________________
પૂર્વરંગ સમયસાર કળશ-૨૩ દેહ સાથેના એકત્વ મોહને છોડાવવાનો એક અપૂર્વ કીમિયો પરમ પરમાર્થ શિલ્પી અમૃતચંદ્રજી દર્શાવે છે -
____ मालिनी अयि कथमपि मृत्वा तत्त्वकौतूहली सत् ननुभव भवमूत्तेः पार्श्ववर्ती मुहूर्त । पृथगथ विलसंतं स्वं समालोक्य येन,
त्यजसि झगिति मूर्त्या साकमेकत्वमोहं ॥२३॥ ક્યમ જ મર્રી અલ્યા! ભૈ તત્ત્વકૌતુહલી તું, અનુભવ ભવમૂર્તિ પાર્શ્વવર્તી ઘડી તું, સ્વ પૃથગ વિલસંતો જેથી સમ્યફ નિહાળી, ઝટ મૂરતિશું દેશે એકતા મોહ બાળી. ૨૩
અમૃત પદ-૨૩. અલ્યા ! કર અનુભવ ! અનુભવ તું ! અલ્યા ! કર અનુભવ ! અનુભવ તું ! કોઈ પ્રકારે મૃત્યુ પામી, તત્ત્વ કુતૂહલ કામી. અલ્યા. ૧ મૂર્ત દેહનો પાર્શ્વવર્તી તું, મુહૂર્ત અનુરભૌસે, તો આત્માને ભિન્ન સર્વથા, વિલસંતો તું જોશે.. અલ્યા. ૨ મૂર્તિ સાથે એકપણાનો, મોહ તતક્ષણ ખોશે...
ભગવાન અમૃતમય મૂર્તિનું, દર્શન તુજને હોશે... અલ્યા. ૩ અર્થ : અલ્યા ! કોઈ પણ પ્રકારે મૃત્યુ પામી (મરી જઈ), તત્ત્વકુતૂહલી સતો તું ભવમૂર્તિનો (દહનો) પાવર્તી પાસે રહેનારો - પાડોશી બની મુહૂર્ત અનુભવ કર ! કે જેથી કરીને પૃથફભિન્ન વિલસતા સ્વને સમાલોકી તું ઝટ જ મૂર્તિ સાથેનો એકત્વ મોહ ત્યજી દેશે.
“અમૃત જ્યોતિ' મહાભાષ્ય દૂધ પાણી જૂદાં છે તેમ સસ્કુરુષના આશ્રયે, પ્રતીતિએ દેહ અને આત્મા જૂદા છે એમ ભાન થાય, અંતરમાં પોતાના આત્માનુભવ રૂપે જેમ દૂધ ને પાણી જૂદાં થાય તેમ દેહ અને આત્મા જૂદા થાય ત્યારે પરમાત્વપણું પ્રાપ્ત થાય.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. ૬૪૩, પૃ. ૫૨૬
જીવતાં મરાય તો ફરી મરવું ન પડે એવું મરણ ઈચ્છવા યોગ્ય છે.” “સતત અંતર્મુખ ઉપયોગ સ્થિતિ એ જ નિગ્રંથનો પરમ ધર્મ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭. ઉપરમાં જે ગદ્યભાગમાં કહ્યું તેની પરિપુષ્ટિ રૂપ આ ઉપસંહાર કળશ કહ્યો છે : “જિ” - અલ્યા !
“ફથમ િમૃતા' - કેમે કરીને કોઈ પણ પ્રકારે મરી જઈને. એમ તે કેમ
બને ? અને શા માટે, “તત્વવેતૂહર્તી સન્' - તત્ત્વકૌતુહલી સતો, જોઈએ તો તત્ત્વકૌતૂહલી થઈ દેહનો પાડોશી બની અવલોક " ખરા તત્વ કેવુંક છે, એમ તત્ત્વનું કુતૂહલ - કૌતુક જેને ઉપજ્યું છે એવો
થઈને. એમ મરી જઈને શું ? અનુમત મવમૂત્તે પર્વવર્તી મુહૂર્ત -
ભવમૂર્તિનો પાર્શ્વવર્તી થઈ મુહુર્ત અનુભવ ! - “ભવમૂર્તિ'નો ભવની - સંસારની જે “મૂર્તિ - મૂર્તિમાનું સ્વરૂપ છે એવો મૂર્ત પુદ્ગલમય દેહનો “પાર્શ્વવર્તી - પાર્થે - પડખે વર્તનારો - પાડોશી (Neighbour) થઈને મુહૂર્તભર અનુભવ કર ! એથી શું ? “પૃથથ વિસંતું સમારોય જેને પૃથગુ વિલસતા સ્વને સમાલોકીને “પૃથગુ’–સર્વ અન્ય ભાવથી ભિન્ન જૂદા-અલગ એવા “સ્વને પોતાને આત્માને સમાલોકીને “સમ્” સમ્યક્ પ્રકારે આ - વસ્તુની મર્યાદા પ્રમાણે લોકોને - દેખીને - સાક્ષાતુ કરીને, “ત્યગતિ જ્ઞાતિ મૂર્તી સામેવત્વમોહં' ઝટજ મૂર્તિની સાથેનો એકત્વમોહ તું ત્યજશે, “ઝટજ' શીઘર - એકદમ જ “મૂર્તિની' - મૂર્ત એવાં પુદ્ગલની મૂર્તિની સાથે એકપણાનો મોહ તું છોડી દેશે.
અધ્યાત્મગગનમાં ગગનગામિની કલ્પનાની પાંખે ઊડનારા પરમ પરમાર્થકવિ પરમર્ષિ પરમ ભાવિતાત્મા અમૃતચંદ્રજી અત્રે મુમુક્ષુઓને અપૂર્વ આત્માપ્રેરણા કરતાં ઉદ્ઘોધે છે કે – અહો મુમુક્ષુ ! અમે આટલું આટલું સ્પષ્ટ સમજાવ્યું છતાં હજુ જો તો ન સમજતો હો, તો તું આમ અમે કહીએ છીએ તે
૨૫૩