________________
પૂર્વરંગ સમયસાર ગાથા-૨ અને મૂળ શુદ્ધ સ્વભાવે મુક્ત આત્મા અષ્ટવિધ કર્મની બેડીના ગાઢા બંધને બંધાઈ સંસારચક્રમાં અનંત જન્મમરણ પરંપરા રૂપ પરિભ્રમણ દુઃખ પામી રહ્યો. આમ દર્શન મોહ-મિથ્યા દર્શન (મિથ્યાત્વ) સેના નાયકે પ્રવેશ કરતાં, તેની અનુગામિની સમસ્ત કર્મસેનાએ આત્મા પર આક્રમણ (Invasion) કર્યું. આત્મપ્રદેશ પર જોરદાર હલ્લો કર્યો અને તેના ક્ષેત્રને ખેદાન મેદાન કરી નાંખ્યું ! રાજાધિરાજ મોહ-રાયે દબદબાભરી રીતે ચૈતન્યપુરમાં પ્રવેશ કર્યો, એટલે તેની જય પોકારતા સમસ્ત કર્મ પરિવારે પોતાના તે અન્નદાતાની પાછળ પાછળ અનુપ્રવેશ કરી આત્મપ્રદેશને ઘેરી લીધો ! અને પોતાના પુદગલ-ક્ષેત્રમાં અતિક્રમણ (Transgression, Trespass) કરવાના અપરાધ બદલ આત્માને બંદિવાન બનાવી સંસારની હેડમાં પૂર્યો ! ને “વેરની વસુલાત' કરી ! આમ સર્વ દોષના, સર્વ અનર્થના, સર્વ કર્મના અને સર્વ સંસારનો મૂલ રૂપ મોહ છે, એટલા માટે જ પરમ મૌલિક અલૌકિક તત્ત્વચિંતક (Philosopher) પરમર્ષિ અમૃતચંદ્રજીએ આ મોહને અત્રે અનાદિ અવિદ્યા કંદલીનો મૂલ કંદ કહ્યો છે, તે યથાર્થ છે.
કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ.” - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર, સૂત્ર-૧૦૨
અને આ મોહજન્ય અવિવેકને લીધે જ ભેદ અજ્ઞાનને લીધે જ અવિદ્યા-આત્મસ્વરૂપનું અજાણપણું - આત્મ અજ્ઞાન વર્તે છે, અને તેથી “આપ આપકે ભૂલ ગયા !' એવી મોટામાં મોટી અંધેર જેવી મહા હાસ્યાસ્પદ વાર્તા બને છે !
“આપ આપકું ભૂલ ગયા, ઈનસે ક્યા અંધેર ? સુમર સુમર અબ હસત છે, નહીં ભૂલેંગે ફેર.” - શ્રીમદ્ રાજચંદ્રજી, હાથનોંધ
આત્મ પ્રશ્રુતિ અને પરવૃત્તિ આમ મોહની અનુવૃત્તિતંત્રતાએ કરીને પોતે પોતાને ભૂલી જવા રૂપ આત્મ અજ્ઞાનને લીધે જ આત્મા દૈશિ-જ્ઞપ્તિ સ્વભાવમાં નિયત વૃત્તિ રૂપ આત્મતત્વથી પ્રય્યત થઈ, પરદ્રવ્ય પ્રત્યથી મોહ-રાગ-દ્વેષાદિ ભાવો સાથે એકત્વગતપણે વર્તે છે, અર્થાત્ દર્શન-શાનમાં જ વર્તવા રૂપ આત્મ સ્વભાવથી ભ્રષ્ટ થઈ, પરદ્રવ્ય નિમિત્તે ઉપજતા મોહ-રાગ-દ્વેષાદિ વિભાવ ભાવે પરિણમે છે. કારણકે મોહજન્ય આત્મા અજ્ઞાનને લીધે ઉપજતો વિપર્યાસ જ જીવને ઊંધા પાટા બંધાવે છે, અનાત્મામાં આત્મબુદ્ધિ ઉપજાવે છે, પર વસ્તુમાં સ્વબુદ્ધિનો વિભ્રમ કરાવે છે. આ અનાદિ અવિદ્યા રૂપ વિપર્યાસથી ભોગ સાધનારૂપ દેહાદિમાં આત્મભ્રાંતિ ઉપજે છે, દેહાદિથી આત્માને અભિન્ન માની હું દેવાદિરૂપ છું. એવી મિથ્યામતિ ઉદ્દભવે છે. એટલે પછી સ્વ સ્વરૂપથી ભ્રષ્ટ થયેલો આત્મા ઈદ્રિયદ્વારોથી* પ્રવર્તતો રહી વિષયોમાં પડી જાય છે અને તે વિષયોને પામીને પોતે પોતાને તત્ત્વથી જણાતો નથી. પોતે પોતાને ભૂલી જાય છે ! અને દેહમાં આ આત્મબુદ્ધિને લીધે જ જીવ તેના લાલન-પાલનાર્થે વિષયોમાં પ્રવૃત્તિ કરે છે અને તે વિષયપ્રાપ્તિના સાધન રૂપ ધનાદિના ઉપાર્જનમાં પ્રવૃત્ત થાય છે : તેની પ્રાપ્તિમાં અનુકુળ થાય તે પ્રત્યે રાગ કરે છે, પ્રતિકૂળ પ્રત્યે દ્વેષ ધરે છે. તેમાં કોઈ વચ્ચે આડું આવે તેના પ્રત્યે ક્રોધ કરે છે, તુચ્છ કદન્ન જેવા કંઈક વિષયની પ્રાપ્તિ થતાં તે અનંતગણું અભિમાન ઘરી કાકીડાની જેમ નાચે છે અને વિશેષ વિશેષનો લોભ ધરતો રહી તેના લાભ માટે અનેક પ્રકારના છળ પ્રપંચ-માયા કપટ કરી પોતાને અને પરને છેતરે છે. ઈત્યાદિ પ્રકારે જીવ વિષયને અર્થે કષાય કરે છે.
"मूलं संसारदुःखस्य देह एवात्मपीस्ततः । त्यक्त्वैनां प्रविशेदन्तर्बहिरव्यापृतेन्द्रियः ॥ मत श्चयुत्वेन्द्रियद्वारैः पतितो विषयेष्वहम् । તાનું પ્રપતિ માં પુરા વેર ન તત્વતિઃ '' - શ્રી પૂજ્યપાદસ્વામીજી કૃત સમાધિ શતક
૫૯