________________
કિર્તાકર્મ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૭૩
આ
સર્વ પ્રદેશે વિજ્ઞાન વિજ્ઞાન ને વિજ્ઞાનમય જ છે, વિજ્ઞાનનો ઘન છે. આવા અનાદિ - અનંત નિત્ય ઉદય પામેલા એક વિજ્ઞાનઘન સ્વભાવભાવપણાને લીધે હું એક છું.
શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહિયે કેટલું? કર વિચાર તો પામ.”
- પરમતત્ત્વદેખા શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર સૂત્ર-૧૧૭ હું શુદ્ધ છું. શાને લીધે ? નિર્મનાનુભૂતિમાત્રવત્ - નિર્મલ અનુભૂતિ માત્રપણાને લીધે. આ નિર્મલ
અનુભૂતિમાત્રપણું કેવું છે ? સનવારવજિયોત્તીf - સકલ કારકચક્રની
પ્રક્રિયામાંથી ઉત્તીર્ણ એવું છે; કર્તા, કર્મકરણ, સંપ્રદાન, અપાદાન અને નિર્મલ અનુભૂતિ અધિકરણ એ છ કારકની પ્રક્રિયામાંથી (Process) આમ અણીશુદ્ધ પાર માત્રપણાને લીધે શુદ્ધ ઉતરેલું એવું છે; પૂર્વે અજ્ઞાનથી હું જે પરભાવનો કર્તા બની, પરભાવ
રૂ૫ કરણ વડે પરભાવરૂપ કર્મ કરતો હતો, પરભાવનું સંપ્રદાન અને અપાદાન કરતો રહી પરભાવને વિષે સ્થિતિ કરતો હતો અને આમ પરભાવ પરિણતિથી બાધક કારચક સેવતો હતો, તે હવે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતાં, સ્વભાવનો કર્તા થઈ, સ્વભાવરૂપ કરણ વડે સ્વભાવ કર્મ કરૂં છું, સ્વ-પરના વિવેચનકરણ - ભેદકરણ રૂપ અપાદાન કરી આત્માને સ્વસ્વભાવનું સંપ્રદાન દઈ સ્વભાવને વિષે સ્થિતિ કરું છું અને આમ સર્વથા સ્વભાવપરિણતિથી સાધક કારકચકની સાધના મે કરી છે - એવા પ્રકારે પકારક ચક્રની પ્રક્રિયામાંથી ઉત્તીર્ણ એવું આ નિર્મલ અનુભૂતિ માત્રપણું છે.
મલ્લિનાથ જગનાથ ચરણ યુગ ઠાઈએ રે... ચરણ. શુદ્ધાતમ પ્રાગુભાવ પરમ પદ પાઈએ રે... પરમ. સાધક કારક ષક કરે ગુણ સાધના રે... કરે. તેહિ જ શુદ્ધ સ્વરૂપ, થાયે નિરાબાધના રે... થાય. કર્તા આતમ દ્રવ્ય, કારજ નિજ સિદ્ધતા રે... કારજ. ઉપાદાન પરિણામ, પ્રયુક્ત તે કરણતા રે... પ્રયુક્ત. આતમ સંપદ્ દાન, તે સંપ્રદાનતા રે... તેહ. દાતા પાત્ર ને દેય, ત્રિભાવ અભેદતા રે... ત્રિભાવ. સ્વ પર વિવેચન કરણ, તેહ અપાદાનથી રે... તેહ. સકલ પર્યાય આધાર, સંબંધ આસ્થાનથી રે... સંબંધ.”
તરંગી મહામુનીશ્વર શ્રી દેવચંદ્રજી અને આમ મહારું સમગ્ર કારક ચક્ર એક જ્ઞાયક ભાવમાં વિલગ્ન થયું છે. જ્ઞાયક ભાવ એ જ
કર્તા, જ્ઞાયક ભાવ એ જ કર્મ, જ્ઞાયક ભાવ એ જ કરણ, જ્ઞાયક ભાવ એ કા૨ક ચક, લાયક
' જ સંપ્રદાન, જ્ઞાયક ભાવ એ જ અપાદાન, જ્ઞાયક ભાવ એ જ અધિકરણ, ભાવમાં વિલગ્ન એમ ષકારક શુદ્ધ એક શાયક ભાવ રૂપ આત્મામાં જ સમાયા છે. આમ હું
આત્મા, આત્માને, આત્મા વડે, આત્માર્થે, આત્મામાંથી, આત્મામાં અનુભવી
રહ્યો છું, માત્મા માત્માનં માત્મના માત્માને માત્મનઃ મીત્મનિ અનુમૂડé | આમ સકલ પરભાવની મલિનતાથી રહિત - નિર્મલ શુદ્ધ આત્મભાવના જ માત્ર અનુભવ કરવાપણાથી - નિર્મલ અનુભૂતિ માત્રપણાથી હું શુદ્ધ છું.
૪૭૫