________________
સમયસાર : આત્મખ્યાતિ
જેમ સરોવરમાં તરતો મનુષ્ય તરવાની મોજ માણે છે, તેમ વિશ્વ સરોવરમાં ઉપર તરતો આ જ્ઞાન સ્વભાવ વિશ્વમાં ડૂળ્યા વિના વિશ્વને જાણતો રહી આત્માનુભવામૃતની મોજ માણે છે. જેમ લઘુ વજનવાળું કાષ્ઠ કે તુંબડું જ પાણીમાં તરી શકે છે, તેમ શેયપ્રપંચનો ભાર ઉતરી જવાથી અત્યંત લઘુ છતાં જગદ્ગુરુ એવો પરમ અદ્દભુત આશ્ચર્યકારી આ જ્ઞાન સ્વભાવ જ આ વિશ્વના ઊંડા અગાધ પાણીમાં નહિં ડૂબતાં તેની સપાટી ઉપર હારનો લ્હાર રહી આસાનીથી - સહજ અપ્રયાસ ભાવથી તરવાને સમર્થ થાય છે.
આ જ્ઞાન સ્વભાવ આવો શાથી છે ? (૨) પ્રત્યક્ષ ઉદ્યોતિતાથી (ઉદ્યોતતાથી) નિત્યમેવ અંતઃ પ્રકાશમાન એવો છે તેથી, “પ્રત્યક્ષોદ્યોતિતથા નિત્યમેવાન્તઃ પ્રવેશીને ' - આ જ્ઞાનસ્વભાવ પ્રત્યક્ષ ઉદ્યોતિપણાએ કરીને - પ્રકાશિતપણાએ કરીને નિત્યમેવ સદાય અંતરમાં પ્રકાશમાન છે. જેમ રત્નદીપક વ્હારમાં સદાય પ્રત્યક્ષ ઉદ્યોત - પ્રકાશ કરે છે, તેમ આ જ્ઞાન-રત્નદીપક સદાય અંતઃ પ્રકાશમાન છે, અંતરમાં પ્રકાશી રહ્યો છે, એનો અનુભવ પ્રકાશ અંતરમાં નિરંતર પ્રત્યક્ષ પ્રગટ ઝળહળી રહ્યો છે. આમ પ્રત્યક્ષ રત્નદીપક જેવો જેનો નિરંતર અખંડ ઝગઝગાટ પ્રગટ છે, એવા પ્રકાશધામ જ્ઞાનસ્વભાવને માટે હવે બીજા કયા પ્રમાણની જરૂર છે ?
“સાહેલાં કુંથ જિનેશ્વર દેવ, રત્નદીપક અતિ દીપતો હો લાલ. સા. તે મુજ મન મંદિરમાંહિ, આવે જો અરિબલ આપતો હો લાલ. સા. હે મિટે તો મોહઅંધાર, અનુભવ તેજે જળહળે હો લાલ. સા. હે ધૂમ કષાય ન રેખ, ચરણ ચિત્રામણ નવિ ચળે હો લાલ.” ઈત્યાદિ. - શ્રી યશોવિજયજી
આત્મા અનંત જ્ઞાનમય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, ૬૪૩.
આ જ્ઞાન સ્વભાવ આવો નિત્યમેવ અંતઃપ્રકાશમાન પણ શાથી છે ? (૩) અપાયી છે તેથી, અનાવિના' - આ જ્ઞાનસ્વભાવ જેનો આય-લાભ અપગત થાય છે - ચાલ્યો જાય એવો અપાયી નથી - અનપાયી છે, કદી પણ અપાય-હાનિ પામતો નથી એવો છે. જેમ રત્નદીપનો પ્રકાશ નિરંતર સ્થિરપણે પ્રકાશ્યા કરે છે, જૂનાધિકતા રૂપ હાનિ પામતો નથી, તેમ આ જ્ઞાન રત્નદીપનો પ્રકાશ નિરંતર સ્થિરપણે પ્રકાશ્યા કરે છે, જૂનાધિકતા રૂપ અપાય-હાનિ પામતો નથી. આ જ્ઞાનસ્વભાવ ત્રણે કાળમાં અખંડ સ્થિતિ રૂપ શાશ્વત છે.
આ જ્ઞાન સ્વભાવ આવો અનપાયી શાથી છે ? (૪) સ્વતઃ સિદ્ધ છે તેથી, “યતઃ સિન - આવો આ સ્વયં અંતઃ પ્રકાશમાન અનપાયી જ્ઞાનસ્વભાવ સ્વતઃ સિદ્ધ છે, આપોઆપ સિદ્ધ સુપ્રતિષ્ઠિત છે. એને સિદ્ધ કરવા માટે બીજા કોઈ પ્રમાણની જરૂર નથી. પ્રત્યક્ષ અનુભવ પ્રમાણથી સિદ્ધ એવો તે સ્વભાવ છે અને સ્વભાવનો કોઈ કાળે નાશ થતો નથી, માટે તે અનાદિ અનંત એવો શાશ્વત છે.
તે આવો સ્વતઃ સિદ્ધ પણ શાથી ? (૫) પરમાર્થસતું છે તેથી, “પરમાર્થસતા' - આવો આ સ્વયંપ્રકાશી સ્વતઃ સિદ્ધ શાશ્વત જ્ઞાનસ્વભાવ પરમાર્થ સત્ છે. અર્થાત્ પરમાર્થથી - તત્ત્વથી - નિશ્ચયથી સતુ - ખરેખરૂં સ્વરૂપ અસ્તિત્વ ધરાવનારો સતુ વસ્તુસ્વરૂપ છે, કલ્પનામાત્ર કે ઉપચાર રૂપ નથી, ખરેખર પરમાર્થસત્ એવી નિરુપચરિત વસ્તુ છે.
અને આવો આ ઉક્ત ગુણશ્રી સંપન્ન પરમાર્થ સત્ છે તેથી શું? (૬) ભગવત છે તેથી, માવત' - આવો આ પરમાર્થસતુ જ્ઞાનસ્વભાવ ભગવતુ છે, સમગ્ર સંપૂર્ણ આત્મશ્વર્ય રૂપ પરમ ભગસંપન્ન ભગવાન છે, પરમ ઐશ્વર્યસંપન્ન પરમેશ્વર - પરમ પદાર્થ છે અને ભગવત્ છે એટલે જ તે પરમ પૂજ્ય-પૂજાઈ - સર્વ મુમુક્ષુ આત્માર્થીઓનો પરમ આરાધ્ય છે, પરમ ઉપાસ્ય છે, પરમ ધ્યેય છે અને એટલે જ તે “ભગવત્’ એવા પરમ માનાર્ડ શબ્દથી અત્રે ઉલ્લેખિત છે.
આમ આ જ્ઞાનસ્વભાવ વિશ્વની પણ ઉપર તરતો, પ્રત્યક્ષ ઉદ્યોતિતાથી નિત્યમેવ અંતઃ
૨૭૬