________________
હોય છે, બીજાનું નહિ, એમ “સ્વભાવ'ની જ (પરભાવની નહિ) પરિણામ પરંપરા નિરંતર ચાલ્યા કરે છે, એટલે વસ્તુ તો જેમ છે તેમ નિત્યમેવ “સ્વભાવમાં અવસ્થિત જ' - ધ્રુવ જ રહે છે. આમ પરિણામી છતાં નિત્ય સ્વભાવમાં અવસ્થિત હોવાથી ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્યની એકતાનો જ્યાં અનુભવ થાય છે, એવી એકસૂત્રરૂપ સત્તાથી આ જીવ નિરંતર પરોવાયેલો છે. અર્થાતુ આ જીવ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી, “સતુ', વિદ્યમાન, છાતી, પ્રગટ પ્રત્યક્ષ અનુભવ રૂપ વસ્તુ છે. આ સ્વતંત્ર વસ્તુરૂપ જીવનું વિશિષ્ટ સ્વરૂપ અસ્તિત્વ કેવું છે ? “ચૈતન્યસ્વરૂપવત' - ચૈતન્ય સ્વરૂપપણાને લીધે નિત્યોદિત વિશદ દેશિ - જ્ઞાતિ જ્યોતિ - નિત્યતિશજ્ઞપ્તિન્યતિઃ' - એવો આ જીવ પદાર્થ છે. આવો જે સત્ ચિત્ દેશિ - શક્તિ જ્યોતિ જીવ છે તે
અનંત ધર્માધિરૂઢ એકધર્મીપણાને લીધે જેનું દ્રવ્યત્વ ઉદ્યોતમાન છે એવો છે; અને આ દ્રવ્ય છે, એટલા માટે તે “ક્રમ-અક્રમે પ્રવૃત્ત વિચિત્ર ભાવસ્વભાવપણાને લીધે ગુણ-પર્યાય જેના ઉત્કંગમાં બેસાડેલ” છે એવો છે અને આવો જે જીવ પદાર્થ સત્ ચિત્ પણ દર્શન - જ્ઞાન જ્યોતિ સ્વરૂપ ગુણપર્યાયવંત દ્રવ્ય છે, તે “સ્વ – પર આકારના અવભાસનમાં સમર્થપણાને લીધે વિશ્વરૂપપણું ઉપાત્ત કરેલ એવો એકરૂપ છે.” આ જીવ દર્શન - જ્ઞાન જ્યોતિ સ્વરૂપ છે એટલે પોતાના અને પરના આકારના અવભાસનમાં – પ્રકાશનમાં એવું સમર્થપણું છે, દીપક જેમ સૂર્ય - ચંદ્રની જેમ એ સ્વ-પર પ્રકાશક છે, તેથી કરીને સમસ્ત વિશ્વરૂપ ઉપગ્રહતાં છતાં તે એકરૂપ છે, અર્થાતુ આ સ્વપરપ્રકાશક ચેતન દ્રવ્ય વિશ્વરૂપ જોયાકાર ગ્રહતાં છતાં એકરૂપ - જ્ઞાયકરૂપ - જ્ઞાનરૂપ છે, એટલા માટે જ તે “પ્રતિવિશિષ્ટ અવગાહ - ગતિ - સ્થિતિ - વર્તના નિમિત્તપણાના અને રૂપિપણાના અભાવને લીધે અને અસાધારણ એવા ચિદ્રુપતા સ્વભાવના સદૂભાવને લીધે આકાશ – ધર્મ - અધર્મ - કાલ અને પુદ્ગલથી ભિન્ન છે.
અને આમ સ્વતંત્ર ચેતન સ્વભાવથી જીવ પદાર્થ અન્ય પદાર્થોથી ભિન્ન છે, એટલા માટે આ જીવ પદાર્થ, “અનંત દ્રવ્યના સંકરમાં (સેળભેળમાં) પણ સ્વરૂપથી અપ્રચ્યવનને લીધે ટંકોત્કીર્ણ ચિતુ. સ્વભાવવાળો છે', અર્થાતુ અનંત દ્રવ્યોના સંકરમાં પણ - સંમિશ્રપણામાં – ભેળસેળરૂપ શંભુમેળામાં પણ આ જીવ સ્વરૂપથી પ્રય્યત થતો નથી, એટલે તે ટંકોત્કીર્ણ ચિસ્વભાવવાળો જ અવસ્થિત રહે છે. આ પદ્રવ્યાત્મક લોકમાં અનંત દ્રવ્યોનો સંકર - સંમિશ્રપણે સંમિલન છે, એકક્ષેત્રાવગાહ સ્થિતિ છે, છતાં તે મધ્યે પણ અસાધારણ ચેતન સ્વરૂપલક્ષણથી ભિન્ન એવો જીવ પદાર્થ સ્વરૂપથી પ્રય્યત - ભ્રષ્ટ થતો નથી, ભગવાન “અશ્રુત' જ રહે છે, તેથી ટાંકણાથી શિલાના ઉત્કીર્ણ - કોતરેલા અક્ષરની જેમ તે અક્ષર’ એવા ટંકોત્કીર્ણ ચિતસ્વભાવમાં નિત્ય અવસ્થિત - જેમ છે તેમ જ રહે છે.
આમ સતુ ચિતુ વસ્તુસ્વરૂપ એવો આ “જીવ” નામનો પદાર્થ ચૈતન્યરૂપ સ્વરૂપ સત્તાથી યુક્ત એવું ગુણપર્યાયવંત સ્વતંત્ર દ્રવ્ય છે, દર્શન - જ્ઞાન જ્યોતિ સ્વરૂપ આ ચેતન દ્રવ્ય સ્વ - પર પ્રકાશકપણાને લીધે વિશ્વરૂપગ્રાહી છતાં એકરૂપ છે અને અસાધારણ એવી ચિદ્રુપતાને લીધે આકાશાદિ અન્ય સર્વ દ્રવ્યોથી ભિન્ન હોઈ, ચિતુસ્વરૂપથી અપ્રચ્યવનને લીધે “ટંકોત્કીર્ણ એવો ચિસ્વભાવી છે અને આમ એક ચિતુ’ અક્ષરમાં જ અક્ષર એવું જેનું સંપૂર્ણ સ્વરૂપ સમાય છે, એવો આ “જીવ' નામનો પદાર્થ એકપણે એકીસાથે જાણે છે અને જાય છે - ગમન કરે છે - પરિણમન કરે છે. પરિણમે છે, તેથી નિરુક્તિથી - વ્યુત્પત્તિથી “સમય” એવી યથાર્થ સંજ્ઞાથી ઓળખાય છે.
- - - - ૨. સ્વ સમય આવો આ સમય - આત્મા જ્યારે “સકલ ભાવોના સ્વભાવના ભાસનમાં સમર્થ એવી વિદ્યાની સમુત્પાદક વિવેક જ્યોતિના ઉદ્દગમન થકી સમસ્ત પરદ્રવ્યથી પ્રય્યત થઈ, દેશિ - જ્ઞપ્તિ સ્વભાવમાં નિયતવૃત્તિ રૂપ આત્મતત્ત્વ સાથે એકત્વગતપણે વર્તે છે. ત્યારે દર્શન - જ્ઞાન - ચારિત્રમાં સ્થિતપણાને લીધે સ્વને એત્વથી યુગપતુ (એકી સાથે) ભણતો અને જતો સ્વસમય છે.' - અર્થાતુ આવો આ સમય - જીવ જ્યારે સ્વને - આત્માને પોતાને એકપણે એકીસાથે જાણે છે અને જાય છે (પરિણમે છે), ત્યારે તે “સ્વ સમય’ એમ પ્રતીત થાય છે. તે આ પ્રકારે - પ્રથમ તો આ જીવને વિવેક જ્યોતિનો સમુદય થાય છે - એટલે સ્વ સ્વભાવ - પર સ્વભાવના ભેદનું ભાન થાય છે, એથી કરીને સકલ
૨૯