________________
સમયસાર : આત્મખ્યાતિ
પરભાવમાંથી જેણે આત્મભાવ છોડ્યો નથી, તે જ્ઞાન જ કહેવા યોગ્ય નથી અને પરભાવનું પ્રત્યાખ્યાન એ જ્ઞાન જ છે, સર્વ પરભાવમાંથી આત્મભાવ છોડી દેવો એ જ શાન છે. પરભાવનું જો પ્રત્યાખ્યાન નથી, તો જ્ઞાન જ નથી, આમ નિશ્ચયરૂપ નિયમ છે.
જો કે પ્રત્યાખ્યાન સમયે - પચ્ચખાણ કરતી વેળાએ જેનું પચ્ચખાણ કરાય છે તે પ્રત્યાખ્યેય બાહ્ય ઉપાધિ માત્રને લીધે, આવ્યે આ અમુક વસ્તુનું પ્રત્યાખ્યાન કર્યું એમ કર્તાપણે વ્યવહારથી વચનવિકલ્પ રૂપ વ્યપદેશ-નિર્દેશ કરવામાં આવે છે પ્રત્યાઘ્યેયોપાધિમાત્રપ્રવર્ત્તિતત્વવ્યપરેશન્વેપિ, છતાં પરમાર્થથી જ્ઞાન સ્વભાવ અવ્યપદેશ્ય અનિર્દેશ્ય છે, વાણીથી અવાચ્ય કહ્યો જાય એવો નથી, એટલે અનિર્દેશ્ય ‘પરમાર્થેનાવ્યપવેશ્યજ્ઞાનસ્વમાવાપ્ર_વનાવું પરમાર્થથી એવા અવ્યપદેશ્ય વચન વિકલ્પથી અવાચ્ય જ્ઞાન સ્વભાવથી અપ્રચ્યવનને લીધે - અભ્રષ્ટપણાને લીધે - અપ્રમત્તપણાને લીધે પ્રત્યાખ્યાન જ્ઞાન જ એમ અનુભવવા યોગ્ય છે. તથારૂપ યથાર્થ સાક્ષાત્ પરમ આત્માનુભવ કરનારા શ્રીમદ્ રાજચંદ્રજીના સહજ સ્વયંભૂ ઉદ્ગારરૂપ અનુભવ વચન છે કે –
‘એક આત્મપરિણતિ સિવાયના બીજા જે વિષયો તેને વિષે ચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૯૨
પરમાર્થથી જોઈએ તો અવાચ્ય એવા જ્ઞાન સ્વભાવમાંથી પ્રચ્યવન ન થવું, ભ્રષ્ટપણું - પ્રમત્તપણું ન થવું, પડવું નહિં, અર્થાત્ જ્ઞાનસ્વભાવમાં જ અપ્રચ્યુત-અભ્રષ્ટ-અપ્રમત્ત અખંડ સ્થિતિ કરવી એ જ પ્રત્યાખ્યાન છે. જ્ઞાની છે તે પ્રત્યાખ્યાની છે, પ્રત્યાખ્યાની છે તે જ્ઞાની છે. સર્વ પરભાવનું પચ્ચખાણ જેણે કર્યું હોય, તે જ વાસ્તવિક જ્ઞાની છે, વાસ્તવિક જ્ઞાની હોય તેણે સર્વ પરભાવનું પચ્ચખાણ કર્યું જ હોય. ‘જ્ઞ' પરિશાએ જાણી પ્રત્યાખ્યાન પરિજ્ઞાએ પચ્ચખે એ આચારાંગાદિ સૂત્રગત વસ્તુનો આ જ પરમાર્થ છે અને તે ઉક્ત સર્વને પુષ્ટ કરે છે. આમ જ્ઞાન ને પ્રત્યાખ્યાનનો એક્બીજા વિના ન ચાલે એવો આવિનાભાવી સંબંધ છે, એમ આ ઉપરથી સારબોધ રૂપ ફલિતાર્થ-તાત્પર્ય નીકળે છે. આ અંગે સુપ્રસિદ્ધ ‘આત્મસિદ્ધિ' પરમ અમૃતશાસ્ત્રમાં સાક્ષાત્ આત્મસિદ્ધિસંપન્ન શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ વચનામૃત છે કે -
–
-
“વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમ જ્ઞાન; તેમજ આત્મજ્ઞાનની, પ્રાપ્તિ તણાં નિદાન, ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન.'' -
-
-
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૬-૭
અર્થાત્ વૈરાગ્ય ત્યાગાદિ જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે, અર્થાત્ મોક્ષની પ્રાપ્તિના હેતુ છે અને જ્યાં આત્મજ્ઞાન ન હોય ત્યાં પણ જો તે આત્મજ્ઞાનને અર્થે કરવામાં આવતાં હોય, તો તે આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે. જેના ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્યાદિ સાધનો ઉત્પન્ન થયાં ન હોય તેને શાન ન થાય અને જે ત્યાગ વિરાગમાં જ અટકી રહી, આત્મજ્ઞાનની આકાંક્ષા ન રાખે, તે પોતાનું ભાન ભૂલે; અર્થાત્ અજ્ઞાનપૂર્વક ત્યાગ વૈરાગ્યાદિ હોવાથી તે પૂજા સત્કારાદિથી પરાભવ પામે અને આત્માર્થ ચૂકી જાય, આ તત્ત્વ સર્વસ્વ સમર્પક સમ્યક્ માર્ગ પ્રદર્શક સુપ્રસિદ્ધ મહાન્ ગાથાઓની ઓર વિશેષપણે સ્વપોશ મીમાંસા કરતાં શ્રીમદ્ રાજચંદ્રજી સ્વયં આત્માર્થી મુમુક્ષુઓને મનનીય પરમ અમૃત વચનો પ્રકાશે છે -
વૈરાગ્ય, ત્યાગ, દયાદિ અંતરંગવાળી ક્રિયા છે તે જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે અર્થાત્ ભવનું મૂળ છેદે છે. અથવા વૈરાગ્ય, ત્યાગ, દયાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણો છે. એટલે • જીવમાં પ્રથમ એ ગુણો આવ્યેથી સદ્ગુરુનો ઉપદેશ તેમાં પરિણામ પામે છે. ઉજ્જ્વળ અંતઃકરણ વિના સદ્ગુરુનો ઉપદેશ પરિણમતો નથી, તેથી વૈરાગ્યાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિના સાધનો છે એમ કહ્યું. અત્રે જે જીવો ક્રિયાજડ છે તેને એવો ઉપદેશ કર્યો કે કાયા જ માત્ર રોકવી તે કાંઈ આત્મજ્ઞાનની પ્રાપ્તિના
૩૦૦