________________
સમયસાર : આત્મખ્યાતિ
ચેતનદ્રવ્ય તો સ્વ-પર પ્રકાશનરૂપ - આત્મપ્રકાશન રૂપ અને વિશ્વપ્રકાશન રૂપ પરમ અભુત પરમ આશ્ચર્યકારી અર્થક્રિયા કરે છે, તે પ્રત્યક્ષ પ્રગટ અનુભવ સિદ્ધ છે. આમ વિશ્વના અનંત જોય જાણતાં છતાં, વિશ્વના અનંત શેય આકાર ગ્રહતાં છતાં, આ જીવ એક જ્ઞાનરૂપ - શાયક રૂપ જ છે.
“સ્વ-પર પ્રકાશક દિન મણિ રે, સમતારસનો કૂપ... જિનવર પૂજો.” - શ્રી દેવચંદ્રજી અને આવું આ સ્વપર પ્રકાશક ચેતન દ્રવ્ય વિશ્વરૂપ જોયાકાર ગ્રહતાં છતાં એકરૂપ - શાયક રૂપ
જ્ઞાનરૂપ છે. એટલા માટે જ તે “પ્રતિવિશિષ્ટ અવગાહ-ગતિ-સ્થિતિ-વર્તના આકાશાદિથી અત્યંત ભિન્ન નિમિત્તપણાના અને રૂપિ પણાના અભાવને લીધે અને અસાધારણ એવા
ચિદ્રુપતા સ્વભાવના અભાવને લીધે, આકાશ-ધર્મ-અધર્મ-કાલ અને પુદ્ગલથી ભિન્ન છે.” “પ્રતિવિશિષ્ટ વદિ તિસ્થિતિવર્તન નિમિત્તરૂપિવામાવતિસાધારવિદ્રતા સમાવી ધી%ાલધધર્માનપુત્તેિ મિત્રો |' આકાશાદિ સર્વ અન્ય દ્રવ્યોથી આ ચેતન દ્રવ્ય સર્વથા ભિન્ન છે - જૂદું છે, કારણકે અવગ્રાહ નિમિત્તપણું - એ આકાશનો પ્રતિવિશિષ્ટ - ખાસ (Distinguished, specially specified) એ ધર્માસ્તિકાયનો ખાસ ગુણ છે, સ્થિતિ નિમિત્તપણું એ અધર્માસ્તિકાયનો ખાસ ગુણ છે, વર્તના નિમિત્તપણું એ કાળનો ખાસ ગુણ છે, રૂપિ પણું-મૂર્ત પણું એ પુદગલનો ખાસ ગુણ (Specific) છે. આકાશાદિના વિશિષ્ટ ગુણ સ્વભાવરૂપ આ અવગાહ-ગતિ-સ્થિતિ-વર્તનાના નિમિત્તપણાનો અને રૂપિપણાનો જીવમાં અભાવ (નહિ હોવા પણું) છે. તેથી કરીને તેમજ આકાશાદિમાં જેનો અભાવ છે, એવા અસાધારણ (Extra-ordinary) ચિટૂપતા સ્વભાવનો જીવમાં સદૂભાવ હોવાપણું) છે, તેથી કરીને જીવ દ્રવ્ય આકાશાદિ અન્ય સર્વ અજીવ દ્રવ્યથી અત્યંત ભિન્ન-જૂદું જ એવું સ્વતંત્ર દ્રવ્ય છે. આમ આ જગતમાં જીવ તત્ત્વ અને અજીવ તત્ત્વ એ બે જ મુખ્ય તત્ત્વ છે. તેમાં - જે
જ્ઞાન-દર્શન પ્રાણથી ત્રણે કાળને વિષે જીવે છે, એવી ચૈતન્યમય વસ્તુ તે જીવ-અજીવ : પંચાસ્તિકાય જીવ. ચૈતન્યમય ઉપયોગ એ જ જીવનું લક્ષણ છે અર્થાતુ સ્વરૂપ પણે પદ્રવ્ય પ્રકાશતી અપાયિની ભગવતી* સંવિત્તિરૂ૫ ચેતના” અને તેના પરિણામરૂપ
ઉપયોગ” એ જ જીવનું લક્ષણ છે - જેથી તે જડ એવા અજીવથી પ્રગટ જૂદો જણાય છે. આ ઉપયોગ બે પ્રકારનો છે : વસ્તુના વિશેષ સ્વભાવને ગ્રહે તે સાકાર એવો જ્ઞાનોપયોગ અને સામાન્ય સ્વભાવને રહે તે નિરાકાર એવો દર્શનોપયોગ. આ બન્ને ઉપયોગ જેમાં અંતર્ભાવ પામે છે, એવું ચિત્ રૂપપણું એ જીવનો વિશિષ્ટ અસાધારણ ગુણ છે. અથવા કવિવર બનારસીદાસજીએ સંગીત કર્યું છે, તેમ -
સમતા રમતા ઊરધતા, જ્ઞાયકતા સુખભાસ, વેદકતા ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.”
આ સુપ્રસિદ્ધ દોહાનું પરમ અદૂભુત પરમ અલૌકિક તલસ્પર્શી અદ્વિતીય અનન્ય વિવેચન વર્તમાન યુગના સંતશિરોમણિ પરમતત્ત્વદેશ શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રકાર્યું છે, તે અત્રે પ્રકતમાં પરમ ઉપયોગી હોવાથી તે અત્ર સંપૂર્ણ અવતારવાની લાલચ રોકી શકાતી નથી.
“શ્રી તીર્થકર એમ કહે છે કે, આ જગતમાં આ જીવ નામના પદાર્થને ગમે તે પ્રકારે કહ્યો હોય તે પ્રકાર તેની સ્થિતિમાં હો તેને વિષે અમારૂં ઉદાસીનપણું છે. જે પ્રકારે નિરાબાધપણે તે જીવ નામનો પદાર્થ અમે જામ્યો છે, તે પ્રકારે કરી તે પ્રગટ અમે કહ્યો છે. જે લક્ષણે કહ્યો છે, તે સર્વ પ્રકારના બાધે કરી રહિત એવો કહ્યો છે. અમે તે આત્મા એવો જામ્યો છે, જોયો છે, સ્પષ્ટ અનુભવ્યો છે,
“यत्र स्वधर्मव्यापकत्वात्स्वरूपत्वेन द्योतमानयानपायिन्या भगवत्या संवित्तिरूपया चेतनया तत्परिणामलक्षणेन द्रव्य वृत्तिरूपेणोपयोगेन च निर्वृत्तत्वभवतीर्णं प्रतिभाति स जीवः ।"
- શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત “પ્રવચનસાર” ટીકા હૃ.૪. ગાથા-૩૫
૫૦