________________
સમયસાર : આત્મખ્યાતિ
પથરાય છે ને અંધકાર વિખરાય છે, તેમ અત્રે સમ્યગ્ દર્શન રૂપ રત્ન પ્રદીપ મન મંદિરમાં પ્રગટતાં પરમ શાંતિમય અનુભવ પ્રકાશ પ્રકાશે છે, મોહ અંધકાર વિલય પામે છે, મિટે તો મોહ અંધાર.’ (૨) રત્ન પ્રદીપમાં જેમ ધૂમાડાની રેખા હોતી નથી ને ચિત્રામણ ચળતું નથી, તેમ સમ્યગ્ દર્શન રત્ન જ્યારે ‘અનુભવ તેજે ઝળહળે' છે, ત્યારે કષાય રૂપ ધૂમાડાની રેખા પણ દેખાતી નથી, ધૂમ કષાય ન રેખ' અને ચરિત્ર રૂપ ચિત્રામણ ચળતું નથી, ચરણ ચિત્રામણ નવિ ચળે હો લાલ.' (૩) રત્નદીપ બીજા દીવાની પેઠે પાત્ર નીચે કરતું નથી, પાત્ર કરે નહિં હેઠ', તેમ આ સમ્યગ્ દર્શન રત્ન તેના પાત્રને અધઃ નીચે કરતું નથી, અર્થાત્ તેનું પાત્ર અધોગતિને પામતું નથી. (૪) રત્નદીપ તો કદાચ સૂર્યના તેજમાં છૂપાઈ જાય, પણ સમ્યગ્ દર્શન રત્નનું તેજ તો સૂર્ય તેજથી છૂપાતું નથી. (૫) રત્નદીપનું તેજ તો સ્થિર-જેમ છે તેમ અવસ્થિત રહે છે, પણ ‘સર્વ તેજનું તેજ' એવું આ સમ્યગ્ દર્શનનું તેજ તો અનુભવ પ્રયોગની બળવત્તરતાથી પહેલાં કરતાં પાછળથી વધતું જાય છે. (૬) રત્નદીપક જેમ પવનથી ઓલવાતો નથી અને ચંચલતા-અસ્થિરતા પામતો નથી, તેમ આ સમ્યગ્ દર્શનરૂપ રત્નદીપ મોહરૂપ વાયુને ગમ્ય નથી કે તેથી ચંચલતા અસ્થિરતા પામતો નથી. ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહિં તે સ્થિરતાનો અંત જો.' (૭) રત્નદીપક સદા રમ્ય-સુંદર દેખાય છે અને ક્ષીણ-કૃશ થતો નથી, તેમ આ સમ્યગ્ દર્શનરૂપ રત્નદીપક સદા રમણીય - સુંદર દેખાય છે, તથા પુષ્ટગુણે નવિ કૃશ રહે હો લાલ', પુષ્ટ ગુણે કરીને કદી પણ કૃશ-ક્ષીણ થતો નથી, દૂબળો પડતો નથી, પણ આત્મધર્મની ઉત્તરોત્તર પુષ્ટિથી નિરંતર પુષ્ટ જ થયા કરે છે. (૮) રત્નદીપકમાં જેમ તેલ નાંખવું પડતું નથી તથા ‘દશા' અર્થાત્ વાટ બળતી નથી, તેમ આ સમ્યગ્ દર્શન રૂપ રત્નદીવામાં પુદ્ગલ રૂપ તેલ નાંખવું પડતું નથી અર્થાત્ પરભાવનું આલંબન હોતું નથી, તથા શુદ્ધ આત્મદશા બળતી નથી, જેહ ન શુદ્ધ દશા દહે હો લાલ.' અર્થાત્ શુદ્ધ આત્મભાવમાં સ્થિતિ રહે છે. રત્નદીપકના રૂપક પદથી ફલિત થતો આ સર્વ ચમત્કારિક ભાવ કવિવર યશોવિજયજી ઉપાધ્યાયજીએ પોતાના આ અમર કાવ્યમાં અદ્ભુત રીતે સંગીત કર્યો છે
“સાહેલાં હૈ કુંથુ જિનેશ્વર દેવ ! રત્નદીપક અતિ દીપતો હો લાલ. સા. મુજ મન મંદિર માંહી, આવે જો અરિબલ ઝીપતો હો લાલ. સા. મિટે તો મોહ અંધાર, અનુભવ તેજે ઝળહળે હો લાલ. સા. ધૂમ કષાય ન રેખ, ચરણ ચિત્રામણ વિ ચલે હો લાલ. સા. પાત્ર કરે નહિં હેઠ, સૂરજ તેજે નવિ છિપે હો લાલ. સા. સર્વ તેજનું તેજ, પહેલાંથી વાધે પછે હો લાલ. સા. જેહ ન મરુતને ગમ્ય, ચંચલતા જે નવિ લહે હો લાલ. સા. જેહ સદા છે રમ્ય, પુષ્ટ ગુણે નવિ કૃશ રહે હો લાલ. સા. પુદ્ગલ તેલ ન ખેપ, જેહ ન શુદ્ધ દશા દેહે હો લાલ.
સા. શ્રી નયવિજય સુશિષ્ય, વાચક યશ ઈણિ પેરે કહે હો લાલ.
-
• શ્રી યશોવિજયજી - (કુંથુનાથ જિન સ્તવન) આવો આ રત્નદીપક સમો સમ્યગ્દર્શન બોધિ દીપક સદ્ગુરુ બોધપ્રસાદથી હૃદય મંદિરમાં પ્રગટે છે, એટલે એમ ઉપરમાં સ્પષ્ટ વિવરી દેખાડ્યું તેમ અનાદિ મોહસંતતિને લીધે આત્મા અને દેહના એકત્વના સંસ્કા૨પણાએ કરીને જે આ આત્મા અનાદિથી અત્યંત ‘અપ્રતિબુદ્ધ' - અબૂઝ હતો અત્યંતમપ્રતિવ્રુદ્ધોપિ તે અપ્રતિબુદ્ધ પણ, તત્ત્વજ્ઞાનજ્યોતિ પ્રબલપણાએ કરી ઉલ્લાસિત થતાં, પ્રતમો‰મ્મિતતત્ત્વજ્ઞાનખ્યોતિ, નેત્રવિકા૨ીની જેમ જેના પટલ પ્રકટ ઉઘાડાઈ ગયા છે એવો ઝટ જ પ્રતિબુદ્ઘ થયો, જ્ઞટિતિ પ્રતિબુદ્ધઃ - અર્થાત્ જેમ નેત્રના પડલ ખૂલી જતાં નેત્રરોગી પ્રતિબુદ્ધ થાય છે -
અજાગ્રત
૨૯૮
""
-