________________
પૂર્વરંગઃ સમયસાર ગાથા-૩૦ઃ (અર્તગત) કળશ ૨૬
ઉપરમાં જે નગર અને રાજાનું દૃષ્ટાંત કહ્યું, તેનો દાતિક ભાવ દર્શાવતાં, જિનેંદ્ર ભગવાનના અનુપમ રૂપનું અપૂર્વ ભક્તિભાવથી સર્વાંગ સુંદર હૃદયગમ વર્ણન કરતાં આ પરમ અભેદ ભક્તિસંપન્ન પરમ ભક્તશિરોમણિ મહાકવિ બ્રહ્મા અમૃતચંદ્રજીએ અદ્ભુત કવિત્વ - ચમત્કૃતિથી શ્લેષયુક્ત ઉપમા બિંબ પ્રતિબિંબ ભાવે દર્શાવતો આ કળશ સર્જ્યો છે ઃ નિત્યમવિધા સુસ્થિતતાળું' નિત્ય - સદાય અવિકાર
સુસ્થિત સર્વાંગવાળું, જ્યાં વિકારનો સર્વથા અભાવ છે એવા અવિકાર, ‘સુસ્થિત' – સારી પેઠે યથાસ્થાને યથા પ્રમાણ સ્થિત ગોઠવાયેલ સર્વ અંગ છે જેના, ‘અપૂર્વસહબતાવળ્યું અપૂર્વ સહજ લાવણ્યવાળું, પૂર્વે કદી પણ નહિં સાંભળેલું નહિં દીઠેલું એવું અપૂર્વ સહજ સ્વભાવભૂત લાવણ્ય - રમણીયપણું - સ્વરૂપ સૌંદર્ય (અથવા પક્ષે લવણપણું) જેનું, ‘ક્ષોમમિવ સમુદ્ર સમુદ્ર જેવું અક્ષોભ-ક્ષોભ (ખળભળાટ)ન પામે એવું નિરેંદ્ર É પરં નત્તિ પરમ જિવેંદ્ર રૂપ જય પામે છે, ‘પરમ' - સર્વોત્કૃષ્ટ - સર્વાતિશાયી એવું જિવેંદ્ર દેવનું રૂપ જયવંત વર્તે છે ! –
જિવેંદ્ર રૂપ વર્ણન જિન વર્ણન નથી થતું
-
એવા પ્રકારે શરીરનું સ્તવન કરવામાં આવ્યું, તીર્થંકર કેવલિપુરુષ તે શરીરના અધિષ્ઠાતા અધિપતિ છતાં - ‘તવધિષ્ઠાતૃત્વેપિ’ - તે કેવલિપુરુષનું તેથી કાંઈ સ્તવન થઈ જતું નથી. કારણકે સુસ્થિત સર્વાંગપણું, લાવણ્ય આદિ શરીર ગુણોનો તે કેવલ આત્મારૂપ કેવલિપુરુષમાં સર્વથા અભાવ છે. માટે નિશ્ચયથી શરીર સ્તવનથી, તેના અધિષ્ઠાતા છતાં - આત્માનું સ્તવન ઘટતું નથી, એ નિશ્ચય સિદ્ધાંત વિશેષે કરીને દઢ થયો.
૨૬૯