________________
પૂર્વરંગ સમયસાર કળશ-૧૧ મોહ ત્યજી આ શુદ્ધ આત્મસ્વભાવનો અનુભવ કરવાનો જગતને અનુરોધ કરતો ભાવવાહી કળશ લલકારે છે -
मालिनी न हि विदधति बंद्धस्पृष्टभावादयोऽमी, स्फुटमुपरि तरंतोप्येत्य यत्र प्रतिष्ठा । अनुभवतु तमेव योतमानं समंतात,
जगदपगतमोहीभूय सम्यक् स्वभावं ॥११॥ ધરત નજ પ્રતિષ્ઠા બદ્ધસ્કૃષ્ટાદિ ભાવ, ફુટ ઉપર તરતા તોય આ જ્યાં જ આવી; સકલ દિશ ઝગંતો તેહ સમ્યફ સ્વભાવ, જગત અનુભવો આ મોહ દૂરે ફગાવી. ૧૧
અમૃત પદ-૧૧ “મનડું કિમહી ન બાઝે હો કુંથ જિન !' - એ રાગ અનુભવો આત્મ સ્વભાવ રે આત્મન્ ! અનુભવો આત્મ સ્વભાવ; સર્વ દિશે ઉદ્યોત કરંતો, દેખો પ્રગટ આ સાવ.. રે આત્મન ! અનુભવો. ૧ બદ્ધ સ્મૃાદિ ભાવો ફુટ આ, ઉપર તરે છે જેની; તોય પ્રતિષ્ઠા ત્યાં નજ પામે, સ્થિતિ કરે ત્યાં શેની ?... રે આત્મન ! ૨ કમલદલ શું જલમાં આત્મા, અબદ્ધ સૃષ્ટ અલેપ; મૃત્તિકા દ્રવ્ય શું એહ અનન્ય, ન અન્ય પર્યયક્ષેપ ... રે આત્મન ! ૩ સમુદ્ર જેમ સદાયે આ તો, નિયત વ્યવસ્થિત હોય; પર્યાયદેષ્ટિ છોડી કનક શું, અવિશેષ આ જોય... રે આત્મન ! ૪ અગ્નિસંયોગે ઔષયે મૂકાયું, તોય જલ શીતલ સ્વભાવે; કર્મ સંયોગ છતાંયે ત્યમ આ, અસંયુક્ત સ્વભાવે... રે આત્મન ! ૫ એમ અબદ્ધસ્કૃષ્ટ અનન્ય, નિયત ને અવિશેષ; અસંયુક્ત આ નિશ્ચય વર્તે, આત્મ સ્વભાવ અશેષ... રે આત્મન્ ! ૬ એવો આત્મસ્વભાવ અમૃત આ, ઝળહળતો ચોપાસે;
મોહ ત્યજી જગ ભગવાન ભાખે, કરો અનુભવ અભ્યાસે... રે આત્મન્ ! ૭ અર્થ ? આ અબદ્ધસ્કૃષ્ટ ભાવ આદિ ફુટપણો ઉપરમાં તરતાં છતાં આવીને જ્યાં પ્રતિષ્ઠા ધરતા નથી, તે સર્વતઃ ઘોતમાન સમ્યફ સ્વભાવને જગત્ મોહરહિત થઈને અનુભવો !
- “અમૃત જ્યોતિ” મહાભાષ્ય આત્મા કોણે અનુભવ્યો કહેવાય ? તરવાર મ્યાનમાંથી કાઢવાથી જેમ જૂદી માલમ પડે છે, તેમ દેહથી આત્મા સ્પષ્ટ જૂદો બતાવે છે તેણે આત્મા અનુભવ્યો કહેવાય.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૬૪૭), ૯૫૭ (ઉપદેશ છાયા) “સદ્ગુરુ કહૈ ભવ્ય જીવનિસૌં, તોરહુ તુરિત મોહકી જેલ, સમકિત રૂપ ગહી અપનૌં ગુન, કરહો સુદ્ધ અનુભૌકો ખેલ;
૧૭૯