________________
જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૬૫-૬૬
निश्चयतः कर्मकरणयोरभिन्नत्वात् यद्येन क्रियते तत्तदेवेति कृत्वा यथा कनकपत्रं कनकेन क्रियमाणं कनकमेव न त्वन्यत्, तथा जीवस्थानानि बादरसूक्ष्मैकेंद्रियद्वित्रिचतुपंचेंद्रियपर्याप्तापर्याप्ताभिधानाभिः पुद्गलमयीभिनामकर्मप्रकृतिभिः क्रियमाणानि पुद्गलएव न तु जीवः । नामकर्मप्रकृतीनां पुद्गलमयत्वं चागमप्रसिद्धं दृश्यमानशरीराकारादिमूर्त्तकार्यानुमेयं च । एवं गंधरसस्पर्शरूपशरीरसंस्थानसंहननान्यपि पुद्गलमयनामकर्मप्रकृतिनिर्वृत्तत्वे सति तदव्यतिरेकाज्जीवस्थानरेवोक्तानि ततो न वर्णादयो जीव इति નિશ્ચયસિદ્ધાંતઃ II૬૬-૬૬॥
આત્મખ્યાતિ ટીકાર્થ
નિશ્ચયથી કર્મ અને કરણના અભિન્નપણાને લીધે જે જેના વડે કરાય છે, તે તેજ છે, એમ
સમજીને
જેમ
કનક પત્ર
કનક વડે કરાતું
કનક જ છે,
નહિ કે અન્યઃ
તેમ જીવસ્થાનો
બાદર-સૂક્ષ્મ એકેંદ્રિય, દ્વીદ્રિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય, પંચેંદ્રિય
પર્યાપ્ત-અપર્યાપ્ત નામની પુદ્ગલમયી નામકર્મ પ્રકૃતિઓથી* કરવામાં આવતા પુદ્ગલ જ છે, નહિ કે જીવ.
અને નામકર્મ પ્રકૃતિઓનું પુદ્ગલમયપણું આગમપ્રસિદ્ધ છે અને દૃશ્યમાન એવા શરીર આકાર આદિ મૂર્ત કાર્યોથી અનુમેય છે.
એમ ગંધ, રસ, સ્પર્શ, રૂપ, શરીર, સંસ્થાન, સંહનન પણ, પુદ્ગલમય નામકર્મ પ્રકૃતિઓથી નિવૃત્તપણું (ઉત્પન્નપણું) સતે, તેના અવ્યતિરેકથી (અભિન્નપણાથી) જીવસ્થાનોથી જ ઉક્ત છે. તેથી વર્ણાદિ જીવ નથી, એમ નિશ્ચય સિદ્ધાંત છે. ૬૫-૬૬
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
“બંધ યુક્ત જીવ કર્મ સહિત,
પુદ્ગલ રચના કર્મ ખચિત.'' - શ્રીમદ્ રાજચંદ્રજી, અં. ૧૦૮
જૈસે કંચુક ત્યાગસેં બિનસત નહિ ભુજંગ,
નામકર્મ પ્રકૃતિઓથી કરાતા જીવસ્થાનો પુદ્ગલ જ, ન જીવ
દેહ ત્યાગએઁ જીવ પુનિ, તૈસે શાંત અભંગ.'' - શ્રી ચિદાનંદજી (સ્વરઉદય)
એમ ઉપરમાં વિવરી દેખાડ્યું તે પરથી આ સ્થિત છે કે વર્ણાદિ ભાવો જીવ નથી, એવો નિશ્ચયસિદ્ધાંત સ્થાપિત કરતી આ ગાથા કહી છે, બાદર-સૂક્ષ્મ એકેંદ્રિયાદિ પર્યાપ્ત - અપર્યાપ્ત એ નામકર્મની પ્રકૃતિઓ છે અને કરણભૂત એવી તે આ પુદ્ગલમયી પ્રકૃતિઓથી નિવૃત્ત-નિર્માણ કરાયેલ સર્જાયેલ જીવસ્થાનો જીવ કેમ કહેવાય ? આ ગાથાઓનો આશય આત્મખ્યાતિકાર પરમર્ષિએ સુયુક્તિથી પરિસ્ફુટ વિવરી દેખાડ્યો છે 'निश्चयतः कर्मकरणयोरभिन्नत्वात्' નિશ્ચયથી કર્મ-કરણના અભિન્નપણાને લીધે અપૃથક્પણાને લીધે, જે જેનાથી કરાય છે તે તે જ છે
-
૪૨૯
=
"न चैतनिश्चये युक्तं भूतग्रामो यतोऽखिलः । નામર્મપ્રવૃતિઃ સ્વમાવો નાત્મનઃ પુનઃ ।'' - શ્રી યશોવિજયજી કૃત અ.સા.આ.નિ. અ. ૧૪ जन्मादिकोऽपि नियतः परिणामो हि कर्मणाम् ।
ન ચર્મવૃત્તો મેવઃ સ્થાવાન—વિારિષિ ॥ - શ્રી યશોવિજયજી કૃત અ.સા.આ.નિ.
=