________________
સમયસાર ; આત્મખ્યાતિ
જ્ઞાયક એક ભાવ તે પ્રમત્ત અને અપ્રમત્ત નથી હોતો - “સ પ્રમત્તડપ્રમત્ત ન મવતિ” આજ અશેષ દ્રવ્યાંતર ભાવોથી ભિન્નપણે ઉપાસાઈ રહેલો “શુદ્ધ” એમ કહેવાય છે, “gવશેષદ્રવ્યાંતર માગ્યો મિત્રત્વેનોપાયમાનઃ શુદ્ધ ત્યમિત્તગતે', જે આ ફુટપણે પ્રત્યક્ષ અનુભવાઈ રહેલો ન પ્રમત્ત - ન
અપ્રમત્ત એવો જાણપણારૂપ જ્ઞાયક એક ભાવ છે, એજ અશેષ ‘દ્રવ્યાંતર ભાવોથી' - સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે” - પૃથફપણે - જૂદા પણે ઉપાસાઈ રહેલો - સેવાઈ આરાધાઈ રહેલો “શુદ્ધ’ એમ ઓળખાય છે. કેવો છે આ જ્ઞાયક એક ભાવ ? “સ્વતઃ સિદ્ધપણાએ કરીને અનાદિ અનંત નિત્યોદ્યોત વિશદ જ્યોતિ એવો.' અર્થાતુ “વિશ૬ ખ્યોતિ’, વિશદ નિર્મલસ્વચ્છસ્પષ્ટ એવી અંતરમાં ઝળહળતી જ્યોતિ સ્વરૂપ છે અને એ અંતરજ્યોતિ સૂર્ય-ચંદ્રાદિ કદાચિત પ્રકાશમાન બાહ્ય જ્યોતિ કરતાં વિલક્ષણ એવી “નિત્યોદ્યોત” - સદા ઉદ્યોતવંત - ત્રણે કાળમાં અખંડ આત્મપ્રકાશથી સદા પ્રકાશમાન છે. તે જ્યોતિ નિત્યોદ્યોત શાથી છે ? અનાદિ અનંત છે માટે, અને અનાદિ અનંત શાથી છે ? આત્માના સહજ, સ્વભાવભૂત હોવાથી “સ્વતઃ સિદ્ધ' છે માટે, વસ્તુ સ્વભાવપણાથી “સ્વ” થકી સ્વયં આપોઆપ સિદ્ધ છે માટે, આમ સ્વભાવભૂત હોઈ સ્વતઃ સિદ્ધપણાને* લીધે જ - ‘વત: સિદ્ધત્વેન’ તેની આદિ નથી અએવ અંત નથી એટલે તે અનાદિ અનંત છે અને એટલે જ તે નિત્યોદ્યોતઃ - નિત્યોદ્યોત છે - સ્વરૂપ પ્રકાશથી સદા ઉદ્યોતવંત - પ્રકૃષ્ટ પ્રકાશવંત છે. આવો જે સદા ઝળહળતો વિશદ જ્યોતિરૂપ “એક - અદ્વૈત જ્ઞાયક ભાવ છે તે નથી પ્રમત્ત ને નથી અપ્રમત્ત, નથી સ્વરૂપ ભ્રષ્ટ થયેલો ને નથી સ્વરૂપ અભ્રષ્ટ થયેલો. તે કેવી રીતે ? શું કારણથી ? સંસાર અવસ્થાને વિષે અનાદિ બંધ પર્યાયની દૃષ્ટિએ - અપેક્ષાએ જોઈએ તો દૂધ-પાણીની જેમ કર્મ પુદ્ગલોની સાથે તેનું (આત્માનું) એકપણું છે, છતાં તેમાં પણ તે એકપણા મધ્યે પણ દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિએ-અપેક્ષાએ જોઈએ તો દુરંત કષાયચક્રના ઉદયના વિચિત્રપણા વશ કરીને પ્રવર્તી રહેલા જે પુણ્ય-પાપ નીપજાવનારા એવા સર્વ પ્રકારના - વિશ્વરૂપ ધારણ કરતા શુભાશુભ ભાવો ઉપજે છે, તેના સ્વભાવે તેનું - જ્ઞાયકભાવનું અપરિણમન હોય છે, અર્થાતુ દ્રવ્ય સ્વભાવની અપેક્ષાએ જ્ઞાયક ભાવ (આત્મા) વિભાવ રૂપ શુભાશુભ ભાવોના સ્વભાવે પરિણમતો નથી. તેથી કરીને આ જ્ઞાયક એક ભાવ નથી હોતો પ્રમત્ત ને નથી હોતો અપ્રમત્ત અને આ જ જ્ઞાયક ભાવ બીજા બધા અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે - પૃથકપણે - અલગપણે ઉપાસાઈ રહેલો એવો “શુદ્ધ' કહેવાય છે અને આ જ્ઞાયક એક શુદ્ધ ભાવ જોયપણે જાણવામાં આવ્યો, જ્ઞાયક જોય પણ થયો, તેથી કાંઈ તેનું અશુદ્ધપણું પ્રાપ્ત થતું નથી. કારણકે જોય તે જ્ઞાયક જ છે. એમાં ફેર પડતો નથી. હવે આ અંગે વિશેષ વિચાર કરીએ. આ સંસાર અવસ્થા અર્થાત્ આત્માને લાગુ પડેલો “આ
અનાદિ ભવરોગ* મુખ્ય છે, નિરુપચરિત છે અને તે તથા પ્રકારે અનાદિ ભવરોગ જન્મ-મરણાદિ વિકારોના પ્રત્યક્ષ અનુભવ વડે સર્વ પ્રાણીઓને અનુભવસિદ્ધ
છે.' આ અનાદિ ભવરોગ અનાદિ એવા વિચિત્ર કર્મરૂપ કારણથી ઉત્પન્ન થયેલો છે - કોઈ પણ કાર્યનું કંઈ ને કંઈ કારણ હોવું જ જોઈએ, એ સનાતન નિયમ પ્રમાણે ભવરૂપ કાર્યનું કંઈ ને કંઈ કારણ હોવું જ જોઈએ. એટલે રોગ જેમ ચોકકસ કારણકલાપથી ઉપજે છે, તેમ આ ભવરોગ પણ દ્રવ્ય-ભાવ ભેદથી ભિન્ન એવા વિચિત્ર કર્મરૂપ કારણથી ઉત્પન્ન થયેલો છે અને આ કર્મરૂપ નિદાન-કારણ અનાદિ છે. એટલે આ કર્મ આત્મા સાથે અનાદિનું જોડાયેલું - સંલગ્ન છે, સંયોગ સંબંધથી બંધાયેલું છે. પ્રકૃતિ અને પુરુષની આ જોડી અનાદિ છે, કનકપાષાણમાં સોનાનો ને માટીનો સંયોગ જેમ અનાદિ છે તેમ.
"तत्त्वं सल्लाक्षणिकं सन्मात्रं वा यतः स्वतः सिद्धम् । તક્ષવિનાિિનષi સ્વસહાયં નિર્વેિ નં ર ' - શ્રી પંચાધ્યાયી, ૨-૮ “ગુણો માત્મનો નારિરિઝર્ષનિવાનગઃ | તયાનુભવસિદ્ધાર્થ મૃતાજિતિ ” - શ્રી હરિભદ્રાચાર્યજી પ્રણીત શ્રી યોગદષ્ટિસમુચ્ચય, ગ્લો. ૧૮૯
co