________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૭૨
આત્મા શુચિ અનન્ય અને અદુઃખકારણ હોઈ આત્માને સર્વથા પરમ ઉપાદેય - ગ્રહણ કરવા યોગ્ય આદરવા યોગ્ય છે, એમ સ્પષ્ટ વિવેક રૂપ ભેદજ્ઞાન પ્રગટે છે તે જ ક્ષણે આ આત્મા આસવોનું મલની જેમ વિસર્જન કરે છે, આસ્રવોમાંથી શીઘ્ર નિવૃત્તિ કરે છે, તાબડતોબ પાછો વળે છે અને તેવા તથારૂપ જ્ઞાની આત્માના આવા સહજ અનુભવોદ્ગાર નીકળી પડે છે
હે જીવ ! આ ક્લેશ રૂપ સંસારથી નિવૃત્ત થા ! નિવૃત્ત થા ! હે જીવ ! અસારભૂત લાગતા એવા આ વ્યવસાયથી હવે નિવૃત્ત થા ! નિવૃત્ત થા ! હે જીવ ! હવે તું સંગનિવૃત્તિ રૂપ કાળની
પ્રતિજ્ઞા કર ! પ્રતિજ્ઞા કર !''
‘‘વિષમ અને ભયંકર આ સંસારનું સ્વરૂપ જોઈ તેની નિવૃત્તિ વિષે અમને બોધ થયો, જે બોધ વડે જીવમાં શાંતિ આવી, સમાધિ દશા થઈ તે બોધ આ જગમાં કોઈ અનંત પુણ્યજોગે જીવને પ્રાપ્ત થાય છે, એમ મહાત્મા પુરુષો ફરી ફરી કહી ગયા છે. ઈ.''
‘‘અનંત વીરજ જિનરાજનો, શુચિ વીરજ પરમ અનંત રે; નિજ આત્મભાવે પરિણમ્યો, ગુણવૃત્તિ વર્તનાવંત રે.’’ ‘પર પરિણામિકતા અછે, જે તુજ પુદ્ગલ ભોગ હો મિત્ત !
જડ ચલ જગની એઠનો, ન ઘટે તુજને ભોગ હો મિત્ત !'' - શ્રી દેવચંદ્રજી કારણકે તે ક્રોધાદિ આસ્રવોમાંથી જે નિવર્તતો નથી, પાછો વળતો નથી - તેને ખરેખરા પારમાર્થિક ભેદ જ્ઞાનની સિદ્ધિ જ
-
-
-
શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૪૯, હાથનોંધ.-૫૦૦
કોધાદિ આસવ - પારમાર્થિવતવ્યેવજ્ઞાનાસિàઃ । અર્થાત્ ખરેખરૂં પારમાર્થિક ભેદશાન થયું નિવૃત્તિ નથી તેને પારમાર્થિક હોય, તો તે તે જ સમયે ક્રોધાદિ આસ્રવોમાંથી નિયા વિના રહે જ ભેદશાનની અસિદ્ધિ નહિ, નિવૃત્ત થાય જ થાય, ને તે જ પારમાર્થિક ભેદ જ્ઞાનનું અવિનાભાવી અવિસંવાદી અચૂક લક્ષણ છે. જ્ઞાની હોય તે આસ્રવોમાંથી નિયો હોય જ, આસ્રવોમાંથી નિવસ્યો હોય તે જ જ્ઞાની હોય; અજ્ઞાની હોય તે આસ્રવોમાંથી ન નિવર્યો હોય, આસ્રવોમાંથી ન નિવર્યો હોય તે અજ્ઞાની જ હોય - એમ ચોભંગી અત્ર ફલિત થાય છે. માત્ર વાચા જ્ઞાનરૂપ-શુષ્ક જ્ઞાનરૂપ કથન માત્ર ભેદજ્ઞાનથી કાંઈ ફલ નથી, આસ્રવોથી આત્મા જૂદો છે ભિન્ન છે એમ પોકાર્યા માત્રથી - કથન માત્ર ભેદજ્ઞાનથી કાંઈ શાની થઈ જવાતું નથી, પણ આસ્રવોથી આત્મા જૂદો વિવિક્ત કર્યાથી, જૂદો પાડ્યાથી તથારૂપ પરિણમનરૂપ ભેદજ્ઞાન આચર્યાથી, ભેદજ્ઞાનને અમલમાં - આચરણમાં મૂકવારૂપ ચારિત્રથી જ્ઞાનના વિરતિરૂપ ફલને ચરિતાર્થ કર્યાથી, આમ્રવનું વિસર્જન કરી તેનું પુનઃ સર્જન ન થવા દેવા રૂપ વીતરાગતા આદર્યાથી વીતરાગ શાનદશા પામ્યાથી વાસ્તવિક જ્ઞાની થવાય છે. એ સ્પષ્ટ વસ્તુ આધુનિક તેમજ સર્વ કાળના શુષ્કજ્ઞાનીઓએ અમૃતચંદ્રજીના આ આટલા સ્પષ્ટ વક્તવ્ય પરથી સ્પષ્ટ સમજી લેવાની પૂરેપૂરી જરૂર છે.
ઓસરતો નથી, થઈ નથી
૪૬૭
આ અંગે પરમતત્ત્વ દૃષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ વચનામૃત છે કે -
‘‘ઘણું કરીને પરમાર્થથી શુષ્ક અંતઃકરણવાળા પરમાર્થનો દેખાવ કરી સ્વેચ્છાએ વર્તે છે.''
જ્યાં સુધી અંતર પરિણતિ પર દૃષ્ટિ ન થાય અને તથારૂપ માર્ગે ન પ્રવર્તાય ત્યાં સુધી સર્વ સંગ પરિત્યાગ પણ નામમાત્ર થાય છે.''
“સાચાં જ્ઞાન વિના અને સાચાં ચારિત્ર વિના જીવનું કલ્યાણ ન થાય એ નિઃસંદેહ છે. (ઈ.)'' “સ્વસ્વરૂપને વિષે સ્થિતિ તેને પરમાર્થ સંયમ કહ્યો છે. તે સંયમને કારણભૂત એવાં અન્ય નિમિત્તોના ગ્રહણ વ્યવહાર સંયમ કહ્યો છે.''