________________
સમયસાર : આત્મખ્યાતિ
‘પુલૢાતદ્રવ્યેળ સ્વયમંતવ્યાપòન ભૂત્વા યિમાળ - શાની જાણે છે. છતાં માટી જેમ સ્વયં અંતર્ વ્યાપક થઈ ઘડાને આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને તેને ગ્રહે છે, તથાપ્રકારે પરિણમે છે અને તથાપ્રકારે ઉપજે છે, તેમ શાની બહિ:સ્થ પરદ્રવ્યના પરિણામને આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, નથી તેને ગ્રહણ કરતો, નથી તથાપ્રકારે પરિણમતો અને નથી તથાપ્રકારે ઉપજતો. અર્થાત્ પુદ્ગલદ્રવ્ય અને તેના પરિણામ આત્માથી ‘બહિ:સ્થ' - બ્હાર સ્થિતિ કરી રહેલ છે, આત્મબાહ્ય છે, તેમાં અંતઃપ્રવેશ કરી આત્મા ક્યારેય પણ - આદિમાં મધ્યમાં કે અંતમાં (from beginning to end, from start to finish) - તેમાં અંતર્સ્થાપક થતો નથી. એટલે પ્રાપ્ય વિકાર્ય અને નિર્વર્ત્ય એમ ત્રણે તબક્કામાં વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામરૂપ કર્મ જ્ઞાની કરતો જ નથી, પણ સુખદુઃખાદિ પુદ્ગલ કર્મફળની જાણપણાક્રિયારૂપ કર્મ તો તે કરે જ છે અને આમ પુદ્ગલ કર્મફળને જાણતાં છતાં, જ્ઞાનીનો પુદ્ગલની સાથે કર્તાકર્મભાવ તો નથી જ. આ અખંડ સિદ્ધાંતરૂપ નિશ્ચય વાર્તા છે.
પુદ્ગલ કર્મફળને જાણતા જીવનો પુદ્ગલ સાથે કર્તા કર્મભાવ નથી
સ્વ જીવ વ્ય આત્મપરિણામ
vok
પર
પુદ્દગલ દ્રવ્ય કર્મ પરિણામ