________________
૩.
હવે ત્રીજું મંગલ કળશકાવ્ય પ્રકાશતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી આ સમયસાર વ્યાખ્યાની શુદ્ધ આત્માર્થ ઉદેશે પરમાર્થગંભીર મહાપ્રતિજ્ઞા કરે છે -
परपरिणतिहेतो र्मोहनाम्नोऽनुभावा - दविरतमनुभाव्यव्याप्तिकल्माषितायाः । मम परमविशुद्धिः शुद्धचिन्मात्रमूर्ते -
भवतु समयसारव्याख्ययैवानुभूतेः ॥ પરપરિણતિ હેતુ એવા મોહ નામના અનુભાવથી (વિપાક રસથી) અવિરતપણે અનુભાવ્યની (અનુભવમાં આવવા યોગ્ય એવા રાગાદિથી) વ્યાતિથી જે કલુષિત થયેલ એવી હું શુદ્ધ ચિન્માત્રમૂર્તિની મમ પરમ વિશદ્ધિ સમયસાર વ્યાખ્યાથી જ અનુભૂતિ થકી હો અર્થાતુ સમયસાર-શુદ્ધ આત્મા પોતે શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ અનુભૂતિ છે અને આ શુદ્ધ આત્માનું સંકીર્તન કરી આ સમયસાર શાસ્ત્ર પ્રતિસૂત્રે શુદ્ધ ચૈતન્યમૂર્તિ શુદ્ધ આત્માની અનુભૂતિ કરાવે છે, એટલે આવી પદે પદે શુદ્ધ આત્માની ખ્યાતિ કરતી આ “આત્મખ્યાતિ' વ્યાખ્યા થકી જ હું શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ અનુભૂતિની એવી પરમ શુદ્ધિ હોજો - કે જ્યાં પછી કોઈ પણ પ્રકારની કિંચિત્ માત્ર પણ અશુદ્ધિ ન રહે અને ફરી વિશુદ્ધિ કરવાનું ન રહે, એવી આત્યંતિક છેલ્લામાં છેલ્લી (Once for all final) અને ઉંચામાં ઉંચી પરમ વિશુદ્ધિ હોય.
2 આત્માએ અપૂર્વ આત્મપુરુષાર્થ સ્કરાવવો યોગ્ય છે અને આત્મ પુરુષાર્થની જાગ્રતિને અર્થે, આત્મારૂપ ઉપાદાનને ઉપાદાન કારણપણે પ્રગટાવવા અર્થે, પરમ ઉપકારી જિન-સિદ્ધ ભગવાન રૂપ સાક્ષાતુ સમયસાર - શુદ્ધ આત્માના પુણાલંબનરૂપ પરમ શુદ્ધ નિમિત્તના અવલંબનની પરમ આવશ્યકતા છે, અને આ શુદ્ધ સ્વભાવ સાધન માટે જેણે તે શુદ્ધ સ્વભાવ સિદ્ધ કર્યો છે, એવા સાક્ષાતુ સમયસાર સ્વરૂપ જિન-સિદ્ધ ભગવાન અથવા શુદ્ધ આત્મ ભગવાન અને તેના સહાત્મસ્વરૂપનું સંકીર્તન કરતા આ સમયસાર શાસ્ત્ર કરતાં વધારે બળવાનું પુષ્ટ નિમિત્ત સાધન બીજું કયું હોઈ શકે? અને એટલા માટે જ શુદ્ધ આત્મા સમયસાર પ્રકાશતા આ સમયસાર શાસ્ત્રની વ્યાખ્યાથી જ શુદ્ધાત્મ અનુભૂતિ થકી હારી પરમ વિશુદ્ધિ હો - એ અર્થે હું સર્વાત્માથી – મહારી સમસ્ત શક્તિથી કટિબદ્ધ થયો છું.
એવી શુદ્ધ આત્મભાવનાથી શુદ્ધ આત્મશુદ્ધિ અર્થે જ સત્ આગમ રૂપ શબ્દબ્રહ્મના દેઢ ઉપાસનથી, સતુ દર્શન નિરૂપક સતુ યુક્તિના પ્રબળ અવલંબનથી, સદ્ગુરુ પ્રસાદથી પ્રાપ્ત શુદ્ધ આત્મતત્ત્વના ઉત્તમ અનુશાસનથી અને સતુ-ચિતુ-આનંદમય આત્માનુભવ પ્રકાશરૂપ સ્વ સંવેદનથી જે કાંઈ નિજ આત્માની
સ્વ સંપદ્’ હોય, તે સમસ્ત આત્મસંપદ્ આ પરમર્ષિએ સમયસાર વ્યાખ્યામાં સમર્પણ કરી છે, આ આત્માની સમસ્ત આત્મસંપત્તિરૂપ ક્ષાયોપથમિક શક્તિનો જે કાંઈ વિકાસ હોય, તે ઉત્તમોત્તમ તત્ત્વ પ્રકાશક આ ઉત્તમોત્તમ શાસ્ત્ર સમયસારનું વ્યાખ્યાન કરવામાં ઉત્તમોત્તમ શબ્દ, ઉત્તમોત્તમ અર્થ, ઉત્તમોત્તમ પરમાર્થ, ઉત્તમોત્તમ તત્ત્વ, ઉત્તમોત્તમ ભાવ, ઉત્તમોત્તમ આશય, ઉત્તમોત્તમ કવિત્વ, ઉત્તમોત્તમ અનુભવ, એ આદિ મ્હારૂં-મહારા આત્માનું સર્વ કાંઈ ઉત્તમોત્તમ (all the best of mine) યથાશક્તિ સમર્પે એવી ઉત્તમોત્તમ ભાવનાથી, સમયસારના ગુણ રસીયા બનેલા સ્વ આત્માના સર્વ જ્ઞાનાદિ ક્ષાયોપથમિક ગુણોને આ સમયસારની નિષ્કામ સેવા ભક્તિમાં હાર કર્યા છે, કે જેથી કરીને આ ઉત્તમોત્તમ સમયસારનો ઉત્તમોત્તમ મહિમા જગતુમાં પ્રદ્યોતમાન થાય ! અને જેથી કરીને પોતાના આત્માને ઉત્તમોત્તમ નિરારૂપ ઉત્તમોત્તમ વિશુદ્ધિથી ઉત્તમોત્તમ શુદ્ધ આત્મખ્યાતિની પ્રાપ્તિ થાય ! એટલે જ આ ભાવિતાત્મા આચાર્યજીએ ભાવ્યું છે કે - પદે પદે જ્યાં શુદ્ધ આત્માની ખ્યાતિ-પ્રસિદ્ધિ-જાહેર ઉદ્ઘોષણા (Proclamation) કરવામાં આવશે, એવી આ યથાર્થનામાં “આત્મખ્યાતિ' વ્યાખ્યાથી જ ઓર વિશિષ્ટ અનુભૂતિ થકી જ શુદ્ધ ચિન્માત્ર મૂર્તિ મ્હારી આત્માનુભૂતિની એવી તો પરમ વિશુદ્ધિ થાઓ કે તેમાં મોહજન્ય રાગાદિ વિભાવ દોષની સમયમાત્ર પણ પરમાણુ માત્ર પણ કણિકા મ હો !
૧૯