________________
પૂર્વગઃ સમયસાર ગાથા-૩૨
એમ મોહથી સાવ જૂદાઈ થઈ ગઈ છે, અર્થાત્ આત્મા મોહભાવે પરિણમતો નથી, કેવળ આત્મભાવે પરિણમે છે. આમ ભાવ્ય-ભાવકનો સંકર - સેળભેળ શંભુમેળા રૂપ - મિશ્રપણા રૂપ દોષ દૂર થયો છે, દ્વૈતભાવ વિરામ પામ્યો છે, એટલે “૩૫રંતસમસ્તનાબૂમાવસંવરોષāન' - સમસ્ત ભાવ્ય-ભાવકના સંકર દોષના ઉપરતપણાએ કરીને - વિરામ પામ્યાપણાએ કરીને આત્મા એકત્વમાં ટંકોત્કીર્ણ છે, “પુત્વે ઢોલ્હીf', અર્થાત્ આત્મા સિવાય બીજું કાંઈ જ્યાં નથી એવા એકત્વરૂપ એક અક્ષર જ્ઞાયક સ્વભાવમાં ટાંકણાથી કોતરી કાઢેલ અક્ષરની જેમ ટંકોત્કીર્ણ સુપ્રતિષ્ઠિત વર્તે છે. એવો આ એકત્વમાં ટંકોત્કીર્ણ સંસ્થિત આત્મા ભગવત જ્ઞાનસ્વભાવે કરી “દ્રવ્યાંતર સ્વભાવભાવી”
- અન્ય દ્રવ્યસ્વભાવરૂપ હોતા સર્વ ભાવાંતરોથી - બીજા બધા ભાવોથી ભાત, બાન અભાવે હી. “પરમાર્થથી' - તત્ત્વથી - નિશ્ચયથી “અતિરિક્ત' - અધિક - અતિશાયી - સર્વ ભાવાંતરોથી અતિરિક્ત વધી જતો એવો છે, સાવ જુદો જ અલાયદો તરી આવતો એવો છે. આત્માનું સંચેતન 'भगवता ज्ञानस्वभावेन द्रव्यांतरस्वभावभाविभ्यः सर्वेभ्यो भावांतरेभ्यः
પરમાર્થતીતિરિવર્ત. - આ જ્ઞાન સ્વભાવ કેવો છે ? પૂર્વ ગાથાના વિવેચનમાં વિસ્તારથી વિવરી બતાવ્યું છે તેમ - આ વિશ્વની પણ ઉપર તરી રહેલો છે, પ્રત્યક્ષ ઉદ્યોતિતાથી નિત્ય જ અંતરમાં પ્રકાશમાન છે, કદી પણ અપાય-ક્ષીણતા-હાનિ નહિ પામતો એવો અનપાયી છે, સ્વભાવરૂપ હોવાથી સ્વતઃસિદ્ધ છે, ખરેખર વસ્તુસ્થિતિ રૂપ હોઈ પરમાર્થસત્ છે, સમગ્ર સંપૂર્ણ આનૈશ્વર્યસંપન્ન હોવાથી ભગવતુ છે. આવા આ ભગવતુ પરમ પૂજ્યારાધ્ય જ્ઞાનસ્વભાવ વડે કરીને અન્ય દ્રવ્યોના સ્વભાવ રૂપ સર્વ અન્ય ભાવોથી પરમાર્થથી આ આત્મા પ્રત્યક્ષ જૂદો પડે છે. બીજા કોઈ પણ દ્રવ્યનો કોઈ પણ ભાવ શાન સ્વભાવરૂપ નથી, જ્ઞાન એ કેવળ જીવનો જ “સ્વભાવ' છે, એ જ એનું અન્ય સર્વ દ્રવ્યથી “અતિરિક્ત' - અતિશયવંત - અધિક - અતિશાયી - સાવ જૂદું જ તરી આવતું એવું વિશિષ્ટ સ્વલક્ષણ છે. આમ બીજા કોઈ પણ દ્રવ્યમાં નથી અને કેવલ જીવમાં જ છે, એવા અસાધારણ - અસામાન્ય (Extra-ordinary) કેવલ જ્ઞાનસ્વભાવ રૂપ ગુણાતિશયથી આ જીવ પરમાર્થથી - તત્ત્વથી - નિશ્ચયથી અન્ય સર્વ ભાવથી ભિન્ન પ્રતીત થાય છે.
“જ્ઞાન જીવનો સ્વભાવભૂત ધર્મ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૫૮૨
આમ ભાવ્ય-ભાવકનો વિવેક કરી મોહને હઠથી-જબરજસ્તીથી - આત્મબલથી હઠાવી, એકત્વમાં ટંકોત્કીર્ણ અને ભગવત જ્ઞાનસ્વભાવે કરી સર્વ અન્ય ભાવોથી અતિરિક્ત - જદો : સંચેતે છે' - સંવેદે છે - સમ્યફપણે અનુભવે છે, “માત્માનં સંતયતે' - તે નિશ્ચય કરીને “જિતમોહ” એવો જિન છે, “ હેતુ નિતમોટો નિ:'. - અર્થાતુ ભાવ્ય-ભાવકના વિવેકથી પ્રથમ મોહનો જય કરી, જે સર્વ અન્ય ભાવોનો સંકર - સેળભેળ દોષ દૂર થવાથી એકત્વમાં ટંકોત્કીર્ણ એવા ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવી આત્માને અનુભવે છે, શુદ્ધ સહજત્મસ્વરૂપને સંવેદે છે, તે “જિતમોહ” એમ યથાર્થ નામવાળો “જિન” છે, એવા પ્રકારે બીજી નિશ્ચય સ્તુતિ છે, અર્થાત્ જેમાં નિશ્ચયથી - પરમાર્થથી - તત્ત્વથી જિનતત્ત્વની સ્તુતિ કરાય છે, એવો તખ્તસ્તુતિનો બીજો પ્રકાર છે, તિ દ્વિતીયા નિશ્ચયસ્તુતિ'. |
અને એ જ પ્રકારે “મોહ' પદનું પરિવર્તન કરી - જોહપરિવર્તનન’ - મોહ પદ પટલાવી, તેને સ્થાને અનુક્રમે રાગ-દ્વેષ, ક્રોધ-માન-માયા લોભ, કર્મ-નોકર્મ, મન-વચન-કાય એમ અગીયાર સૂત્રોનું વ્યાખ્યાન અત્ર કર્તવ્ય છે, અર્થાતુ જિતરાગ, જિતષ, જિતક્રોધ, જિતમાન, જિતાય, જિતલોભ, જિતકર્મ, જિતનોકર્મ, જિતમન, જિતવચન, જિતકાય એ અગીયાર સૂત્રો સમજવા યોગ્ય છે અને આગલી ગાથામાં ઈદ્રિય સૂત્રનું વ્યાખ્યાન કરી ચૂકાયું હોઈ તે ઉપરથી શ્રોત્ર, ચક્ષુ, ધ્રાણ, રસન, સ્પર્શન એ પંચ સૂત્રોનું વ્યાખ્યાન તેમાં સમાઈ ગયું છે. આ સૂચિત દિશા પ્રમાણે બીજા બીજા પ્રકારો પણ સ્વમતિથી સમજી લેવા, ‘મનાં ફિશ ન્યાપિ pહ્યાનિ - તાત્પર્ય કે - આત્માથી પર એવા સર્વ પરભાવોનો - વિભાવોનો જય કરી, શુદ્ધ એક જ્ઞાયક સ્વભાવમાં જે સ્થિતિ કરી છે. તે “જિન” છે
૨૮૩