________________
પૂર્વગઃ સમયસાર કળશ-૧૫
સાધક દશા થકી જ શદ્ધ આત્મસ્વભાવ લાભ થાય છે. જ્ઞાન સ્વભાવી આત્માને આત્મા શદ્ધોપયોગ પ્રસાદ થકી જ પામે છે, જ્ઞાનસ્વભાવમાત્માનમાત્મા શુદ્ધોપયોગીપ્રસવવેવાતિ !' એટલા માટે આ શુદ્ધોપયોગમય સાક્ષાત્ સાધક ભાવ પ્રાપ્ત કરવો એ જ સર્વ સત સાધકનો એકમાત્ર લક્ષ છે અને તે માટે પ્રથમ તો સતુ સાધક અશુભ ઉપયોગને એકી સપાટે ફગાવી દઈ, શુદ્ધોપયોગના લક્ષે યથાશક્તિ શભોપયોગથી આત્મયોગ્યતા વધારતો વધારતો ઉત્તરોત્તર સાધકભાવ પ્રત્યે લઈ જતી આત્મયોગ્યતા સાધતો રહી, શુદ્ધોપયોગરૂપ સાક્ષાતુ સાધક ભાવને સાધે છે અને પછી તે જ્ઞાનઘન શુદ્ધોપયોગરૂપ સાધક ભાવ તારે જ જ્ઞાનઘન શુદ્ધ આત્મારૂપ સાધ્યને સાધવા સમર્થ થાય છે. આમ આ ક્રમે જ - ક્રમબદ્ધ દશા'થી જ શુદ્ધ આત્માર્થ સાધવો એ જ સર્વ આત્માર્થી સત્ સાધકનું એક માત્ર કામ છે.
અનિયમિત અને અલ્પ આયુષ્યવાળા આ દેહે આત્માર્થનો લક્ષ સૌથી પ્રથમ કર્તવ્ય છે. વાસ્તવિક ઉપકારનું કારણ આત્મજ્ઞાન સિવાય બીજું કોઈ નથી.”
“જ્ઞાની પુરુષનો નિશ્ચય થઈ અંતર્ભેદ ન રહે તો આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે, એવું જ્ઞાની પોકારી ગયા છતાં કેમ લોકો ભૂલે છે?” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૬૩૬, ૬૪૨
વસ્તુતત્ત્વ રમ્યા તે નિગ્રંથ, તત્ત્વ અભ્યાસ તિહાં સાધુ પંથ; તિણે ગીતાર્થ ચરણે રહિએ, શુદ્ધ સિદ્ધાંત રસ તો લહિ.”
- શ્રી દેવચંદ્રજી કૃત “અધ્યાત્મ ગીતા', ૪૬
૧૫