________________
સમયસાર : આત્મખ્યાતિ
વળી એ પણ ખાસ યાદ રાખવા જેવું છે કે, અધ્યાત્મરસ” પરિણતિ વિનાનું જે શાસ્ત્ર જ્ઞાન તે
ભારરૂપ જ છે. ગધેડો ચંદનનો ભાર ઉપાડે છે, પણ તેનો ભોગ તો કોઈ આત્મજ્ઞાન વિનાનું ભાગ્યશાળી જ પામે છે, તેમ શાસ્ત્રનો ભાર તો અનેક વહે છે, પણ તેનો શાસ્ત્રશાન ભારરૂપ અધ્યાત્મરસ તો કોઈ વિરલો જ ચાખે છે. ફરક માત્ર એટલો જ છે કે,
ગધેડો પોતાના શરીર પર બોજો ઉઠાવે છે - અને આ શાસ્ત્ર ભારવાહક પોતાના મન પર બોજો ઉઠાવે છે ! પણ બન્નેનું ભાર વાહકપણું સરખું છે ! પુસ્તક પંડિતરૂપ વિદ્વાનમાં અને આત્માનુભવી જ્ઞાનીમાં આકાશ-પાતાળનું અંતર છે, કહેવાતા વિદ્વાનું અને જ્ઞાનીમાં પ્રગટ ભેદ છે અથવા પરમાર્થથી આત્મજ્ઞાની એ જ સાચો વિદ્વાનું અથવા પંડિતજન છે, એટલા માટે ઉપરમાં કહ્યું તેમ, જે દ્રવ્યથી નવ પૂર્વ પણ ભણેલ હોય, નવ પૂર્વનો પણ પાઠી-અભ્યાસી હોય, પણ જે આત્માને ન જોયો હોય તો તે અજ્ઞાની છે. આમ જ્યાં નવ પૂર્વ જેટલું શ્રત ભણેલો એવો અધ્યાત્મરસ પરિણતિ વિનાનો શુષ્કજ્ઞાની બહઋત પણ અજ્ઞાની કહ્યો છે, તો પછી અન્ય અલ્પકૃત શુષ્ક વાચાશાનીઓની તો શી વાત કરવી ? કારણકે સર્વ શાસ્ત્રનું જ્ઞાન પણ જો એક આત્મવસ્તુ હાથ ન આવી તો શૂન્ય રૂપ જ છે. મોટા મીંડા રૂપ જ છે. “ઇ” - આત્મા હાથમાં ન આવ્યો તો તે બધા એકડા વિનાના મીંડા છે ! 'जे एगं जाणइ से सव्वं जाणइ ।'
તિમ ઋતપાઠી પંડિત કું પણ, પ્રવચન કહત અજ્ઞાન રે; સાર લહ્યા વિન ભાર કહ્યો શ્રુત, ખર દૃષ્ટાંત પ્રમાણ.' - શ્રી ચિદાનંદજી પદ
નિજ કલ્પનાથી કોટિ શાસ્ત્રો માત્ર મનનો આમળો, જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો.” - શ્રીમદ્ રાજચંદ્રજી અં. ૨૬૮ અને આમ શ્રત વડે જાણીને કેવલ શુદ્ધ આત્માને જાણવો એજ પરમાર્થ છે, પણ એમને એમ આ
પરમાર્થ સમજવો દુર્ઘટ છે, એટલે તે પરમાર્થ સમજાવવા માટે શ્રત જ્ઞાનને સર્વ શ્રુતજ્ઞાનમાં સર્વને જાણે છે તે શ્રત કેવલી છે એમ અત્રે વ્યવહાર કહ્યો છે. અંગે “ચૌદ સર્વનું રહસ્ય પૂર્વધારી કંઈ જ્ઞાને ઊણા એવા અનંત નિગોદમાં લાભ અને જઘન્ય
જ્ઞાનવાળા પણ અધિકમાં અધિક પંદર ભવે મોક્ષે જય” - એ પ્રશ્નનો જે પરમ અદ્દભુત તત્ત્વચમત્કાર દાખવતો ખુલાસો પરમ તત્ત્વદેશ આત્મા શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રકાશ્યો છે, તે પરથી પણ આ ઉક્ત સમસ્ત વસ્તુ પરિસ્ફટ થઈ પરિપુષ્ટ બને છે -
“એનો ઉત્તર જે મારા હૃદયમાં છે, તે જ જણાવી દઉં છું કે એ જઘન્યજ્ઞાન બીજું અને એ પ્રસંગ પણ બીજો છે. જઘન્ય જ્ઞાન એટલે સામાન્ય પણે પણ મૂળ વસ્તુનું જ્ઞાન, અતિશય સંક્ષેપમાં છતાં મોક્ષના બીજ રૂપ છે. એટલા માટે એમ કહ્યું અને એકદેશે ઉંણું એવું ચૌદ પૂર્વધારીનું જ્ઞાન તે એક મૂળ વસ્તુના જ્ઞાન સિવાય બીજું બધું જાણનાર થયું, પણ દેહદેવળમાં રહેલો શાશ્વત પદાર્થ જાણનાર ન થયું અને એ ન થયું તો પછી લક્ષ વગરનું ફેંકેલું તીર લક્ષ્યાર્થનું કારણ નથી. તેમ આ પણ થયું, જે વસ્તુ પ્રાપ્ત કરવા ચૌદ પૂર્વનું જ્ઞાન જિને બોધ્યું છે, તે વસ્તુ ન મળી તો પછી ચૌદ પૂર્વનું જ્ઞાન અજ્ઞાન રૂપ જ થયું. અહીં દશે ઉણું ચૌદ પૂર્વનું જ્ઞાન સમજવું. દેશ ઉણું કહેવાથી આપણી સાધારણ મતિથી એમ સમજાય કે ચૌદ પૂર્વને છેડે ભણી ભણી આવી પહોંચતાં એકાદ અધ્યયન કે તેવું રહી ગયું અને તેથી રખડ્યા, પરંતુ એમ તો નહીં. એટલા બધાં જ્ઞાનનો અભ્યાસી એક અલ્પ ભાગ માટે અભ્યાસમાં પરાભવ પામે એ માનવા જેવું નથી. અર્થાત્ કંઈ ભાષા અઘરી, અથવા અર્થ અઘરો નથી કે સ્મરણમાં રાખવું તેમને દુલ્લભ પડે. માત્ર મૂળ વસ્તુનું જ્ઞાન ન મળ્યું એટલી જ ઉણાઈ, તેણે ચૌદ પૂર્વનું બાકીનું
ભૂતિ ગુરતાને પ્રાથને વિષે ને મુિ ” - શ્રીયશોવિજયજી ઉપાધ્યાયજી કૃત અધ્યાત્મસાર "पुत्रदारादिसंसारः पुंसां संमूढचेतसाम् ।
૧૧દ