________________
પૂર્વરંગઃ સમયસાર ગાથા-૨
આત્મજ્ઞાન
=
આમ વિવેક જ્યોતિના પ્રકાશ થકી આત્મવિદ્યાની - આત્મજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. એટલે હું આ દેહાદિ ૫૨ – વસ્તુથી ભિન્ન એવો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી અજર અમર આત્મા છું, આ નાશવંત દેહાદિ પરભાવ તે હું નથી. એક શુદ્ધ સહજાત્મ સ્વરૂપ જ હારૂં છે, બીજું કંઈ પણ મ્હારૂં નથી. હું આ દેહાદિ ભાવનો નથી ને આ દેહાદિ ભાવ મ્હારા નથી, એવો વિવેકજન્મ દેઢ નિશ્ચય આત્મામાં થાય છે. એટલે હંસ જેમ ક્ષીર-નીરનો વિવેક કરી - દૂધને પાણી જૂદા કરી શુદ્ધ દૂધનો અનુભવ કરે છે, તેમ આત્મજ્ઞાની પુરુષ આત્મા-અનાત્માનો વિવેક કરી, સ્વ-પરને જૂદા પાડી, દેહથી વસ્ત્રની જેમ, મ્યાનથી તલવારની જેમ, જડથી ચેતન સ્વરૂપ આત્માને પ્રગટ ભિન્ન - જૂદો અનુભવે છે, સાક્ષાત્ સંવેદે છે, અને ભાવે છે કે આત્માથી જ* આત્મામાં આત્માને હું જે અનુભવું છું તે હું છું ‘સોઽહં.’ તે નથી નપુંસક, નથી નર, નથી નારી, નથી એક, નથી બે, નથી બહુ, નૈતિ નૈતિ જેના અભાવે હું સુષુપ્ત-સૂતો હતો અને જેના સદ્ભાવે હું જાગ્રત થયો ઊઠ્યો, તે આ અતીન્દ્રિય અનિર્દેશ્ય એવો સ્વસંવેદ્ય હું છું. આ જગમાં જો કોઈ પરમ, સર્વોત્કૃષ્ટ, પરમોત્તમ તત્ત્વ હોય તો તે અંતરમાં ઝળહળી રહેલી કેવલ એક જ્ઞાન જ્યોતિ જ એવો હું છુ. આમ જે આત્મજ્ઞાની સમ્યગ્ દૃષ્ટિ પુરુષને નિજ સ્વરૂપનું ભાન પ્રગટતાં સમ્યગ્ જ્ઞાન સુધારસ એવો આત્મા જાગ્યો છે, તે બોલી ઊઠે છે કે -
‘‘જગત દિવાકર શ્રી નમીશ્વર સ્વામ જો, તુજ મુખ દીઠે નાઠી ભૂલ અનાદિની રે લો. જાગ્યો સમ્યગ્ જ્ઞાન સુધારસ ધામ જો, છાંડી દુર્જય મિથ્યા નિંદ પ્રમાદની રે લો. સહજે પ્રગટ્યો-નિજ પર ભાવ વિવેક જો, અંતર આતમ ઠહર્યો સાધન સાધવે રે લો. સાધ્યાલંબી થઈ શાયકતા છેક જો, નિજ પરિણતિ ધિર નિજ ધર્મરસ વે રે લો.'' ‘‘જબ જાન્યો નિજ રૂપકો, તબ જાન્યો સબ લોક,
નહિ જાન્યો નિજ રૂપ કો, સબ જાન્યો સો ફોક.'' - શ્રીમદ્ રાજચંદ્રજી, હાથનોંધ
"परः प्रविष्टः कुरुते विनाशं, लोकोक्तिरेषा न मृषेति मन्ये । निर्विश्य कर्माणुभिरस्य किं किं, ज्ञानात्मनो नो समपादि कष्टम् ॥”
પરપ્રચ્યુતિ ઃ
સ્વ વૃત્તિ
આવું ભેદ વિજ્ઞાનજન્ય આત્મજ્ઞાન જેને ઉપજે છે, તે પરભાવથી પ્રચ્યુત થઈ સ્વભાવમાં સુસ્થિત થાય છે. કારણકે આત્મજ્ઞાની સમ્યક્ દૃષ્ટિ પુરુષ ભાવે છે કે શુદ્ધ નિરંજન એક અદ્વૈત એવી ‘કેવલ જ્ઞાન જ્યોતિ જ અબાહ્ય' છે, આત્માનું પરમ એવું અંતસ્તત્વ છે, એ સિવાયના ‘શેષ ભાવો તો બાહ્ય' છે, આત્માથી પર છે ને તે ઉપપ્લવરૂપ' છે. ઉપપ્લવ એટલે અંધાધૂંધી, આફત, આપત્તિ, દુર્ભાગ્ય, વિઘ્ન, ભય, ક્ષોભ-ખળભળાટ, અરિષ્ટ, ગ્રહ ઈત્યાદી. કેવલ જ્ઞાનજ્યોતિ સિવાયના જે જે ભાવો છે-પરભાવો છે, તે તે ખરેખર 1 ઉપપ્લવ રૂપ જ છે. જેમ કોઈ પરચક્રના આક્રમણથી નગરમાં ઉપપ્લવ મચી રહે, અંધાધૂંધી ફેલાઈ જાય, ખળભળાટ વ્યાપી જાય, નાસભાગ થઈ રહે, સંપત્તિ લૂંટાઈ જાય, ને વિપત્તિનો પાર રહે નહિ, તેમ પર વસ્તુના આક્રમણથી આ ચૈતન્યમય પુરુષના ચૈતન્ય પુરમાં ઉપપ્લવ મચે છે, આત્મપ્રદેશ પરિસ્કંદ રૂપ સંક્ષોભ ઉપજે છે, અજ્ઞાનની અંધાધૂંધી વ્યાપે છે, આત્માના જ્ઞાન-દર્શનાદિ ગુણ રત્નોનો ખજાનો લૂંટાય છે અને અનંત ભવપરિભ્રમણ રૂપ આપત્તિનો પાર રહેતો નથી. પારકો પેઠો વિનતી કરે' તે કહેવત અત્ર સાચી પડે છે.
·
૫૫
-
“ येनात्मनानुभूये ऽहमात्मनैवात्मनात्मनि । सोऽहं न तत्र सा नासौ नैको न द्वौ न बहुः ॥ यद्भावे सुषुप्तोऽहं यद्भावे व्युत्थितः पुनः । अतीन्द्रियमनिदेश्यं तत्स्वसंवेद्यसंस्म्यह ।”
શ્રી દેવચંદ્રજી
શ્રી વિનયવિજયજી કૃત શ્રી શાંતસુધારસ
સમાધિ શતક (શ્રી પૂજ્યપાદ આચાર્યજી કૃત)