________________
આ શાનઘન આત્મા જ નિત્ય ઉપાય છે એમ નીચેની ગાથાનું (૧૬) ભાવનું સૂચન કરતો કળશ (૧૫) સર્જતાં સાક્ષાત્ આત્મસિદ્ધિ સંપન્ન “આત્મખ્યાતિ’ કર્તા અમૃતચંદ્રાચાર્યજીએ આત્મસિદ્ધિ સાધવા ઈચ્છતા અન્ય મુમુક્ષુઓને ભાવપૂર્ણ ઉબોધન કર્યું છે. “સાધ્ય-સાધક ભાવથી દ્વિધા (બે પ્રકારનો) ૨ એક આ શાનઘન આત્મા આત્મસિદ્ધિ ઈચ્છનારાઓથી નિત્ય સમુપાસન કરાઓ !” અર્થાત ‘આ’ પ્રત્યક્ષ સ્વસંવેદનથી અનુભવાતો “જ્ઞાનઘન’ - સર્વ પ્રદેશે જ્ઞાન જ્ઞાન ને જ્ઞાન એવા ઘન જ્ઞાનમય આત્મા સાધ્ય-સાધક ભાવથી “દ્વિધા” - બે વિભાગમાં વહેંચાયેલો છતાં એક એવો આત્મસિદ્ધિ અભિલાષીઓથી નિત્ય - સદાય “સમુપાસાઓ’ સમ્યક પ્રકારે ઉપાસાઓ !
૪૧