________________
સમયસાર : આત્મખ્યાતિ
(શાલિની)
‘આત્મારામે આત્મ પાંથ પ્રવેશી, બેઠો તેના એક દેશે ગવેષી, શોભા ભાળી ચિંતવે ચિત્ત ધામે, આત્મારામે આત્મ આરામ પામે. આ તે સાક્ષાત્ નંદનોઘાન છે શું ? આ અત્રે સૌ ઉપમા હીન છે શું ? મૂર્તાત્મા શું ભાવ આ શાંત નામે ? આત્મારામે આત્મ આરામ પામે. આહા ! કેવો બાગ છે એહ ચારુ ? દેખી દશ્યો આ ઠરે ચિત્ત મ્હારૂં, શાંતિનું સામ્રાજ્ય એકત્ર જાણે ! આત્મારામે આત્મ આરામ પામે. શાલી શીલે પુષ્પદ્રુમો બસંત, ફેલાવે છે સૌરભો દિગ્ દિગંત, ગુંજંતા ત્યાં સંતભૂંગો વિરામે, આત્મારામે આત્મ આરામ પામે. જેના ઉંડા મૂલ સદ્ દર્શનો છે, જેના સ્કંધો જ્ઞાનિના શાસનો છે, એવા છાયા વૃક્ષ આ મોક્ષ નામે, આત્મારામે આત્મ આરામ પામે. સ્વાધ્યાયોથી ત્યાં સુસાધુ વિહંગો, વિસ્તારે છે ગાન કેરા તરંગો, તેની છાયાથી ય સંતાપ શામે, આત્મારામે આત્મ આરામ પામે. ચૈતન્યોના અત્ર ઊડે ફુવારા, દેષ્ટાઓને ચિત્ ચમત્કાર કારા:, તાપો ત્યેના શીકરોથી પ્રશામે, આત્મારામે આત્મ આરામ પામે. પામ્યો શાંતિ હાશ ! હું શાંતિકામી, ભ્રાંતિ ભાંગી શ્રાંતિ વિશ્રાંતિ પામી, ના'વે જન્મ ગ્રીષ્મ સંતાપ સામે, આત્મારામે આત્મ આરામ પામે. આધિ વ્યાધિ ને ઉપાધિ બધી યે, બધા અત્રે ના કરે છે જરીયે, આનંદોના ઉત્સવો માત્ર જામે, આત્મારામે આત્મ આરામ પામે. ને અંભોધિ ગર્જના ગાઢ ઘેરી, વાગે વેગે વિજયાનંદ ભેરી, ભાગે સેના મોહની ઠામ ઠામે, આત્મારામે આત્મ આરામ પામે. આત્મારામે ઓજના તેજ પુંજ, આત્મારામે સિદ્ધિના શુદ્ધ કુંજ, આત્મારામે આત્મ આનંદ ગુંજ, આત્મારામે આત્મને આત્મ ! યુંજ.
(અનુષ્ટુપ્) મનોનંદન છે આત્મા, આત્મા વંદનધામ છે, આત્મા જ એક આદેય, હેય અન્ય તમામ છે.
સુસ્થિત અમૃત સ્થાને, આત્મારામ અનંત છે,
અક્ષર દેહ અદ્યાપિ, આત્મારામ જીવંત છે.' - (ડૉ. ભગવાનદાસ કૃત)
આમ જે પ્રતિબુદ્ધ થઈ અનુભવ-નંદનવનમાં રમણ કરનારો આત્મારામ થયો, તે જ ‘આ નિશ્ચયે કરીને હું આત્મા - આત્મપ્રત્યક્ષ ચિત્માત્ર જ્યોતિ છું. ‘જ્ઞાત્મપ્રત્યક્ષ વિન્માત્રબ્યોતિ' - અર્થાત્ શ્રીમદ્ સદ્ગુરુ ઉપદેશથી પ્રતિબોધ પામી, પરમેશ્વર એવા આત્માને જાણી શ્રી - સમ્યક્ - અનુચરી, જે આત્મામાં આરામ કરનારો એવો સમ્યક્ આત્મારામ થયો, સ વવદં ગાભા’ તે જ હું - સોઢું - અહંપ્રત્યયથી ઓળખાતો પ્રતીત થતો નિશ્ચય કરીને - આ પ્રત્યક્ષ અનુભવાતો આત્મા આત્મપ્રત્યક્ષ એવી ચિન્માત્ર જ્યોતિ છું, જ્યાં માત્ર ‘ચિત્' સિવાય બીજું કાંઈ પણ નથી એવી ચિન્માત્ર કેવલ ચૈતન્યમય ત્રિભુવન પ્રકાશી ઝળહળ જ્યોતિ છું.
૩૪૨
-
-
-