________________
સમયસાર : આત્મખ્યાતિ
આગલી ગાથામાં સ્વસમય-પરસમય* વિભાગથી જીવ સમયનું દ્વિવિધપણું દર્શાવ્યું, તેનું અત્ર નિશ્ચયરૂપ તત્ત્વદૃષ્ટિથી વિસંવાદીપણું દર્શાવી બાધન કરવામાં આવ્યું છે અને આત્મખ્યાતિ' કર્તાએ તેનું અપૂર્વ તત્ત્વસ્પર્શી વ્યાખ્યાન પ્રકાશ્યું છે : અત્રે ‘સમય' એટલે સામાન્યથી સર્વ પદાર્થ. શા પરથી ? ‘એકીભાવથી’ समयते (सम्+अयते) एकीभावेन स्वगुणपर्यायान् गच्छतीति निरुक्तेः' એકભૂત ભાવથી - એકરૂપ ભાવથી ‘સ્વ ગુણ પર્યાયો' - પોતાના ગુણ પર્યાયો પ્રત્યે જાય છે - ગમન કરે છે - પરિણમે છે. તે સમય, એમ ‘સમય’ શબ્દની નિરુક્તિ - વ્યુત્પત્તિ પરથી. એટલે આમ વ્યુત્પત્તિ અર્થથી અત્રે સમય એટલે સામાન્યથી - સાધારણ પણે સર્વ અર્થ-પદાર્થ સમજવાનો છે. તેથી સર્વત્ર પણ - સર્વ સ્થળે પણ ધર્મ-અધર્મ-આકાશ-કાળ-પુદ્ગલ-જીવ એ છ દ્રવ્ય જ્યાં અવલોકાય છે, એવા આ ષદ્ભવ્યાત્મક લોકમાં જે જેટલા કોઈ પણ અર્થો-પદાર્થો છે, તે સર્વેય નિયતપણે ચોક્કસપણે ‘એકત્વ નિશ્ચયગતપણાએ' કરીને જ – એકપણા રૂપ નિશ્ચયગતપણાએ કરીને જ સૌંદર્ય-સુંદર૫ણું પામે છે... આ અર્થો કેવા છે ? (૧) ‘સ્વકીય' - આત્મીય - પોતાના દ્રવ્યમાં ‘અંતર્મગ્ન’ અંદર મગ્ન - ડૂબેલા એવા અનંત ‘સ્વધર્મચક્ર ચુંબી' પોતાના ધર્મચક્રને ધર્મ સમૂહને ચુંબનારા છતાં પરસ્પર - એકબીજાને ‘નહિ ચુંબતા' - લેશ માત્ર પણ નહિ સ્પર્શતા, (૨) એક ક્ષેત્રમાં ગાઢ મિલન રૂપ એક ક્ષેત્રાવગાહીપણાને લીધે અત્યંત ‘પ્રત્યાસત્તિમાં' - નિકટતામાં પણ નિત્યમેવ સદાય પોતપોતાના સ્વરૂપથી નહિ પડતા, (૩) પર રૂપે અપરિણમનને લીધે ‘અવિનષ્ટ' - જેનો કોઈ કાળે નાશ થયો નથી વા થવાનો નથી, એવા અનંત વ્યક્તિપણા થકી જાણે ‘ટંકોત્કીર્ણ' - ટાંકણાથી ઉત્કીર્ણ - કોતરી કાઢેલ હોય એમ ‘તિષ્ઠતા' અવિચલ સુસ્થિર સ્થિતિ કરતા, (૪) અને સમસ્ત વિરુદ્ધ – અવિરુદ્ધ કાર્યહેતુપણાએ - કારણપણાએ કરીને ‘શશ્વદેવ' - સદાય - સનાતનપણે જ વિશ્વને - અખિલ જગત્ ‘અનુગ્રહતા’ - અનુગ્રહ ઉપકાર કરતા - એવા. આવા આ સર્વેય અર્થો ‘નિત્યપણે' - ચોક્કસપણે નિશ્ચિત પણે ત્રણે કાળમાં ન ફરે એવા ‘એકત્વ નિશ્ચયગતપણા' કરીને જ સુંદ૨૫ણું પામે છે. (એકપણા રૂપ નિશ્ચયમાં ‘ગત’ ગયેલા પણાએ કરીને જ નહિ કે જવા પણાએ કરીને) એમ શા માટે ? પ્રકારાંતરથી આનાથી અન્ય પ્રકારે તો ‘સર્વ સંકર આદિ દોષની આપત્તિ' થાય છે. માટે, સંકર-અનવસ્થા-અતિ વ્યાપ્તિ આદિ સમસ્ત દોષનો પ્રસંગ પ્રાપ્ત થાય છે માટે. એમ સર્વ પદાર્થનું ‘એકત્વ’ પ્રતિ એકપણું - અદ્વૈતપણું ‘પ્રતિષ્ઠિત’ પ્રત્યેકપણે પ્રતિ વિશિષ્ટ વસ્તુસ્થિતિથી સ્થિત-સિદ્ધ છે, ત્યારે ‘જીવ’ નામના સમયની-પદાર્થની બંધકથાને જ ‘વિસંવાદપણાની' - બસૂરાપણાની આપત્તિ છે, પ્રસંગ પ્રાપ્ત થાય છે. તો પછી ‘તન્મૂલ' – તે બંધકથા મૂલક - તે બંધકથા જેનું મૂલ છે. એવું પુદ્ગલ કર્મપ્રદેશ સ્થિતપણું જેનું મૂલ પ્રભવસ્થાન છે. એવા પરસમયથી ‘ઉત્પાદિત’ – ઉત્પાદવામાં આવેલું ઉપજાવાયેલું આ જીવસમયનું દ્વિવિધપણું - દ્વિપ્રકારપણું - દ્વૈત ક્યાંથી ? એટલા માટે સમયનું એકપણું જ ‘અવસ્થિત રહે છે.' વસ્તુ સ્થિતિથી જેમ છે તેમજ વસ્તુ મર્યાદાથી સ્થિત છે. હવે અમૃતચંદ્રજીની આ પરમ પરમાર્થ ગંભીર અદ્ભુત અલૌકિક અપૂર્વ વ્યાખ્યાનો વિશેષ વિચાર કરીએ.
ને
-
-
-
-
-
૪
-
-
–
-
અત્રે પ્રશ્ન થવો સંભવે છે કે એમ છે, તો પછી પાછલી ગાથામાં સ્વસમય-પરસમય એમ વિભાગ શા માટે કર્યો ? તેનો ઉત્તર એ છે કે, તેવો વિભાગ સંયોગ સંબંધને લઈ વ્યવહારનયની અપેક્ષાએ કર્યો છે અને તે અપેક્ષાએ તે સાચો છે. કારણકે અનાદિ બંધ પર્યાયની અપેક્ષાએ પુદ્ગલ અને આત્માનો એક ક્ષેત્રાવગાહ રૂપ સંયોગ સંબંધ તો છે જ, છતાં વ્યાપ્ય-વ્યાપક ભાવ રૂપ તાદાત્મ્ય સંબંધ તો નથી જ. આમ પરનો આશ્રય કરનારા - પરાશ્રિત વ્યવહારનયની અપેક્ષાએ તેવો વિભાગ પાડ્યો તે યથાયોગ્ય જ છે, પણ આત્માનો જ આશ્રય કરનારા - આત્માશ્રિત નિશ્ચયનયની અપેક્ષાએ જોઈએ તો તેવો વિભાગ ઘટતો નથી. કારણકે નિશ્ચય સંબંધ તો વ્યાપ્ય-વ્યાપક ભાવરૂપ તાદાત્મ્ય સંબંધ હોય તો જ અને ત્યાં જ ઘટે અને પરની સાથે આત્માનો તાદાત્મ્ય સંબંધ કે વ્યાપ્ય-વ્યાપક ભાવ છે જ નહિ, એટલે જ પ૨ની સાથેના બંધ સંબંધની વાર્તા નિશ્ચય વસ્તુતત્ત્વની દૃષ્ટિમાં ગલત છે, વિસંવાદિની છે, એમ કહ્યું તે યથાર્થ જ છે. આ નિશ્ચય-વ્યવહારની સમુચિત મર્યાદા અંગે તત્ત્વચિંતક દીપચંદ્રજી ‘આત્માવલોકન' ગ્રંથમાં રહસ્યભૂત વાત પ્રકાશે છે કે - ** નિજ ‘જો ભાવ અવ્યાપક રૂપ સંબંધ વસ્તુૌં વ્યાપ્ય-વ્યાપક એકમેક સંબંધ નહીં (સુ (સો) વ્યવહાર નામ પાવૈ. વસ્તુૌં જુ ભાવ વ્યાપ્ય વ્યાપક - એકમેક સંબંધ સો નિશ્ચય જાનના.’’ - ‘આત્માવલોકન’, પૃ. ૨૫, ૩૨.