________________
પૂર્વરરંગઃ સમયસાર ગાથા-૩૮
ચેત ચેત ચેત ! તે ઘરમાં પેસી ગયેલાને કાઢી મૂકી નિજ આત્મક્ષેત્ર તું સ્વાધીન કર ! આત્મ વીર્યમય વજનો દંડ પોતાના હાથમાં લઈ તું ચિત્ત દ્વાર પર બેસીને રાત દિવસ અપ્રમત્તપણે જગતી ચોકી કર ! આમ વિભાવના પરિણામથી પાછો વળીને પ્રતિક્રમણ કરી તું પાછો નિજ સહજ આત્મસ્વભાવ રૂપ સહજાત્મસ્વરૂપ સ્થાને જઈને બેસ - સ્થિર થા !
ચેતન ! કર નિજ આત્મમાં, સર્વ પ્રકારે વાસ; વિભાવ સર્વ વિસર્જ તું, કરી મોહનો નાશ. બાહ્ય ભાવ સઘળો ત્યજી, અંતર્મુખ અવલોક ! વૃત્તિ જોડી પરમાત્મમાં, પેખ જ્ઞાન આલોક; પર પ્રદેશમાં પેસીને, વ્હોરી આપદા આપ; પરિભ્રમણમાંહિ પડી, તેં ખાધી ભૂલ થાપ. પરકીય ક્ષેત્ર પ્રવેશનો, કીધો તે અપરાધ; તેથી ભવની ઘાણીમાં, પીલાયો તું ગાઢ. પરવસ્તુની ચોરીનો, બીજો તુજ અપરાધ; મમકાર કરી ત્યાં વળી, દીધી વધારી બાધ. તે વિભાવ પરિણામથી, અવરાયું તુજ જ્ઞાન; ખાતો ગોથાં મોહમાં, ભૂલી ગયો નિજ ભાન. રાગ દ્વેષના તાંતણે, બાંધી આપને આપ; કોશકાર કૃમિ જેમ તું, પામ્યો દુઃખ અમાપ.
હારા પોતાના ગૃહ , પેઠા આંતર ચોર; તુજ વૈભવ લૂંટી રહ્યા, જાગ ! જાગ ! મત ઘોર. ચેતન ! ચેતનવંત છે ! ચેત ! ચેત ! તું ચેત ! કાઢી તે ગૃહાવિષ્ટને, કર સ્વાર્ધન નિજ ખેત; આત્મવીર્યમય વજનો, દંડ ઝહી નિજ હાથ, ચિત્તદ્વાર પર બેસીને, કર ચોકી દિન રાત. વિભાવના પરિણામથી, પાછો વળીને આમ; પ્રતિક્રમણ કરી બેસ તું, જઈ પાછો નિજ ઠામ.”
- પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા, પાઠ-૯૧ (સ્વરચિત) ઈત્યાદિ પ્રકારે નિષ્કારણ કરુણાસિંધુ પરમકૃપાળુ શ્રીમદ્ સદ્દગુરુ ભગવાનથી પુનઃ પુનઃ પ્રતિબોધવામાં આવતાં, ફરી ફરી શુદ્ધ સહજ આત્મસ્વરૂપ - “સહાત્મસ્વરૂપ” સમજાવવામાં આવતાં, આ મોહ મૂઢ અપ્રતિબદ્ધ જીવ કેમે કરીને માંડ માંડ સહજાત્મસ્વરૂપ સમજીને પ્રતિબદ્ધ થયો, પ્રતિબોધ પામ્યો, અનાદિ મોહનિદ્રામાંથી ઉઠી આત્મજાગૃતિ પામ્યો. એટલે આમ સદ્ગુરુપ્રસાદથી અનંત આત્મસંપત્તિ ભર્યા અચિંત્ય-ચિંતામણિ સમા આત્માનું ભાન થતાં જેના હૃદયમાં શ્રી સદગુરુ ભગવાન પ્રત્યે અત્યંત કૃતજ્ઞભાવ ઉલ્લસ્યો છે એવા તેના સહજ વચનોદ્ગાર નીકળી પડે છે, કે –
“હે શ્રી સદગુરુ ભગવંત ! આ ભયંકર ભવાટવીમાં સન્માર્ગની દિશાનું ભાન નહિ હોવાથી, આ જીવ ચારે ગતિમાં ગોથાં ખાતો અનંત દુઃખ પામતો હતો. તેને નિજ સ્વરૂપના અવંચક યોગરૂપ સીધો સરલ નિર્દોષ સન્માર્ગ દર્શાવી, આપે અનંત પરિભ્રમણ દુઃખથી ઉગાર્યો, આ આપના અનંત ઉપકારની
૩૩૯