________________
સમયસાર : આત્મખ્યાતિ
તો એક દ્રવ્યથી અનંત પર્યાયનું નિષ્પીતપણું છે - અનંત પર્યાય પીવાઈ ગયા પણું છે. તેથી કરીને એક કંઈક મળેલા - મિશ્ર આસ્વાદવાળો અભેદ એક સ્વભાવ જે અનુભવી રહ્યો છે, એવા તેને તો નથી દર્શન - નથી જ્ઞાન - નથી ચારિત્ર, કેવલ જ્ઞાયક જ એક શુદ્ધ છે, “જ્ઞા વૈ શુદ્ધ' ! હવે આ વ્યાખ્યાનો વિશેષ વિચાર કરીએ -
કોઈ એક શિષ્ય છે. તેને અનંત ધર્મ - ગુણ જેમાં રહ્યા છે એવા એક ધર્મી - ગુણીનું ભાન નથી. તેને ગુરુ એ ધર્મીનો લક્ષ કરાવવા ઈચ્છે છે. એટલે તે ધર્મીના કેટલાક ધર્મ જે તે શિષ્યને
પરિચિત છે - જાણીતા છે, તે પરથી ગુરુ તેને સમજાવે છે કે જો ! આ ધર્મ-ધર્મી અભેદ છતાં વ્યપદેશ ધર્મ જેમાં છે તે જ તે ધર્મી છે, જો કે ધર્મ ધર્મીથી જૂદા નથી, પણ શિષ્યને ભેદ ઉપજાવી શિષ્ય બોધાર્થ સમજાવવાના વ્યવહાર માટે જ વ્યપદેશથી - નામ નિર્દેશ આદિથી તેનો વ્યવહાર ઉપદેશ કત્રિમ ભેદ ઉપજવી, ‘વ્યgશતો મુતીર્થ', આ ધર્મીના આ આ ધર્મ છે
એમ શિષ્યને ઉપદેશ કરે છે. તેમ અનાત્મજ્ઞ એવો કોઈ એક શિષ્ય છે તેને અનંત ગુણધર્મ જેમાં રહ્યા છે. એવા એક ધર્મી આત્માનું ભાન નથી - જાણપણું નથી. તેને આત્મા સદગુરુ એ ધર્મી આત્માનો બોધ કરાવવા ઈચ્છે છે. એટલે તે ધર્મી આત્માના કેટલાક ગુણધર્મ જે શિષ્યને પરિચિત છે - જાણીતા છે - પ્રસિદ્ધ છે, તે પરથી આત્મારામી સદ્ગુરુ તેને સમજાવે છે કે - જો ! આ દર્શન-જ્ઞાન-ચારિત્ર ગુણધર્મ જેમાં છે, તે જ આ આત્મા છે, જે દેખે છે જાણે છે આચરે છે તે આત્મા છે. તું ઘટપટ આદિને દેખે છે – જાણે છે તેથી તેને માને છે, પણ તે દેખનાર-જાણનાર જે છે તે આત્માને તું દેખતો નથી-જાણતો નથી ને માનતો નથી એ કેવું આશ્ચર્ય છે ? તું આત્માના હોવાપણાની શંકા કરે છે, પણ તે આત્મા તું પોતે જ છો, તે શંકા જે કરે છે તે શંકાનો કરનારો જ તું આત્મા છે, છતાં શંકા કરે છે એ જ મહદ્ આશ્ચર્ય છે ! આમ જો કે દર્શનાદિ ધર્મ ધર્મી આત્માથી જૂદા નથી, પણ શિષ્યને સમજાવવાના માત્ર વ્યવહાર માટે જ વ્યપદેશથી-નામ નિર્દેશાદિથી તેનો કૃત્રિમ-બનાવટી (artificial) ભેદ ઉપજાવી - ઉત્પાદન કરી, શ્રી સદગુરુ આ ધર્મી આત્માના આ આ દર્શન-જ્ઞાનાદિ ગુણધર્મ છે. એમ શિષ્યને ઉપદેશે છે.
“ઘટ પટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે માન નહિં, કહિયે કેવું જ્ઞાન? આત્માની શંકા કરે, આત્મા પોતે આપ; શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ.”
- શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત શ્રી આત્મસિદ્ધિ સૂત્ર-પપ, ૫૮ ધરમી ધરમ એકતા, તે મુજ રૂપ અભેદ રે.” - શ્રી આનંદઘનજી
અત્રે એવી શંકા સંભવે છે કે, આ “ધર્મીનો આ ધર્મ એમ વ્યપદેશાદિથી જે ભેદ છે તો ધર્મ-ધર્મી જૂદા કેમ નહિ? કારણ “આનું આ’ એમ છઠ્ઠી વિભક્તિનો વ્યપદેશ પ્રગટ ભેદ દર્શાવે છે. આનું સમાધાન
છે છે કે-ના, એમ નથી. વ્યપદેશથી ભલે ધર્મ-ધર્મીનો વા ગુણ-ગુણીનો ભેદ ધર્મ-ધર્મીનો વ્યપદેશથી ભેદ: ભાસતો હો, પણ વસ્તુતઃ તો બન્નેનો અભેદ જ છે. આ અંગે પંચાસ્તિકાયમાં” વસ્તુતઃ અભેદ
(ગા. ૪૩ થી ૪૮) નિખુષ સમાધાન કહ્યું છે, તેમ - (૧)‘જ્ઞાનથી જ્ઞાની ભેદ (શા ,
પામતો નથી, જ્ઞાનો અનેક હોતા નથી, તેથી જ્ઞાનીઓથી દ્રવ્ય વિશ્વરૂપ કહેવાયું છે. (૨)જે દ્રવ્ય ગુણથી અન્ય હોય અને ગુણો દ્રવ્યથી અન્ય હોય તો દ્રવ્યનું અનંતપણું વા
આ ધર્મી અંગે પંચાધ્યાયીમાં કહ્યું છે કે – “વ્યવહરણ વ્યવહાર એમ શબ્દાર્થથી છે, તે પરમાર્થ નથી. જેમકે - સતુ. અભેદ છતાં ગુણ - ગુણીનું ભેદકરણ. તે સત્ નો સાધારણ ગુણ વા અસાધારણ ગુણ વિવલ્ય (કહેવાનો) હોય ત્યારે વ્યવહારનય શ્રેય છે. આ વ્યવહારનયનું ફલ આ છે - અનંત ધર્મવાળા એક ધર્મીની આસ્તિષ્પમતિ હોય, કારણકે ગુણ - સદ્ભાવે નિયમથી, દ્રવ્યાસ્તિત્વનું દ્રવ્યના હોવાપણાનું) સુપ્રતીતપણું હોય છે.” - તે મૂળ શ્લોકો આ પ્રમાણે -
૧૦૦