________________
હવે “આત્મખ્યાતિ' સૂત્રકર્તા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી આ “આત્મખ્યાતિ'માં પ્રાયઃ સર્વત્ર સુશ્લિષ્ટ સુગ્રથિત - સૂત્રનિબદ્ધ સળંગ પરમાર્થઘન સૂત્રાત્મક એક જ વાક્યમાં વ્યાખ્યાન કરવાની તેમની અનન્ય લાક્ષણિક શૈલીથી આ પ્રથમ ગાથા મંગલ સૂત્રની પરમ પરમાર્થ ગંભીર પરમ અદૂભુત વ્યાખ્યારૂપ સૂત્ર' પ્રારંભે છે -
अथ सूत्रावतारः - वंदित्तु सव्वसिद्धे धुवचलमणोपमं गई पत्ते । वोच्छामि समयपाहुडमिणमो सुयकेवली भणियं ।।
અર્થાત્ - ધ્રુવ, અચલ, અનૌપચ્ચ ગતિને પ્રાપ્ત એવા સર્વ સિદ્ધોને વંદીને હું અહો ! શ્રુત-કેવલીએ ભણિત (ભાખેલ) આ સમયમામૃત (સમયસાર) કહીશ.
અત્રે શાસ્ત્રારંભે શાસ્ત્રકર્તા પરમર્ષિ ભગવતુ કુંદકુંદાચાર્યજીએ સર્વ સિદ્ધોને વંદન મંગલ કરી. શ્રત-કેવલિ ભાષિત આ સમયમામૃત શાસ્ત્ર કહેવાની મહાપ્રતિજ્ઞા કરી છે અને “આત્મખ્યાતિ'કર્તા પરમર્ષિ ભગવતુ અમૃતચંદ્રાચાર્યજીએ અથ સૂત્રાવતાર:' એમ પરમ ગૌરવપૂર્ણ શબ્દોથી આ મંગલ સૂત્રની પરમાદરથી ભવ્ય રજુઆત કરી છે (grand presentation), પરમાદરથી આ સૂત્રાવતાર કરી, આત્મખ્યાતિકર્તાએ આ મંગલ સૂત્રની પરમ પરમાર્થ ગંભીર અદૂભુત વ્યાખ્યા પ્રકાશી છે : “પ્રથમથી જ ભગવતુ સર્વ સિદ્ધોને ભાવ-દ્રવ્ય સ્તવથી સ્વ આત્મામાં અને પર આત્મામાં નિહિત કરીને સ્થાપીને, પાઠાંતર - નિખાત કરીને), આ અહેતુ પ્રવચન અવયવરૂપ સમયપ્રાભૃતનું પરિભાષણ ઉપક્રમાય (પ્રારંભાય) છે.” અત્રે મુખ્ય મુદ્દા છે : (૧) સિદ્ધવંદન, (૨) સૂત્ર ગ્રંથન. આ બન્ને મુદ્દાની હવે આ અમૃત જ્યોતિ મહાભાષ્ય” નામક વિવેચનમાં અનુક્રમે સંક્ષેપમાં વિવક્ષા કરશું :
૧. સિદ્ધવંદન આ ભગવાન સિદ્ધો કેવા છે ? “અપવર્ગ સંક્ષિકા ગતિને પ્રાપ્ત થયેલા છે. આ અપવર્ગ ગતિ-સિદ્ધ ગતિ કેવી છે ? ધ્રુવ, અચલ અને અનુપમ, તે આ પ્રકારે - (૧) “સ્વભાવભાવભૂતપણાએ કરીને તે ધ્રુવપણાને અવલંબી રહેલી છે. આ સિદ્ધ ગતિ સ્વભાવભાવજન્ય હોવાથી વ છે, સહજ આત્મસ્વભાવરૂપ સહજત્મસ્વરૂપ સિદ્ધગતિ સદા સ્થિર છે, શાશ્વત છે. (૨) અચળ છે - “અનાદિ ભાવાંતરરૂપ પરિવૃત્તિની વિશ્રાંતિ વશે કરીને અચલપણાને પામેલી છે.' - આત્માથી અથવા સ્વભાવથી, અન્ય તે અનાત્મા રૂપ ભાવાંતર - પરભાવ - વિભાવ, તે અનાદિ પરભાવ-વિભાવ પરાયણ, અર્થાત્ પરભાવ-વિભાવને આધીન જે પરિવૃત્તિ-એક ભાવથી ભાવાંતરગમનરૂપ - સંસારરૂપ પરિવર્તન-પરિણમન, તેની વિશ્રાંતિ-વિરામતાને લીધે અચલપણાને પામેલી છે. (૩) “અનૌપચ્ચે” (અનુપમ) અખિલ ઉપમાનથી વિલક્ષણ અદૂભુત માહાભ્યપણાએ કરીને જેનું ઔપમ્ય (ઉપમા આપવા યોગ્ય) અવિદ્યમાન એવી છે.” - જેના વડે ઉપમા આપી શકાય એવા સર્વ ઉપમાનથી વિલક્ષણ-વિશિષ્ટ લક્ષણવાળા અદભુત - આશ્ચર્યકારી કોઈ અવર્ણનીય મહાભ્યવાળી છે.
આમ સ્વભાવભાવભૂતપણાથી ધ્રુવ, પરભાવ-વિભાવ રહિતપણાથી અચલ અને વિલક્ષણ અદભુત મહાભ્યપણાથી અનુપમ એવી આ “અપવર્ગ' નામની સિદ્ધગતિને પામેલા આ સિદ્ધ ભગવંતો છે. આવા આ અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એમ અનંત અને અપાર જ્ઞાનાદિ ગુણસંપદાથી વિરાજમાન છે, અભુત અતિશય આત્મઋદ્ધિસંપન્ન પૂર્ણ સહજ સમૃદ્ધિવંત સહજત્મસ્વરૂપી પ્રકાશમાન છે. એટલા માટે એ મહાભાગ્યવંતો ખરેખરા ! ભગવંતો છે.
આ લેખક-વિવેચકે કરેલી આ વિવેચનાનું “અમૃત જ્યોતિ મહાભાષ્ય” એવું નામ રાખવામાં આવ્યું છે, તે સાભિપ્રાય છે, કારણકે આ મુખ્યપણે મૂળ ગાથા ને તે પરની મહાન આચાર્યવર્ય અમૃતચંદ્રાચાર્યજીની મહાનું “આત્મખ્યાતિ ટીકાનું વિશિષ્ટ અભ્યાસરૂપ વિસ્તૃત વિવેચન હોઈ, તેમાં અમૃતચંદ્રજીની પરમ પ્રિયતમ “આત્મજ્યોતિનો - “અમૃતચંદ્ર જ્યોતિ'નો મહિમા પદે પદે ઝળહળે છે, એટલે આ નામાભિધાન આત્માર્થી મુમુક્ષુઓને સમુચિત જ જણાશે. ભગવાનદાસ
૨૧