________________
સમયસાર : આત્મખ્યાતિ
અને તે પાંચે ઈદ્રિય પણ પોતપોતાના ખાસ વિષયમાં પણ આત્માની સત્તા વડે કરીને જ પ્રવર્તે છે. જે આત્માની સત્તા ન હોય તો તે પાંચે ઈદ્રિય પણ અકિંચિકર નકામી થઈ પડી પોતપોતાના વિષયમાં પણ પ્રવર્તવા સમર્થ થાય નહિ – પ્રવર્તી શકે નહિ અને તે કલ્પિત ખંડખંડ સુખનો પણ અનુભવ કરાવી આકર્ષી શકે નહિ. માટે જે કાંઈ ભાવેંદ્રિય થકી અનુભવાતું ઈદ્રિય સુખ વા તજ્જન્ય આકર્ષણ છે, તેનું મૂલ ઉત્થાન - પ્રભવ સ્થાન (fountain-store) અનુભવ સ્વરૂપ આત્મા છે. એટલે સર્વ સુખના અધિષ્ઠાન અને નિધાન રૂ૫ અનુભવમૂર્તિ આત્મા જ “પ્રતીત થઈ રહેલી અખંડ એકચિત શક્તિતાએ કરીને' અખંડ પરમ આકર્ષણનું કારણ છે અને સહજત્મસ્વરૂપ સૌંદર્યથી સમસ્ત ચિદુ વૃત્તિઓને પરમ આકર્ષક એવો તે શુદ્ધ ચૈતન્યમૂર્તિ પરમ સત્ય શિવ ને સુંદર “સત્યં શિવં સુંવર - આત્મા જ આત્મામાં લય કરનારો ભાવથી ખરેખરો ચિત્તચોર છે. કારણકે આત્માનું સુખ અખંડ એક ચિતુ શક્તિતા - ચૈતન્યશક્તિપણા થકી ઉપજે છે : અખંડ એક ચૈતન્યશક્તિની અસ્મલિત અવિચ્છિન્ન ધારાથી અત્રે અખંડ સુખનો અનુભવ થાય છે, માટે અખંડ ચિત્ શક્તિસંપન્ન આત્મા જ પરમ આકર્ષણનું એક સ્થાન છે, પરમ સુખનું એક ધામ છે, અદ્ભુત ચૈતન્ય ચમત્કારથી એ જ આત્માને આત્મામાં આકર્ષનારો, ચિતુ વૃત્તિઓને આત્મા પ્રત્યે ખેંચનારો “ચિત્તચોર' છે !
ઈદ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન; પંચ ઈદ્રિના વિષયનું, પણ આત્માને ભાન.”
- શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર પર માટે ક્યાં આ નિજ નિજ ક્ષેત્રે મર્યાદિત શક્તિવાળી નાના ઠાકરડા જેવી આ તુચ્છ ક્ષયોપશમ ભાવેંદ્રિયો ? અને ક્યાં આ અનંત ચિતશક્તિસંપન્ન મહાસમ્રાટ સમો આ પરમ અનુભવ સ્વરૂપ પ્રતીત થતો ચૈતન્ય ચક્રવર્તી સહજાત્મસ્વરૂપ આત્મા? ક્યાં આ ખંડખંડ આકર્ષનારી પરમ પામર ભાવેંદ્રિયો? અને ક્યાં આ અખંડ ચૈતન્યશક્તિથી પરમ આકર્ષણ કરનારો પરમ આત્મા ? આમ “પ્રતીયમના વંવિત્તિયા' - આત્મામાં પ્રતીત થઈ રહેલી અખંડ ચૈતન્યશક્તિ વડે ભાવેંદ્રિયોનો જય કરે છે. આ ભાવેંદ્રિયોથી અવગ્રહાઈ રહેલા સ્પર્શ-રસ આદિ ઈઢિયાર્થો - ઈદ્રિય વિષયો છે. તે
“બાહ્યશ્રીહરક્ષણ સંવંધપ્રત્યાત્તિવશેન - ગ્રાહ્ય-ગ્રાહક લક્ષણ સંબંધની ઈઢિયાર્થજય પ્રત્યાત્તિ વિશે - અત્યંત નિકટતાને આધીનપણાઓ કરી “સંવિદૂ સંવેદન
અનુભવના સાથે પરસ્પર જાણે એકીભૂત - એકરૂપ થઈ ગયેલા છે, અર્થાતુ “સંવિ’ - આત્માનુભૂતિ ગ્રહણ કરનાર ગ્રાહક છે અને ઈદ્રિય વિષયો ગ્રહણ કરવા યોગ્ય ગ્રાહ્ય છે, એમ ગ્રાહ્ય - ગ્રાહક સંબંધના સંનિકર્ષરૂપ અત્યંત નિકટપણાને લીધે સ્પર્શાદ ઈઢિયાર્થો અનુભવ સાથે જણે એકરૂપ થઈ ગયેલા ભાસે છે. “માદ્રિયવિશ્રધ્ધમાન અશીનનું - આ સ્પર્શાદિ ભાવેદ્રિયોથી અવગ્રહાઈ રહ્યા છે, અર્થાતુ પોતપોતાના વિષયની નિયત મર્યાદા પ્રમાણે પ્રત્યે ભાવેંદ્રિય પોતપોતાના ઈદ્રિયાર્થનું - ઈદ્રિય વિષયનું અવગ્રહણ કરે છે અને આ ક્ષયોપશમભાવરૂપ ભાવેંદ્રિયથી ગ્રહણ કરાયેલો સ્પર્શાદિ ભાવ સંવિદ્ સાથે - આત્માનુભૂતિ (અનુભવ) સાથે જાણે એકરૂપ થાય છે એમ ભાસે છે. પણ આત્મા તો ચેતન રૂપ છે, તે સ્પર્ધાદિના સંવેદનને સંવેદે છે છતાં તેને અચેતન પુદ્ગલરૂપ સ્પર્ધાદિના કારણભૂત બાહ્ય અર્થો-ઈદ્રિય વિષયો સાથે સંગ-સંપર્ક (contact) થતો નથી - તે પુદ્ગલરૂપ અર્થોને - ઈદ્રિય વિષયોને - તે સ્પર્શતો નથી, ચાખતો નથી, સુંઘતો નથી, દેખતો નથી, સાંભળતો નથી એટલું જ નહિ, પણ તેને ભાવેંદ્રિયોથી અવગ્રહાઈ રહેલા સ્પર્ધાદિ ઈઢિયાર્થો સાથે પણ સંગ-સંપર્ક (contact) થતો નથી. તે તો એ અશદિ સ ઈદ્રિયવિષયથી પરમાર્થથી અસંગ છે. આ આત્માની ચિત્ શક્તિની અસંગતા સ્વયમેવ - આપોઆપ અનુભવાય છે. આવી આ વિછવક્તઃ ચયવાનમૂયમાનાસંતિયા' - ચિનુ શક્તિની સ્વયમેવ
જુઓ : આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર “રાજ જ્યોતિ મહાભાષ્ય (સ્વરચિત) ડૉ. ભગવાનદાસ કૃત
૨૭૪