________________
આગમથી, અનુમાનથી, અનુશાસનથી અને અનુભવથી ઉદભવ પામેલો એવો મ્હારો જે કોઈ આત્માનો “સ્વવિભવ' છે, જ્ઞાનાદિ આત્મગુણ સંપત્તિરૂપ મ્હારા આત્માનું જેટલું સ્વધન છે - જેટલી પોતીકી આત્મસંપત્તિ છે, તે સર્વ કાંઈ પણ બાકાત રાખ્યા વિના હું આ સમયસાર શાસ્ત્રની રચનામાં સમડું છું, મહારી લાયોપથમિક શક્તિનો જે કાંઈ પ્રકાશ હોય તે આ સતુ શાસ્ત્રની ગૂંથણીમાં હાજર કરું છું, કે જેથી કરીને જગતના પરમોત્તમ તત્ત્વરૂપ આ શુદ્ધ આત્મ તત્ત્વનો - સમયસારનો આ વિશ્વને વિષે પરમ પ્રકાશ થાય અને જેથી કરીને મ્હારા આત્માની જેમ અન્ય આત્માર્થી આત્માઓને - સમસ્ત જગજીવોને પણ સર્વ પરભાવ - વિભાવથી વ્યાવૃત્તિ થઈ શુદ્ધાત્મ સ્વભાવને વિષે આત્યંતિક પ્રવૃત્તિ થાય.
“કિંતુ જે દર્શાવું તો સ્વયમેવ સ્વાનુભવ પ્રત્યક્ષથી પરીક્ષીને પ્રમાણ કર્તવ્ય છે, પણ જો અલું તો છલગ્રહણમાં જાગરૂક થવું યોગ્ય નથી.” અર્થાત્ મ્હારા આત્માને જેમ આત્માનુભવ પ્રત્યક્ષથી પ્રમાણ ભાસ્યું તેમ જતાથી - સરળતાથી દર્શાવ્યું તેમ વિવેકી તત્ત્વચિંતક મુમુક્ષુએ પણ સ્વયમેવ આત્માનુભવ પ્રત્યક્ષથી પરીક્ષા કરવી, હું જે દર્શાવું તે સત્ય જાણી ઋજુતાથી - સરળતાથી પ્રમાણ કરવું, પણ જે અલના કરું - ચૂકં, તો છલગ્રહણ કરવામાં જાગરૂક - ખબરદાર (Ever-ready) ન થવું, છલ પકડવામાં અર્થાત વક્રતાથી દૂષણાભાસરૂપ છિદ્ર શોધવામાં તત્પર ન થવું, સદા જાગતા (always alert) ન રહેવું.
આમ ઋજુતાની – મૃદુતાની મૂર્તિ પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ શુદ્ધ સ્ફટિક જેવા સ્વચ્છ હૃદયથી નિખાલસપણે આત્મભાવ દર્શાવ્યો છે. અત્રે “મહારા આત્માનો સ્વવિભવ' એમ કહ્યું તે એમ સૂચવે છે કે - “હું” એટલે દેહ અને દેહાશ્રિત “કંદકંદ' નામ ધરનારો નહિ પણ કુંદકુંદ નામધારી દેહમાં બેઠેલો દેહી' - શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્મા, એવો સતત જાગતો ઉપયોગ શુદ્ધોપયોગ સુસ્થિત આત્મારામી મહાશ્રમણ કુંદકુંદજીના હૃદયમાં સોદિત જ છે. નિષ્કારણ કરુણાથી જગતનો ઉપકાર કરવો એ સત્ પુરુષોની સનાતન પ્રણાલિકા છે, તેને અનુસરી આ મહા-જ્ઞાનેશ્વરીએ પોતાના “આત્માનો જેટલો કાંઈ
સ્વવિભવ' તે સર્વસ્વ કાંઈ બાકી રાખ્યા વિના - જગતુ કલ્યાણાર્થે કોઈ પણ જાતની કંઈ પણ સ્પૃહા વિના પરમ નિસ્પૃહપણે ખર્ચી નાંખ્યો છે, ખાલી કરી ઠલવી નાંખ્યો છે, છતાં આત્મામાં પૂરો ભરી રાખ્યો છે ! જગતના આત્મ કલ્યાણ યજ્ઞમાં આત્મસમર્પણ કરનારા આ જ્ઞાન-ધનેશ્વરે જેનું દાન દીધાથી વધે છે એવા જ્ઞાન ધનનો આ અક્ષયનિધિ જગતુ દારિદ્ર દૂર કરવા માટે ખૂલ્લો મૂકી દીધો છે અને દાનમાં કે ભેટમાં તો કોઈ બદલાની કે સ્પૃહાની આશા હોય નહીં, એટલે આ સર્વ“સ્વ” દાન કરનારા જ્ઞાનેશ્વરી-દાનેશ્વરીએ આ લોક - પરલોક સંબંધી સર્વથા નિષ્કામ-નિઃસ્પૃહપણે સ્વ - પરના એકાંત શુદ્ધ આત્માર્થહેતુએ જ - શુદ્ધ પરમાર્થહેતુએ જ આ પરમાર્થ જ્ઞાનદાન કરી ઉત્તમ તત્ત્વજ્ઞાન જગતને ભેટ ધરી છે.
અને આ સમયસાર શાસ્ત્રનું “સમયમામૃત' નામ પણ એ જ અર્થનું સૂચન કરે છે. મહા જ્ઞાનેશ્વરી - દાનેશ્વરી પરમર્ષિ ભગવત્ કુંદકુંદાચાર્યજીએ આ પરમાર્થ સંભૂત સમયસાર “પ્રાભૃત”નું જગતને પ્રાભૃત (ભટણ) ધર્યું છે અને તેવા જ મહા જ્ઞાનેશ્વરી - દાનેશ્વરી પરમષિ ભગવતું અમૃતચંદ્રાચાર્યજી પણ અત્રે આત્માનો સર્વ “સ્વ વિભવ' સમર્પણ કરી પરમ અદ્ભુત મૌલિક તત્ત્વામૃત મંથનમય મહા જ્ઞાન-સમૃદ્ધિથી આ પ્રાભૃતને અત્યંત સંભૂત – સમૃદ્ધ કરી મહામૂલ્યવંતુ “મહાપ્રાભૃત” બનાવ્યું છે. આમ જગતુને આવા ઉત્તમોત્તમ તત્ત્વજ્ઞાનનું પ્રાભૃત સમર્પનારા આ બન્ને પરમ ધુરંધર પરમ ગુરુઓની અદ્ભુત અલૌકિક પરમર્ષિ યુગલે જગતુતત્ત્વજ્ઞાનીઓની યશસ્વી પરમ યશસ્વી મંડલીમાં એવું વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે, કે પદે પદે તત્ત્વરસિકોના સહજ સ્વયંભૂ ઉદ્ગાર નીકળે છે કે જય કુંદકુંદ ! જય અમૃતચંદ્ર !
આમ પરમ ભાવિતાત્મા પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ જે શુદ્ધ ભાવથી કહ્યું છે, તેવો જ ભાવ પરમ આત્મભાવનાથી અસ્થિમજ્જ રંગાયેલા પરમ ભાવિતાત્મા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી અંગે પણ ઉપલક્ષણથી સમજવાનો છે. કારણકે કુંદકુંદાચાર્યજીના અનન્ય પરમાર્થ ભક્ત એવા અમૃતચંદ્રાચાર્યજીએ પણ પોતાના આત્માનું સર્વ સામર્થ્ય રેડ્યું છે. એટલે કે તેઓશ્રીએ પણ, પરમર્ષિ કુંદકુંદાચાર્યજીની
૩૯