________________
પૂર્વરંગઃ સમયસાર ગાથા-૩૩
જૂદો સંચેતતો - સંવેદતો એવો જિતમોહ હોય છે અને આમ નિતમીદશ્ય સતી તિમોહ સતો તે સંત શુદ્ધ આત્મસ્વભાવનો અનુભવ કરે છે અને તે સ્વભાવભાવની ભાવના સૌષ્ઠવ - સારી પેઠે અત્યંત અત્યંત દઢ ભાવના કરતો રહે છે. જેમકે – હું આ દેહાદિ પરવસ્તુથી ભિન્ન એવો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી અજર અમર આત્મા છું. આ નાશવંત દેહાદિ પરભાવ તે હું નથી. એક શુદ્ધ સહાત્મસ્વરૂપ જ મ્હારું છે, બીજું કંઈ પણ મારું નથી. હું આ દેહાદિ ભાવનો નથી, ને આ દેહાદિ ભાવ મહારા નથી, એવો વિવેકરૂપ નિશ્ચય તેના આત્મામાં દઢ થયો છે. માટે મ્હારે આ મ્હારો એક શુદ્ધ આત્મભાવ જ આદેય છે - ગ્રહણ કરવા યોગ્ય છે, બાકી આ બીજા બધા ભાવ હેય છે, ત્યજવા યોગ્ય છે, માટે હું હારા આત્મભાવને જ ભજું ને સમસ્ત પરભાવ પ્રપંચને યજું એ જ યોગ્ય છે. આપણો આત્મભાવ જે એક ચેતનાધાર છે, તે નિજ પરિકર - પરિવાર રૂપ ભાવ જ આ બીજા બધા સાથ સંયોગ કરતાં સાર છે. “એ નિજ પરિકર સાર રે.” માટે હે ચેતન ! તું શાંત થઈ આ સર્વ પરભાવથી વિરામ પામ ! વિરામ પામ ! હે આનંદઘન ! એ જ આ પરમ શાંતિમાર્ગ પામવાનો પરમ ઉપાય છે. એનો આશ્રય કર ! આશ્રય કર ! ઈત્યાદિ પ્રકારે દેહાદિથી ભિન્ન એવો હું જ્ઞાયક સ્વભાવી આત્મા છું, એવી આત્મભાવના તે એવી તો વજલેપ દઢ કરે છે કે પછી સ્વપ્રે પણ દેહાદિમાં કે મોહાદિમાં તેને આત્મબુદ્ધિ થતી નથી, આત્મભાવ ઉપજતો નથી.
શ્રી સદ્ગુરુએ કહ્યાં છે એવા નિગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મ્હારાં નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છઉં.” એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.
“આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવલ જ્ઞાન રે.” - શ્રીમદ્ રાજચંદ્ર “આપણો આતમ ભાવ જે, શુદ્ધ ચેતનાધાર રે, અવર સવિ સાથે સંયોગથી, એ નિજ પરિકર સાર રે. - શાંતિજિન.” - શ્રી આનંદઘનજી "तथैव भावयेद् देहाद् व्यावृत्त्यात्मानमात्मनि । न यथा पुनरात्मानं देहे स्वप्नेपि योजयेत् ॥"
- શ્રી પૂજ્યપાદ સ્વામીજી કૃત “સમાધિ શતક' આમ “સ્વભાવમાવાવાસીદવીવજંતુ’ - “સ્વભાવભાવની ભાવના સૌષ્ઠવથી' - સ્વભાવભાવની ભાવનાના “સૌષ્ઠવના” - સારી પેઠે કરવાપણાના “અવખંભ” થકી - આધાર - ઓથ થકી અર્થાતુ સારી પેઠે ગોખી ગોખીને આત્મભાવના ભાવવા થકી તેનું એટલું બધું બળવાનપણું થાય છે કે, “તસંતાનાયિંતવિનાશે' - તે મોહના સંતાનના અત્યંત વિનાશે કરી પુનઃ અપ્રાદુર્ભાવ હોય એમ – “પુનરાકુવાય' - ભાવક એવો મોહ ક્ષીણ થાય છે, આવક: ક્ષીનો મોઃ ચાતું', અર્થાત્ તે દુષ્ટ મોહની સંતતિનો (chain) વંશ પરંપરાનો – આત્યંતિક સર્વથા વિનાશ થાય છે, એટલે ફરી ક્યારેય પણ પ્રાદુર્ભાવ ન પામે - ફરી પ્રગટપણું ન થાય એમ ભાવક એવો મોહ સર્વદાને માટે સર્વથા ક્ષીણ થાય છે અને આમ જ્યારે ભાવક એવો મોહ ક્ષીણ થાય છે ત્યારે ભાવ્ય-ભાવક ભાવનો અભાવ હોય છે, ‘ત સ ઇવ માવ્યમાવવિમાન', ટાંકણાથી ઉત્કીર્ણ અક્ષર જેવા સ્વરૂપ સુપ્રતિષ્ઠિત ધ્રુવ એવા પરમાત્માને અવાપ્ત પરમાત્માનમવાત:' - (પ્રામ) એવો “ક્ષણમોહ' જિન છે, ધ્રુવપદરામી એવો તે ક્ષણમોહ પરમાત્મા જિન હોય છે, એવા પ્રકારે ત્રીજી નિશ્ચય સ્તુતિ છે, પીળમોદી નિનો રૂતિ તૃતીયા નિશ્ચયસ્તુતિઃ |
વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે, મિથ્યામોહ તિમિર ભય ભાગું, જીત નગારૂં વાણું રે.” - શ્રી આનંદઘનજી “સૂર જગદીશની તીક્ષણ અતિ શૂરતા, જિણે ચિરકાળનો મોહ જતો, ભાવ સાદ્વાદતા શુદ્ધ પરગાશ કરી, નીપનો પરમ પદ જગ વદીતો.' - શ્રી દેવચંદ્રજી
૨૮૭