ દ્રવ્ય ‘આ મ્હારૂં' એમ કહે છે. (૨૩) સર્વજ્ઞ શાનથી દૃષ્ટ એવો જીવ નિત્ય ઉપયોગ લક્ષણ છે. તે પુદ્ગલ દ્રવ્યરૂપ કેવી રીતે થઈ ગયો ? કે જેથી ‘આ મ્હારૂં' એમ તું કહે છે ! (૨૪) જો તે (જીવ) પુદ્ગલ રૂપ થઈ ગયો, તો ઈતર (પુદ્ગલ) જીવત્વ પામી ગયું, તો તું કહેવાને શક્ત હો આ પુદ્ગલ દ્રવ્ય મ્હારૂં છે.' (૨૫) શાસ્ત્રકારના આ ભાવને અમૃતચંદ્રાચાર્યજીએ ‘આત્મખ્યાતિ’માં ઓર વિકસ્વર કર્યો
‘એકી સાથે બંધનોપાધિના સન્નિધાનથી પ્રધાવિત (વેગે દોડેલા) અસ્વભાવ ભાવોના સંયોગ વશથી, વિશેષ (વિચિત્ર) આશ્રયથી ઉપરક્ત સ્ફટિક પાષાણની જેમ સ્વભાવભાવથી અત્યંત તિરોહિતતાએ કરીને (ઢંકાઈ જવાપણાએ કરીને), જેની સમસ્ત વિવેક જ્યોતિ અસ્તમિત થઈ છે (આથમી ગઈ છે), સ્વયં મહત્ અજ્ઞાનથી જેનું હૃદય વિમોહિત થયું છે એવો ભેદ નહિ કરીને તે જ અસ્વભાવભાવોને સ્વીકારતો, ‘પુદ્ગલ દ્રવ્ય આ મ્હારૂં' એમ અનુભવે છે, તે નિશ્ચયે કરીને અપ્રતિબુદ્ઘ જીવ છે. હવે આને જ પ્રતિબોધવામાં આવે છે - રે દુરાત્મન્ ! આત્મપંસન્ ! (દુષ્ટાત્મા ! આત્મઘાતી !) પરમ અવિવેક ઘમ્મર સતૃણાલ્યવહારિપણું (ખડખાવાપણું) છોડ ! છોડ ! સમસ્ત સંદેહ વિપર્યાસ અને અનધ્યવાસય જેણે દૂર નિરસ્ત કર્યા છે એવા વિઐકજ્યોતિ સર્વજ્ઞજ્ઞાનથી સ્કુટ કરાયેલું જીવદ્રવ્ય નિશ્ચય પ્રગટપણે નિત્ય ઉપયોગ લક્ષણ છે, તે કેવી રીતે પુદ્ગલ દ્રવ્યરૂપ થઈ ગયું ? કે જેથી ‘પુદ્ગલ દ્રવ્ય આ મ્હારૂં' એમ તું અનુભવે છે. કારણકે જો કોઈ પણ પ્રકારે જીવદ્રવ્ય પુદ્ગલ દ્રવ્યરૂપ થઈ ગયેલું હોય અને પુદ્ગલ દ્રવ્ય જીવદ્રવ્યરૂપ થઈ ગયેલું હોય, તો જ ‘લવણના જલ'ની (મીઠાના પાણીની) જેમ ‘મ્હારૂં આ પુદ્ગલ દ્રવ્ય છે એવી અનુભૂતિ ખરેખર ! ઘટે, પણ તે તો કોઈ પણ પ્રકારે હોય નહિ.' ઈ.
-
આમ ‘આત્મખ્યાતિ'માં કહ્યું તેની પરિપુષ્ટિરૂપ અમૃત કળશ (૨૩) અમૃતચંદ્રજી લલકારે છે ‘અલ્યા ! કેમે કરીને મૃત્યુ પામી, તત્ત્વ કુતૂહલી સતો તું ભવમૂર્તિનો (દેહનો) પાર્શ્વવર્તી - પાસે રહેનારો – પાડોશી બની મુર્ત્ત અનુભવ કર ! કે જેથી કરીને પૃથક્ - ભિન્ન વિલસંતા સ્વને સમાલોકી તું ઝટ જ મૂર્ત્તિ સાથનો એકત્વમોહ ત્યજી દેશે.' - આ અદ્ભુત અમૃત સમયસાર કળશનો ભાવ આ લેખકે સ્વરચિત ‘અમૃત જ્યોતિ' મહાભાષ્યમાં સ્પષ્ટ વિવેચ્યો છે તેમ - અલ્યા ! કેમે કરીને કોઈ પણ પ્રકારે મરી જઈને. એમ તે કેમ બને ? અને શા માટે ? તત્ત્વકૌતુહલી સતો - જોઈએ તો ખરા તત્ત્વ કેવુંક છે, એમ તત્ત્વનું કુતૂહલ - કૌતુક જેને ઉપજ્યું છે એવો થઈને. એમ મરી જઈને શું ? ભવમૂર્તિનો
૬૪