________________
પૂર્વરંગઃ સમયસાર ગાથા-૫
‘ક્ષોદમાં’ નિર્દેલનમાં - ચૂર્ણનમાં – ખંડનમાં ‘ક્ષમ’ સમર્થ - ખમતીધર એવી અતિ ‘નિષુષ' તુષરહિત – ફોતરાં વિનાની એટલે કે તુષ-ફોતરાં વિનાના શુદ્ધ ધાન્ય જેમ સર્વથા આત્યંતિક શુદ્ધ નિર્મલ - વિશદ - ખુલ્લે ખુલ્લી ચોખ્ખીચટ (Clear-cut) યુક્તિના - ન્યાય પદ્ધતિના ‘અવલંબનથી’ આશ્રયણથી ‘જન્મ' - સમુદ્ભવનો એવો આ સ્વવિભવ છે. અર્થાત્ બીજું આ સ્વવિભવ સર્વ વિરુદ્ધ પક્ષોનો નિરાસ કરવામાં ૫૨મ સમર્થ એવી અતિ નિર્મલ યુક્તિના અવલંબનથી જન્મ પામેલો છે.
રૂ.
शुद्धात्मतत्त्वानुशासन जन्मा
निर्मलविज्ञानघनांतर्निमग्नपरापरगुरुप्रसादीकृत નિર્મલ વિજ્ઞાનઘનમાં અંતર્નિમગ્ન એવા પરાપર ગુરુઓથી પ્રસાદી કૃત શુદ્ધ આત્મતત્ત્વના અનુશાસનથી જન્મ છે જેનો એવો, - ‘નિર્મલ’ શુદ્ધ ‘વિજ્ઞાનઘનમાં’ શુદ્ધ જ્ઞાનમય આત્મામાં ‘અંતરનિમગ્ન’ અંદરમાં ‘નિ’ નિતાંતપણે ‘મગ્ન' કદી પણ બ્હાર ન નીકળે એમ ડૂબી ગયેલા એટલે કે નિરંતર શુદ્ધાત્મોપયોગમાં રહેનારા એવા ‘પરાપર’ – પર- પરંપર અપર - અનંતર ઉત્તરોત્તર ગુરુ પરંપરાથી ‘પ્રસાદીકૃત’ - કૃપા પ્રસાદી રૂપ - અનુગ્રહ રૂપ કરાયેલ શુદ્ધ આત્મતત્ત્વના ‘અનુશાસનથી’ - ‘અનુ’ જ્ઞાનીઓના સનાતન સંપ્રદાય અનુસારે અનુક્રમે ‘શાસનથી' શિક્ષણથી ઉપદેશનથી – બોધનથી ‘જન્મ' સમુદ્ભવ છે જેનો એવો આ સ્વવિભવ છે. અર્થાત્ ત્રીજું, આ સ્વવિભવ આત્મજ્ઞાની આત્મારામી શુદ્ધોપયોગી સદ્ગુરુ પરંપરાથી પ્રાપ્ત ગુરુ પ્રસાદી રૂપ ‘સદ્ગુરુ પ્રસાદ' રૂપ શુદ્ધ આત્મતત્ત્વના અનુશાસનથી જન્મ પામેલો છે.
અનુકૂળ પણે
-
-
-
-
.
અંકિત
-
૪. अनवरतस्यंदि सुंदरानंदमुद्रितामंद संविदात्मकस्वसंवेदन जन्मा અનવરત સ્પંદિ સુંદર આનંદથી ‘મુદ્રિત’ અનંદ સંવિદાત્મક સ્વસંવેદનથી જન્મ છે જેનો એવો, ‘અનવરત’ - વગર અટક્યે અવિરામપણે નિરંતર ‘સ્યદિ’ સ્કંદતા ટપકતા - નિર્ઝરતા સુંદર આનંદથી ‘મુદ્રિત’ ‘અનંદ' - મંદ નહિ એવા એટલે કે ઉત્કૃષ્ટ - તીવ્ર પ્રબલ – ઉદ્દામ ‘સંવિદાત્મક’ - સંવિદ્ રૂપ ‘સં’ સમ્યક્ ‘વિદ્' - જાણપણા રૂપ સંજ્ઞાન રૂપ‘સ્વ સંવેદનથી' - ‘સ્વ' - પોતાના આત્માના ‘સં’ સમ્યક્ ‘વેદન’ - વેદવા રૂપ અનુભવનથી - શુદ્ધાત્માનુભૂતિથી ‘જન્મ’ - સમુદ્ભવ છે. જેનો એવો આ સ્વવિભવ છે. અર્થાત્ ચોથું, આ સ્વવિભવ નિરંતર સુંદર આનંદ ટપકતા તીવ્ર આત્માનુભવ રૂપ સ્વસંવેદનથી - શુદ્ધાત્માનુભૂતિથી જન્મ પામેલો છે.
-
-
શુદ્ધતત્ત્વ ભક્તિથી પ્રેરિત થઈને મ્હારો આત્મા આત્માના સર્વ આત્મશ્વર્યથી ઉદ્યત થયો છે. એટલે આગમથી, અનુમાનથી, ઉદ્ભવ પામેલો એવો મ્હારો જે કોઈ આત્માનો ‘સ્વ વિભવ’ છે,
૮૫
અને સત્ સ્વસંવેદન
પૃથક્
આમ સત્ આગમ થકી, સત્ યુક્તિ થકી, સદ્ ગુરુ પ્રસાદ થકી થકી, જેનો જન્મ થયો છે, એવો મ્હારા આત્માનો જે કોઈ પણ સ્વવિભવ છે 'यः कश्चनापि ममात्मनः स्वो વિમવઃ', તે સમસ્તથી જ તેન समस्तेनापि ' આત્માના સમસ્ત સ્વવિભવથી સર્વાત્માથી હું એકપણાથી વિભક્ત-ભિન્ન એવો તે આત્મા દર્શાવું એમ તે એકત્વ વિભક્ત આત્મા નિશ્ચયવંત થયો છું 'तमेकत्वविभक्तमात्मानं दर्शयेऽहमिति દર્શાવવાનો મૃત નિશ્ચય बद्धव्यवसायोऽस्मि ।' સર્વ અન્ય ભાવથી વિભક્ત-ભિન્ન કરેલ પાડેલ એવા એકત્વવિભક્ત એક શુદ્ધ અદ્વૈત આત્મતત્ત્વ રૂપ આ આત્માનુભવ સિદ્ધ પરમામૃત પ્રત્યે મ્હારા આત્માને અપૂર્વ પ્રેમ પ્રવાહ ઉલ્લસ્યો છે, પરમ અભેદ ભક્તિભાવ સ્ફુર્યો છે, એટલે તે શુદ્ધાત્મ પરમામૃતનો અન્ય સાધર્મિક આત્મબંધુઓને પણ આત્મલાભ થાય અને મ્હારા આત્માને પણ સાથે સાથે તે શુદ્ધાત્મભાવની ઓર આત્યંતિક દૃઢ ભાવના થાય, એવા એકાંત શુદ્ધ પરમાર્થ હેતુથી આત્માર્થ હેતુથી મ્હારો આત્મા સર્વાત્માથી આ શુદ્ધ આત્માનું - સમયસારનું નિરૂપણ કરતા આ સમયસાર શાસ્ત્રનું ગ્રંથન કરવા આત્માની
પોતાની સમસ્ત આત્મશક્તિથી બદ્ધ પરિકર થયો છે, આ શુદ્ધ આત્મતત્ત્વ પ્રત્યેની અંતરંગ
-
-
-
=
-
-
-
સ્વવિભવથી આત્મ સમૃદ્ધિથી અનુશાસનથી અને અનુભવથી જ્ઞાનાદિ આત્મ ગુણસંપત્તિ રૂપ