________________
સમયસાર : આત્મખ્યાતિ
ગઈ છે કે, “દેહાદિ તે જ હું એવી વિપર્યાસ બુદ્ધિ - વિપરીત મતિ તેને ઉપજી છે. જડના દીર્ઘકાળના
સહવાસથી તે જાણે જડ જેવો થઈ ગયો છે ! આમ કાયાદિકમાં બહિરાત્મા દેહમાં આત્મબુદ્ધિ આત્મબુદ્ધિથી પ્રહાયેલો જીવ બહિરાત્મા કહેવાય છે. “આત્મજ્ઞાનથી* સંસાર દુઃખનું મૂળ પરામુખ એવો આ બહિરાત્મા પોતાના સ્વરૂપનું ભાન ભૂલી, ઈદ્રિય
દ્વારોથી હુરાયમાન થઈ, પોતાના દેહને આત્માપણે માની બેસે છે. મનુષ્ય દેહમાં રહેલા આત્માને તે મનુષ્ય માને છે, તિર્યંચ દેહમાં રહેલા આત્માને તે તિર્યંચ માને છે, દેવ દેહમાં રહેલા આત્માને દેવ માને છે અને નારક દેહમાં રહેલા આત્માને તે નારક માને છે, પણ તત્ત્વથી હું પોતે તેવો નથી, તે તે દેહ પર્યાયરૂપ નથી, હું તો અનંતાનંત જ્ઞાનશક્તિનો સ્વામી
સ્વસંવેદ્ય એવો અચલ સ્થિતિવાળો શાશ્વત આત્મા છું, એમ તે મૂઢ જાણતો નથી. આમ પોતાના દેહમાં આત્માનો અધ્યાસ કરતો એવો આ બહિરાત્મા “પરના આત્માનો જ્યાં વાસ છે એવા સ્વદેહ સદેશ અચેતન પરદેહને આ પારકો દેહ એમ માની બેસે છે અને આમ દેહોમાં સ્વ-પરના મિથ્યા અધ્યવસાયને - માન્યતાને લીધે, જેને આત્માનું ભાન નથી એવા અનાત્મજ્ઞ જનને સ્ત્રી-પુત્રાદિ સંબંધી વિધ્યમ વર્તે છે અને તેમાંથી અવિદ્યા નામનો દઢ સંસ્કાર જન્મે છે - કે જેથી લોક પુનઃ દેહ એ જ આત્મા એવું અભિમાન ધરે છે. આ દેહમાં આત્મબુદ્ધિ એ જ સંસાર દુઃખનું મૂળ છે.'
જડ ચલ જડ ચલ કર્મ જે દેહને હોજી, ાણું આતમ તત્ત્વ, બહિરાતમ બહિરાતમતા મેં ગ્રહી હોજી, ચતુરંગે એકત્વ... નમિપ્રભ !' - શ્રી દેવચંદ્રજી દેહમાં આ આત્મબુદ્ધિને લીધે જ જીવ તેના લાલન-પાલનાર્થે વિષયોમાં પ્રવૃત્તિ કરે છે અને તે
' વિષય પ્રાપ્તિના સાધન રૂપ ધનાદિના ઉપાર્જનમાં પ્રવૃત્ત થાય છે, તેની દેહાત્મબુદ્ધિને લઈ રાગદ્વેષાદિ પ્રાપ્તિમાં અનુકુળ થાય તે પ્રત્યે રાગ કરે છે, પ્રતિકૂળ પ્રત્યે દ્વેષ ધરે છે. અને ભવ - ભ્રમણ
તેમાં કોઈ વચ્ચે આડે આવે તેના પ્રત્યે ક્રોધ કરે છે, તુચ્છ કદ જેવા કંઈક
વિષયની પ્રાપ્તિ થતાં તે અનંતગણું અભિમાન ધરી કાકીડાની જેમ નાચે છે અને વિશેષ વિશેષનો લોભ ધરતો રહી તેના લાભ માટે અનેક પ્રકારના છળ પ્રપંચ-માયાકપટ કરી પોતાને અને પરને છેતરે છે. ઈત્યાદિ પ્રકારે જીવ વિષયનો અર્થે કષાય કરે છે અને તેથી હાથે કરીને આખો ભવ પ્રપંચ ઉભો કરીને, સંસાર પરિભ્રમણ દુઃખ પામી, તે ભવોદ્વિગ્ન બને છે. આમ દેહમાં આત્મબુદ્ધિ રૂપ મૂળથી ઉપજતા વિષય-કષાયથી આત્માર્થ હારી જતા આ જીવનું સંસાર ચક્ર ચાલ્યા કરે છે. આમ પરપરિણતિના રાગીપણે, પિરરસ રંગે રક્ત થયેલો આ દેહાત્મબુદ્ધિ જીવ, પરવસ્તુનો ગ્રાહક અને રક્ષક બની, પર વરૂના ભોગમાં આસક્ત થઈને અનંત કાળ પર્યત સંસારમાં રખડે છે અને આમ પોતાનું આત્મહિત ચૂકી, આ મહામોહમૂઢ જીવ વેઠીઆ પોઠીઆની પેઠે પારકી વેઠ ઉઠાવી, હાથે કરીને નાહકનો હેરાન હેરાન થાય છે ને આત્મા હારી જાય છે. આ સર્વ અનર્થનો મૂળભૂત અનાત્મામાં આત્મબુદ્ધિ રૂપ અનાદિનો મોહ હવે તો જંગતું તો અને આ અનુભવામૃત રૂપ જ્ઞાનરસનો આસ્વાદ લ્યો એવો પરમ નિષ્કારણ કરુણાથી પરમ માવપૂર્ણ અનુરોધ પરમ કરુણાનિધિ અમૃતચંદ્રાચાર્યજીએ અત્ર કર્યો છે. આનો જાણે પ્રતિધ્વનિ કરતા હોય એમ અનાદિના આ દુર્ગમ મોહને ટાળવાનો સર્વજ્ઞાની સંમત સુગમ સદુપાય દર્શાવતાં યથાર્થનામાં પરમ કૃપાળુ' શ્રીમદ્ રાજચંદ્રજી તેવી જ પરમ નિષ્કારણ
"बहिरात्मेन्द्रियद्वाररात्मज्ञानपरामुख, स्फुरितश्चात्मनो देहमात्मत्वेनाध्यवस्यति ॥ नरदेहस्थमात्मानमविद्वान्मन्यते नरम्, तिर्यचं तिर्यगङ्गस्थं सुराङ्गस्थं सुरं तथा ।। नारकं नारकाङ्गस्थं न स्वयं तत्त्वतस्तथा, अनंतानंतधीशक्तिः स्वसंवेयोऽचलस्थितिः ॥ स्वदेहसदृशं दृष्टवा परदेहमचेतनम्, परात्माधिष्ठितं मूढः परत्वेनाध्यवस्यति ॥ स्वपराध्यवसायेन देहेष्वविदितात्मनाम् वर्तते विभ्रमः पुंसां पुत्रभार्यादिगोचरः ॥ अविद्यासंज्ञितस्तस्मात्संस्कारो जायते दृढः, येन लोकोगमेव स्वं पुनरप्यभिमन्यते ॥ मूलं संसारदुःखस्य देह एवात्मपीस्ततः, त्यक्त्वैनां प्रविशेदन्तर्बहिरव्यापृतेन्द्रियः ॥"
- શ્રી પૂજ્યપાદસ્વામીજી કૃત શ્રી “સમાધિશતક ૨૪૪