________________
પૂર્વરંગઃ સમયસાર ગાથા-૭
અભેદ એક જ્ઞાયક માત્ર જ શુદ્ધ છે.
દર્શન-શાનચારિત્ર એ તો શાયક આત્માના અનંત ધર્મો મધ્યેના કેટલાક મુખ્ય ધર્મ છે. તે પ્રસિદ્ધ ધર્મો પરથી અનંત ધર્માત્મક એક જ્ઞાયક સ્વભાવી આત્મવસ્તુનું સ્વરૂપ સમજય, તેટલા
માટે અબૂઝ શિષ્યને સમજાવવા માટે ભેદ પાડીને તે તે ધર્મોનું કથન પર્યાય દૃષ્ટિ ન દીજીએ વ્યવહાર માત્રથી જ કરવામાં આવે છે, કે જેથી કરીને તે તે સુપ્રતીત એક જ કનક અભંગ રે’ ધર્મો પરથી તે એક જ્ઞાયક સ્વભાવી ધર્મીના સ્વરૂપનું કંઈક ભાન થાય.
પણ પરમાર્થથી - શુદ્ધ નિશ્ચય નથી તો અનંત ધર્મ જેમાં અંતર્ભત છે, એવા અભેદ અખંડ એક શાયક સ્વભાવી આત્માનો જે અનુભવ કરે છે, એવા જ્ઞાનીને દર્શન-જ્ઞાન-ચારિત્ર નથી, માત્ર શાયક એક શુદ્ધ ભાવ જ છે. ભેદ રૂપ વ્યવહારથી નિર્દેશાતા ખંડ ખંડ ધર્મોથી કાંઈ પરમાર્થથી અખંડ આત્મવસ્તુનો ખંડિત ભાવ થતો નથી. વળી જેમ નક્ષત્ર-ગ્રહ-તારાચંદ્ર આદિ ગ્રહ મંડલની જ્યોતિ એક સૂર્યમાં સમાય છે, તેમ દર્શન-જ્ઞાનચારિત્રાદિ સમગ્ર ધર્મ મંડલની શક્તિ પણ એક શુદ્ધ જ્ઞાયક ભાવરૂપ અખંડ આત્મવસ્તુમાં સમાય છે. સોનું ભારી છે, પીળું છે, ચીકણું છે, એમ સોનામાં અનેક ગુણધર્મ પર્યાય દૃષ્ટિથી દેખાય છે, તેમ આત્મા દર્શનમય છે, જ્ઞાનમય છે, ચારિત્રમય છે, એમ આત્મામાં અનેક ગુણધર્મ પર્યાય દૃષ્ટિથી દેખાય છે, પણ પર્યાય દૃષ્ટિ જો ન દઈએ, તો દ્રવ્યાર્થિક દૃષ્ટિથી સોનું એક જ અભંગ અખંડ છે, તેમ આત્મા પણ એક જ અભંગ અખંડ છે. પરમ અવધૂત આત્માનુ ભવરસ નિમગ્ન યોગિરાજ આનંદઘનજીનું અમર વચનામૃત છે કે –
ભારી પીળો ર્ચીકણો, કનક અનેક તરંગ રે; પર્યાયદષ્ટિ ન દીજીએ, એક જ કનક અભંગ રે... ધરમ.” - શ્રી આનંદઘનજી આમ દર્શન-શાનચારિત્ર થકી “અલખ' - અલક્ષ્ય એવો આ આત્મા અનેક સ્વરૂપ છે, પણ
નિર્વિકલ્પ રસનું જે પાન કરીએ તો “શુદ્ધ નિરંજન એક એવો જ્ઞાયક નિર્વિકલ્પ રસ પીજીએ, ભાવ છે. આવી કર્મ અંજનથી રહિત “શુદ્ધ નિરંજન એક જ્ઞાયક ભાવરૂપ શુદ્ધ નિરંજન એક ૩ અખંડ આત્મ વસ્તુના નિર્વિકલ્પ રસનું જે પરમ અમૃતપાન કરે છે, એવા
જ્ઞાની પુરુષને શુદ્ધ એક ગ્લાયક ભાવ જ અનુભવાય છે, દર્શન-શાન ચારિત્રાદિ અનંત ખંડ ખંડ સમગ્ર ધર્મ જેમાં અંતર્મગ્ન છે એવી એક અખંડ આત્મ વસ્તુ અનુભવનારા જ્ઞાનીને એક-અદ્વૈત શુદ્ધ-નિર્મલ નિરંજન જ્ઞાયક ભાવ જ અનુભવ રસાસ્વાદથી સંવેદાય છે, એમ પરમાર્થ રૂપ તાત્પર્ય છે. આજ વસ્તુ મહાગીતાર્થ યોગિરાજ આનંદઘનજીએ આ ગાથાના વિવેચનના મથાળે ટાંકેલા અમર શબ્દમાં અપૂર્વ અનન્ય ભાવથી સંગીત કરી છે.*
આજ વસ્તુ સર્વશાસ્ત્ર પારંગત ન્યાયચાર્ય શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજીએ પણ “અધ્યાત્મસાર’માં આત્મનિશ્ચયાધિકાર સુંદર રીતે સમ્યક પણે પ્રતિપાદિત કરી છે - તેમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર લક્ષણ એવો સ્વભાવ સમવસ્થિત આત્મા નિશ્ચયે કરીને એક જ પ્રતિપાદિત છે. પ્રભા-નૈર્મલ્ય-શક્તિની જેમ રત્નથી ભિન્નતા નથી, તેમ જ્ઞાન-દર્શનચારિત્ર લક્ષણોની આત્માથી ભિન્નતા નથી. ષષ્ઠી (છઠ્ઠી વિભક્તિ) આદિ વ્યપદેશથી આત્માની અને લક્ષણોની ભિન્નતા વ્યવહાર માને છે, પણ નિશ્ચય નહિં. “ઘટનું રૂપ' એમ અત્રે જેમ ભેદ વિકલ્પજન્ય છે, તેમ આત્માનો અને ગુણોનો ભેદ તાત્વિક નથી. શુદ્ધ એવું આત્માનું જે રૂપ નિશ્ચયથી અનુભવાય છે, તેને વ્યવહાર ભેદ દ્વારા પરને અનુભાવાવે છે, પરંતુ વસ્તુતઃ તો ગુણોનું તે રૂપ સ્વાત્માથી પૃથક-જૂદું નથી. નહિ તો આત્મા અનાત્મા થાય તે જ્ઞાનાદિ પણ જડ થાય. (તે મૂળ શ્લોકો આ રહ્યા). "एक एव हि तत्रात्मा स्वभावसमवस्थितः । दर्शनज्ञानचारित्रलक्षणः प्रतिपादितः ॥ प्रभानर्मल्यशक्तिनां यथा रत्नान भिन्नता ।
૧૦૩