________________
સમયસાર : આત્મખ્યાતિ
- પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે કાય-વા-મનોવર્ગણાના પરિસ્પદ લક્ષણવાળા યોગસ્થાનો, તે સર્વે જ જીવના છે નહિ, - પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે પ્રતિવિશિષ્ટ પ્રકૃતિના પરિણામ લક્ષણવાળા બંધ સ્થાનો, તે સર્વે જ જીવના છે નહિ, - પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે સ્વ ફલ સંપાદનમાં સમર્થ કર્ભાવસ્થા લક્ષણવાળા ઉદય સ્થાનો, તે સર્વે જ જીવના છે નહિ, પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે.
જે ગતિ, ઈદ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, વેશ્યા, ભવ્ય, સમ્યક્ત, સંજ્ઞા, આહાર લક્ષણવાળા માર્ગણા સ્થાનો, તે સર્વે જ જીવના છે નહિ,
- પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે પ્રતિવિશિષ્ટ પ્રકૃતિના કાલાંતરસહત્વ લક્ષણવાળા સ્થિતિબંધ સ્થાનો, તે સર્વે જ જીવના છે નહિ, - પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે કષાયના વિપાકના ઉક લક્ષણવાળા સંક્લેશ સ્થાનો, તે સર્વે જ જીવના છે નહિ, - પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે કષાય વિપાકના અનુદ્રક લક્ષણવાળા વિશુદ્ધિ સ્થાનો, તે સર્વે જ જીવના છે નહિ, - પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે.
જે ચારિત્ર મોહ વિપાકના ક્રમ નિવૃત્તિ લક્ષણવાળા સંયમલબ્ધિ સ્થાનો, તે સર્વે જ જીવના છે નહિ,
- પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે.
જે પર્યાપ્ત - અપર્યાપ્ત એવા બાદર-સૂક્ષ્મ એકેંદ્રિય, દ્વાદ્રિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય સંશિ-અસંશિ પંચેંદ્રિય લક્ષણવાળા જીવસ્થાનો, તે સર્વે જ જીવના છે નહિ,
- પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તેઓનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે.
જે મિથ્યાદેષ્ટિ, સાસાદન, સમ્યગુ દેષ્ટિ, સમ્યગુ મિથ્યાદેષ્ટિ, અસંયત સમ્યગુ દેષ્ટિ, સંયતાસંયત, પ્રમત્ત સંયત, અપ્રમત્ત સંયત, અપૂર્વકરણ ઉપશમક-ક્ષપક, અનિવૃત્તિ બાદર સાંપરાય ઉપશમક-ક્ષપક, સૂક્ષ્મ સાંપરાય ઉપશમક-ક્ષપક, ઉપશાંત કષાય, ક્ષીણ કષાય, સયોગ કેવલી, અયોગ કેવલી લક્ષણવાળા ગુણ સ્થાનો, તે સર્વે જ જીવના છે નહિ, પુદ્ગલદ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે.
અમૃત જ્યોતિ' મહાભાષ્ય પૌલિક રચનાએ આત્માને સ્થભિત કરવો ઉચિત નથી.” “ચૈતન્યપણું ગોખે તો ચૈતન્યપણું પ્રાપ્ત થાય.” “ચૈતન્યપણું અનુભવગોચર થાય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૨૪, ૯૫૭ (ઉપદેશ છાયા) “નહીં હમ દરસન નહીં હમ પરસન, રસ ન બંધ કુછ નાંહી, આનંદઘન ચેતનમય મૂરતિ, સેવન જન બલિ જાહીં. અવધૂ નામ હમારા રાખે.” - શ્રી આનંદઘનજી, પદ-૨૯
ચિતશક્તિથી અતિરિક્ત (જૂદા) જે આ સર્વે ભાવો છે તે પૌલિક છે. એમ ઉત્થાનિકા કળશમાં સૂચવ્યા પ્રમાણે અત્રે આ ગાથાઓમાં પૌઢલિક ભાવોના ૨૯ પ્રકારો વર્ણવી દેખાડ્યા છે.
૪૦૦